________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर • ३२
५३ લીટીઓ અને અંતની સોળ લીટીઓ “ઢાલ ઘોડીની, રાગ ગાડી' એવા ઉલ્લેખ પૂર્વક ઉદ્ધત કરાયેલી છે. વિશેષમાં પૂ. પ૮૩-૪ માં આની સોળ હાથપોથીઓ નોંધાયેલી છે. આ કૃતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયેલી જણાતી નથી. જો તેમ જ હોય તો એ સત્વર પ્રકાશિત થવી ઘટે. એની છેલ્લી લીટીઓ હું અહીં રજૂ કરું
એહ ધવલ ગાઈ જિન આરાઈ જેહ નરનારી સદા તે મુગતિ જાઇ સુખીય થાઇ બોલઈ સેવક ઈમ સદા.”
અહીં વપરાયેલ “ધવલ' શબ્દ ધવલગીતોની નોંધ આપણા કવિઓ (પૃ. ૨૨૯) માં તેનું સ્મરણ કરાવે છે.
૫. કિર્તિરત્નસૂરિવિવાહલઉ - કર્તા કલ્યાણચન્દ્ર “જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૧, અં. ૪) માં “અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોની સૂચી નામના લેખમાં જે ત્રણ વિવાહલઉ નોંધાયેલા છે તે પૈકી આ એક છે અને એના ચરિત્રનાયક કીર્તિરત્નસૂરિ છે. બાકીના બે વિવાહલઉ તે ગુણરત્નસૂરિવિવાહલ અને જિનચન્દ્રસૂરિવિવાહ છે. પ્રસ્તુત કૃતિમાં ચોપ્પન ગાથા છે. એના કર્તા કલ્યાણચન્દ્ર તે કોણ તે જાણવું બાકી રહે છે. દેવચન્દ્રના શિષ્ય કલ્યાણચન્દ્ર વિ. સં. ૧૯૪૯માં ચિત્રસેનપદ્માવતી રાસ રચ્યો છે. એ જ શું આ કલ્યાણચન્દ્ર છે?
ક. ગુણરત્નસૂરિ વિવાહલઉ - કર્તા પવમદિર આ ઓગણપચાસ ગાથાની કૃતિ કે એના કર્તા વિષે મને કશી વિશેષ માહિતી નથી, સિવાય કે એ કેવળ નોંધાયેલી છે.
ધર્મઘોષસૂરિએ જે ઋષિમડલપ્રકરણ રચ્યું છે એના ઉપર વિ. સં. ૧૫૫૩માં પદ્મમન્દિરગણિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. શું આ ગણિ તે પ્રસ્તુત વિવાહલઉના કર્તા છે?
૭. જબૂઅત્તરંગરાસવિવાહલો - કર્તા સહજસુન્દર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. પ૩૦, કંડિકા ૩૮૩)માં આ કૃતિ વિ. સં. ૧૫૭૨માં રચાયાનો ઉલ્લેખ છે.
૮. જબૂસ્વામીવિવાહલ – કર્તા હીરાનન્દસૂરિ આ કૃતિની રચના સાચોરમાં વિ. સં. ૧૪૯૫માં થયેલી છે અને એના ૧. જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૨૪
For Private and Personal Use Only