Book Title: Shrutasarita Author(s): Rajnibhai C Shah Publisher: Narendra Mulchand Shah Mumbai View full book textPage 8
________________ અધ્યાત્મ-ચિંતન, તીર્થયાત્રાનો લહાવો મળે તેનાથી આ દેશમાં વંચિત રહેવાનું. મારા પાપના ઉદયથી અમેરિકા આવવાનું થયું છે. પ્રભાતે પ્રતિક્રમણમાં જયારે સાધુ જનોને વંદના કરૂં ત્યારે સુખસંયમયાત્રા ભણું અને ભાત-પાણીનો લાભ દેજોજી કેવી રીતે બોલું? તેનો અફસોસ રહે છે. કારણકે અમદાવાદના નિવાસ દરમ્યાન પૂ. આચાર્ય સાધુ અને ભગવંતના સમાગમનો તેમને સારો લાભ લીધો હતો. તેવો આત્મલાભ કેવો અમૂલ્ય છે તેનો ખ્યાલ હતો. આમ અમદાવાદ છોડવાથી અને અમેરિકાના નિવાસના રંજનું જાણે પ્રાયશ્ચિત કરતા હોય તેવું તેમની સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિરૂપ સ્વાધ્યાય, સત્સંગ પત્રો અને આરાધનામાં દેખાતું. એટલે ભૌતિકવાદી એ દેશમાં ભૌતિકતાથી દૂર રહી આત્મકલ્યાણને અગ્રિમતા આપતા. સાધુભગવંતના ઉપદેશનો એ સંસ્કાર હતો. એક યજમાનને ત્યાં અમે સાથે ભોજન કરવા બેઠા હતા. ત્યારે મને જાણવા મળયું, તેઓ આહારમાં ત્રણ જ ચીજ તે પણ એક વાર લઈને જમે છે. શિબિરોમાં અનેક જગાએ ફરવાનું થાય, ત્યારે દરેકને આનો ખ્યાલ ન હોય. ત્યારે તેઓ સહજપણે પોતાનું ભોજન કાર્ય પૂરું કરે છે. - આહારના આ સંયમની તેમની સ્કૂરણા કેમ થઈ ? ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ પૂ. બાપજી પાસે શાસ્ત્ર બોધ લેતા. એકવાર પોતાના જન્મ દિવસે તેઓ આશિષ-ધર્મલાભ માટે ગયા. ત્યારે પૂ. બાપજીએ તેમના માથે હાથ મૂકી, ધર્મલાભ આપી પોતાના હાથ ચત્તો કરી કહે, તું શું આપે છે ? ત્યારે તેમને ફુરણા થઈ કે મારે દરેક જન્મદિવસે આહારની એક ચીજનો ત્યાગ કરવો. તેમ કરતા હવે તેઓ ત્રણ ચીજ પર આવ્યા છે. કોઈવાર ત્રણેનું એકમ પણ કરી લે છે. Three in one મેં કહેલું આપણું અસ્તિત્ત્વ તો અનંત ઈન વન છે. તે પામવાનો પુરૂષાર્થ કરવાનો છે ને ! એટલે બાહ્ય આ પ્રયોગ પણ લાભદાયી છે. આ ઉપરાંત શ્રાવકાચારના જે સામાન્ય રોજના આવશ્યક કાર્યો જેવાકે સામાયિક, જાપ, પ્રતિક્રમણ વિના પ્રમાદ કરતા હોય છે. અંતરંગમાં શુભ ભાવનાઓથી ભાવિત છે. અધ્યાત્મ જીવન પ્રત્યેનું તેમની અભિગમતા તેમના પત્રોમાં પ્રદર્શિત થાય છે. સૌને બાહ્યાચાર સાથે સાથે તત્ત્વ બોધ ઉપકારી છે. તેનો વિશેષ ઉલ્લેખ કરે છે. અને તે માર્ગે દોરવા સ્વાધ્યાયમાં સમજાવે છે. ' અર્થાત મારો તેમનો અન્ય પરિચય વિશેષ નથી. પરંતુ છેલ્લા થોડા સમયમાં મેં તેમને નજીકના સાધક તરીકે નિહાળ્યા. તેનો મારો આ પ્રતિભાવ અને પ્રતિભાવ છે. જ્ઞાનસારમાં જણાવ્યું છે માનવનું સામાન્ય-મૂળ સ્વરૂપ પૂર્ણ છે, જે વાસ્તવિક જ્ઞાનના-સ્વરૂપના આનંદથી પૂર્ણ છે, એવા યોગીજનો જગતને પૂર્ણ-સ્વરૂપે જૂએ છે. સ્વરૂપ સ્થિતિ આત્માની પૂર્ણતાની અનુભૂતિ કરાવનાર છે. બુદ્ધિના વિષયોથી મુકત માત્રા જ્ઞાનને લઈને થતો આનંદ તે પૂર્ણ છે. તેનો અંશ પણ અનુભવાય તો તે મુક્તિદાતા બને. આપણી સાધનાનો મર્મ છે. શાસ્ત્રોના આવા ઘણા રહસ્યો તેમણે તેમના લેખમાં ખોલ્યા છે. શિબિરાર્થી-સ્વાધ્યાયીઓ જેમણે આવા ભાવોનો માણ્યો હશે, જેમણે તે જિનવાણીનો સ્વાદ Jain Education International 2010 03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 474