________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर • ३२
પછ છેલ્લી સાત કડી જૈ. ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૯૦૮-૯)માં અપાયેલી છે. છેલ્લી કડીનો પૂર્વાર્ધ નીચે મુજબ છે –
એહ રચ્યઉ વિવાહલઉ એ નાંદઉ જ જિણધર્મ ભo'
આ કૃતિની રચના “યુગલ-ભુવન-રસ ચન્દ્રમા' એ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૬૩૨માં થયેલી છે. આ અઠાવન કડીની કૃતિ હોય એમ લાગે છે. એની પંચાવનમી કડીમાં “વિનયદેવસૂરિ’ એમ કર્તાએ પોતાનું નામ સૂચવ્યું છે. આ કૃતિ સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ સંબંધી છે.
૨૨. સુમતિસાધુસૂરિવિવાહલો – કર્તા લાવણ્યસમય વિ. સં. ૧૫૬૮માં વિમલપ્રબન્ધ, વિ. સં. ૧૫૭૫માં કરસંવાદ અને વિ. સં. ૧૫૮પમાં અન્તરિક્ષ પાર્શ્વનાથ સ્તવન રચનાર લાવણ્યસમયની આ કૃતિ છે.
આ પ્રમાણે સમય અને સાધન અનુસાર મેં “વિવાહલઉ' સાહિત્ય વિષે સંક્ષિપ્ત નોંધ લખી છે. એટલે અંતમાં આ કૃતિઓને અંગે કેટલીક બાબતો હું તારવણી રૂપે રજૂ કરી આ લેખ પૂર્ણ કરીશ -
(૧) ચોથી, તેરમી અને વીસમી એ કૃતિઓ ઘણી મોટી ગણાય.
(૨) જૈન કૃતિઓ પૈકી ૧, ૨ અને ૪ એ કૃતિઓ ઋષભદેવને અંગેની, ૧૨૧૬ નેમિનાથને અંગેની, ૧૭મી પાર્શ્વનાથને અંગેની, ૧૯મી અને ર૦મી શાન્તિનાથને અંગેની અને ૨૧મી સુપાર્શ્વનાથને અંગેની છે. આમ બાર કૃતિઓ તીર્થકરોને ઉદ્દેશીને છે. આ પૈકી સત્તરમી સિવાયની કૃતિઓને પૌરાણિક ગણીએ તો બાકીની અગ્યાર ઐતિહાસિક ગણાય. વિશેષમાં આદ્રકુમાર અને જબૂસ્વામી એ તો લગભગ મહાવીર સ્વામીના સમયના ગણાય. એ સિવાયના મુનિઓ (જેમનો અહીં નિર્દેશ કરાયો છે. એમની વચ્ચે ઓછામાં ઓછું એક હજાર વર્ષનું અંતર છે.
(૩) બહુ થોડી કૃતિઓ પ્રસિદ્ધ થયેલી છે.
(૪) ચૌદમા સૈકાની પહેલાની કોઈ કૃતિ મળી નથી. એ સૈકાની એક જ કૃતિ મળી છે. પંદરમા સૈકાની બે કૃતિ છે આઠમી અને અગ્યારમી. ત્રીજી, ચોથી, સાતમી, સત્તરમી અને વીસમી કૃતિઓ સોળમા સૈકાની છે. સત્તરમી સદીની કૃતિઓ તે બીજી, તેરમી, પંદરમી, અઢારમી, ઓગણીસમી અને એકવીસમી એમ છ કૃતિઓ છે. આ કૃતિઓ જૂની ગુજરાતી ભાષાના અભ્યાસીને ઉપયોગી થાય તેમ છે એટલે એ તો એક સંગ્રહરૂપ સત્વર પ્રસિદ્ધ થવી ઘટે.
(જૈન સત્યપ્રકાશ, વર્ષ-૧૧, અંક નં. ૧૦-૧૧માંથી સાભાર)
For Private and Personal Use Only