________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિયાં તીર્થઃ એક પરિચય
કનુભાઈ એલ. શાહ રાજસ્થાનના પ્રાચીન કલા વારસામાં ઓસિયાતીર્થનું જૈન મંદિર એક અમૂલ્ય રત્ન સમાન છે.
રાજસ્થાનના ઐતિહાસિક નગર જોધપુરથી ૬૧ કિ.મી. દૂર ઓસિયાં તીર્થ આવેલું છે. હાલમાં આ એક નાના નગર જેવું સ્થળ છે. લોકોક્તિઓ અનુસાર આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે આ નગર વસાવવામાં આવેલું હતું. આ એક વ્યાપાર પ્રધાન સમૃદ્ધ નગર હતું અને જાલોર દ્વારા ગુજરાત પ્રદેશ સાથે જોડાયેલું હતું.
પ્રશસ્તિઓ તથા શિલાલેખોમાં “ઓસિયાં'ના પ્રાચીન નામો ઉવસીસ, ઉકેશ, ઉપકેશપુર અને “ઓસાં' - નો ઉલ્લેખ મળે છે. ડૉ. આર ભાંડારકરના મતે આ નગરનું “ઓસિયા'નામ મારવાડી શબ્દ “સલા' પરથી પડ્યું છે જેનો અર્થ આશય થાય છે. પાછળથી “ઓસલા' પરથી “ઓસિયાં પરિવર્તિત થયું લાગે છે. શ્રી સિદ્ધસેનસૂરિએ બારમી શતાબ્દીમાં રચેલા “સકલતીર્થસ્તોત્ર'માં “ઓસિયાં'નો ઉલ્લેખ તીર્થના રૂપમાં કર્યો છે. - જિનશાસનના પ્રભાવક જૈનાચાર્ય શ્રી રત્નપ્રભસૂરીશ્વરજીએ અહીંના રાજાપ્રધાન સહિત લોકોને પોતાના તપના પ્રભાવે અહિંસાના માર્ગે વાળ્યા હતા. એમ પણ કહેવાય છે કે ક્ષેત્રદેવી ચામુંડાને પણ પ્રતિબોધ પમાડીને શ્રી સચ્ચાઈમાં માતાના નામથી પ્રસિદ્ધ બનાવી. રાજા ઉપલદેવ અને મંત્રી ઉહડે આચાર્યશ્રીના પ્રતિબોધથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. રાજા ઉપલદેવે મંદિરનું નિર્માણ કર્યું અને તેમાં આચાર્યશ્રીના હસ્તે પ્રભુ પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. જ્યારે ઉહડ મંત્રીએ આ નગર વસાવ્યું ત્યારે મંદિરના નિર્માણ સમયે ખોદકામ કરતી વખતે આ પ્રતિમા ભૂગર્ભમાંથી પ્રગટ થઇ હતી. મંદિરનું નવનિર્માણ કરાવી સં. ૧૦૧૭, મહા વદિ ૮ના દિવસે પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ છે. ઓસવાલ ઉત્પત્તિ' નામના શીર્ષકવાળા પત્રમાં ઉહડ મંત્રીએ સંવત ૧૦૧૧માં ઓસિયાં વસાવ્યાનો અને સં. ૧૦૧૭માં મંદિર નિર્માણનો ઉલ્લેખ છે.
કોરટાના ઇતિહાસમાં વીરપ્રભુ નિર્માણના ૭૦ વર્ષ પછી આચાર્યશ્રી રત્નપ્રભસૂરીશ્વરજીએ એક જ મુહૂર્તમાં કોરટા અને ઓસિયાં નગરીમાં જિનમંદિરોની પ્રતિષ્ઠા એક જ સમયે કરાવ્યાનો ઉલ્લેખ છે. ભિન્નમાલના ઇતિહાસમાં પણ રાજકુમાર ઉપલદેવ અને મંત્રી ઉહડે આ જ સમયમાં અહીં ઉપકેશ નગર વસાવ્યાનો ઉલ્લેખ છે.
For Private and Personal Use Only