________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
६२
सितम्बर २०१३
ઓસિયાંનું જૈન મંદિર ગુર્જર-પ્રતિહાર રાજા વત્સરાજના રાજ્યકાળ દરમિયાન આઠમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં જૈન વ્યાપારીઓએ બનાવ્યું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ઓસિયાં જૈન મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી મહાવીરસ્વામિ બિરાજમાન છે. પદ્માસનસ્થ, સ્વર્ણ વર્ણ, ૮૦ સે. મી. (શ્વેત મંદિર). ઓસિયાં ગામની મધ્યમાં આ તીર્થસ્થળ આવેલું છે.
આ પૂર્વે અહીં શૈવ-વૈષ્ણવ, શાક્ત આદિ સંપ્રદાયોના મંદિરો પણ હતાં, આ સ્થળ માત્ર પૂજા-પ્રાર્થના માટેનું ન હતું પરંતુ લોકજીવન-સમાજજીવન અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર પણ હતું. આ મંદિર નગર પ્રતિહાર રાજાઓની રાજધાની જાલોર (જાબાલિપુર) તથા મંડોર (માનવપુર) કરતાં પણ અતિ મહત્ત્વના સ્થાન તરીકે લેખાતું હતું.
મંદિરની શ્રી મહાવીર સ્વામિ ભગવાનની પ્રતિમા શ્રી સચ્ચાઇયાં માતાની દિવ્ય શક્તિથી ગૌદુધ અને રેતીથી બનાવેલ અને આચાર્યશ્રી એ પ્રતિષ્ઠિત કરેલી એ જ પ્રતિમા હજુ મૂળનાયકના રૂપમાં આજે પણ વિદ્યમાન છે.
ઓસિયાંની પ્રાચીનતા લોકોક્તિઓ કરતાં પુરાતાત્વિક પુરાવાઓથી પ્રાપ્ત થાય છે. શ્રી મહાવીરસ્વામિના મંદિરમાંથી પ્રાપ્ત થયેલા અભિલેખથી ઓસિયાં નગરીની પ્રાચીન સમૃદ્ધિનું તથા સૂર્યમંદિરનું અનુમાન થઇ શકે છે. આઠમી સદીમાં આ નગર સમૃદ્ધ હતું.
શિલ્પકળા અને સૌંદર્ય : ઓસિયાં એક ધર્મતીર્થ છે અને સાથે સાથે કલાતીર્થ પણ છે. શિલ્પ અને કલાની દૃષ્ટિએ ઓસિયાં વિશ્વમાં પ્રસિદ્ધ છે. પત્થરો પર કોતરેલી અહીંની કલાત્મક પ્રતિમાઓ અદ્વિતીય છે. અહીંનું પ્રભુ મહાવીરસ્વામિનું મંદિર અને અન્ય મંદિરો પોતાની વિશાળતા, કલાગત વિશેષતા અને સૌંદર્યને લીધે વિશ્વવિખ્યાત છે. રંગમંડપમાં સ્તંભો ઉપર નાગકન્યાઓનાં દૃશ્ય અને દિવાલો પરનાં દેવ-દેવતાઓનાં દૃશ્યો ખૂબ જ સુંદર રીતે ચિત્રિત થયેલ છે. એ સિવાય દેરીઓમાં બહાર ભગવાન નેમિનાથનું જીવનચરિત્ર, ભગવાન મહાવીરસ્વામિનો અભિષેક મહોત્સવ અને ગર્ભહરણનું દૃશ્ય બહુ જ સજીવ અને હુબહુ છે મંડપમાં આચાર્યશ્રી પોતાના સાધુઓ અને શ્રાવકોને ઉપદેશ દે છે એ ચિત્ર પણ એટલું જ સુંદર છે. નૃત્યમંડપમાં ગુંબજની નર્તિકાઓ સાજ સાથે નૃત્ય
For Private and Personal Use Only
१. पी. पी. नाहर अभिलेख संख्या ७८८ महावीर जैन मंदिर (ओसियां) से प्राप्त जैनलेख संग्रह પૃ. ૧૬૨, શ્લો-૨
૨. પૂરનવન્દ્ર નાહર, નૈન અમિતેષ મા-૧, સં. ૭૮૮, પૃ. ૧૬૨