________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सितम्बर - २०१३ રચનાર “પીપલ ગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય થાય છે એ હકીકત આ કૃતિની છેલ્લી કડીઓ ઉપરથી જાણી શકાય છે. જૈ. ગૂ. ક. (ભા. ૩, ખં. ૧, પૃ. ૪૨૮-૯) માં આદ્ય ત્રણ કડીઓ તેમ જ અંતિમ ચાર (પર થી પપ) કડીઓ અપાયેલી છે. આની ઉપન્ય કડીમાં “રચીઉં હીરાણંદિ જંબૂઅસામિવીવાહલું એ' એવો ઉલ્લેખ છે. આ તેમ જ ઉપલી કૃતિના ચરિત્રનાયક મહાવીરસ્વામીના પ્રશિષ્ય થાય છે.
હીરાનન્દસૂરિએ વિ. સં. ૧૪૮૫માં વિદ્યાવિલાસપવાડો રચ્યો છે અને તે આજે વર્ષો થયાં ગાયકવાડ પૌત્ય ગ્રન્થમાળામાં સંપાદિત થવાની વાત સંભળાયા કરે. આ સૂરિએ દશાર્ણભદ્રરાસ અને કલિકાળ રચેલ છે.
૯. જિનચન્દ્રસૂરિવિવાહ – કર્તા સહજજ્ઞાન આ કતિની નોંધ “જૈન સત્ય પ્રકાશ' (વ. ૧૧, અં. ૪) માં છે એ ઉપરાંત આ વિષે મને વિશેષ માહિતી નથી.
૧૦. જિનેશ્વરસૂરિવિવાહલો - કર્તા સોમમૂર્તિ આ ૩૩ કડીનું કાવ્ય છે. એની રચના વિ. સં. ૧૩૩૧ પછી થોડેક વર્ષે સોમમૂર્તિને હાથે થયેલી છે. જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય (પૃ. ૨૨૪૨૨૭)માં આ સમગ્ર કૃતિ છપાયેલી છે.
વિશેષમાં એમાં (પૃ. ૧૧૪માં) આનો સાર પણ અપાયેલો છે. આપણા કવિઓ (પૃ. ૧૯૧) માં આ કૃતિને અંગે નીચે મુજબ ઉલ્લેખ છે -
આમાં ચોપાયા અને દોહરા ઉપરાંત ઝૂલણા અને વસ્તુ છંદ ધ્યાન ખેંચે છે... શુદ્ધ ઝૂલણા છંદ સૌથી પ્રથમ ને આ સં. ૧૩૩૧ લગભગના કાવ્યમાં જણાયો છે.'
૧૧. જિનોદયસૂરિવિવાહલઉં – કર્તા મેરુનન્દન જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય (પૃ. ૨૩૩-૨૩૭)માં આકૃતિ છપાયેલી છે.
ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ (પૃ. ૩૯૮-૩૯૯) માં પણ આ પ્રસિદ્ધ થયેલું છે. એની રચના વિ. સં. ૧૪૩રની પછી થોડેક વર્ષે થયેલી છે. એ હિસાબે પ્રાચીનતાની દૃષ્ટિએ એનો ક્રમાંક બીજો છે. જિનોદયસૂરિ એ મેરુનન્દનના ગુરુ થાય છે અને એમને ઉદ્દેશીને આ કૃતિ રચાઇ છે.
૧. જે. ગૂ. ક. ભા. ૧, પૃ.૪૧૨
For Private and Personal Use Only