________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહલઉ' સાહિત્યનું રેખાદર્શન
હીરાલાલ ૨. કાપડિયા જૈન સાહિત્ય એની વિવિધતા અને વિપુલતા માટે વિશેષતઃ વિખ્યાત છે. એની આ વિવિધતા વિષયો પૂરતી જ નથી, પણ ભાષાઓ સાથે પણ એ સંબદ્ધ છે. ભારતીય તેમ જ અભારતીય અને તેમાં પણ પ્રાચીન અને અર્વાચીન અનેક ભાષાઓમાં જૈન સાહિત્ય આજે ઉપલબ્ધ છે. એનું મુખ્ય કારણ તે જૈન મુનિવરોના વિવિધ વિહારના ક્ષેત્રની અપરિમિતતા છે, અને એ સમુચિત છે, કેમકે અમુક જ ભાગમાં વિહરવું કે સાહિત્યક્ષેત્રના અમુક જ અંગને સ્પર્શવું એવી સંકુચિત મનોવૃત્તિ ઉદાર, ભાવનાશીલ, વિચારક અને સર્જનાત્મક જૈન પ્રકૃતિ સાથે કોઈ રીતે સંગત થઇ શકે તેમ નથી. આથી તો જૈન લેખકોએ-ખાસ કરીને મુનિવરોએ અનેક દિશામાં પહેલ કર્યાનું માન મેળવ્યું છે. ઉદાહરણાર્થે હું પ્રાયઃ ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને અલ્પ નિર્દેશ કરીશ.
(૧) ઉપલબ્ધ “રાસ' સાહિત્યમાં ભરતેશ્વરબાહુબલિરાસ સૌથી પ્રાચીન છે. એની રચના શાલિભદ્રને હાથે વિક્રમસંવત્ ૧૨૪૧માં થયેલી છે.
(૨) વિ. સ. ૧૭૩૦માં આશાપલ્લીમાં રચાયેલી આરાધના નામની કૃતિ ગુજરાતી ગદ્યાત્મક કૃતિઓમાં પહેલી ગણાય છે, આ પ્રાચીન ગુજરાતી કાવ્યસંગ્રહ (પૃ. ૮૩)માં તેમજ પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ (પૃ. ૧૧૮)માં છપાયેલી છે.
(૩) વિ. સં. ૧૪૧૧માં દિવાળીના દિવસે પડાવશ્યક ઉપર બાલાવબોધ રચનારા તરુણપ્રભસૂરિનો લગભગ પ્રથમ ગુજરાતી ગદ્યકાર તરીકે નિર્દેશ કરાય છે. આપણા કવિઓ (પૃ. ૩૫૦)માં કહ્યું છે કે “જૂનું વ્યવસ્થિત ગદ્ય અનેક કથાઓ દ્વારા તરુણપ્રભાચાર્યે મધ્ય ગુજ. ની ૧લી ભૂમિકામાં રચી આપ્યું છે.”
(૪) ગુજરાતીમાં ગદ્ય-પદ્ય એમ ઉભય પ્રકારની સાહિત્યપ્રવૃત્તિ કરનારા જે ગણ્યાગાંઠા સર્જકો થયા છે એમાં સોમસુન્દરસૂરિ લગભગ પહેલા છે. એમનો જન્મ વિ.સં. ૧૪૩૦માં થયો હતો અને દેહવિલય વિ. સં. ૧૪૯૯માં થયો હતો.
(૫-૭) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ઋતુકાવ્ય તેમજ પ્રથમ બારમાસી કાવ્ય એ જૈન મુનિ વિનયચન્દ્રની કૃતિ નામે નેમિનાથ ચતુષ્યદિકા છે. એ મુનિનો સમય વિક્રમની ચૌદમી શતાબ્દીનો પૂર્વાર્ધ છે.
(૭) ખરતરગચ્છના જિનપદ્મસૂરિએ રચેલું સિરિથૂલિભદફાગુ “ફાગુ' ૧. જુઓ આપણા કવિઓ (ભા. ૧, પૃ. ૩૩૧)
For Private and Personal Use Only