Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ અભિવાદન આવેદન આપણે સૌ સ્વાધ્યાયીગણ સહિત, સુનંદાબહેન વોહોરા સ્વપર શ્રેયાર્થી સુજ્ઞ, સુશ્રાવક શ્રી રજનીભાઈ, સ્વજન એવા રજનીભાઈ મૂળ અમદાવાદ-દહેગામના વતની પણ મને તેનમો પરિચય અમેરિકામાં લગભગ દસેક વર્ષ પહેલા થયો. તેઓ મારા સ્વાધ્યાયમાં આવતા. શ્રોતા થઈને પ્રેમથી જિનવાણીનું શ્રવણ કરતા. વળી કોઈ વાર શિબિરમાં સાથ મળી જતો. સવિશેષ તો આ પુસ્તકમાં જે શ્રુતજ્ઞાનનું દોહન તેમણે કર્યું છે તેના લેખો તેઓ મને નિયમિત મોકલતા. પરિચયની વૃદ્ધિ થતા ન્યુજર્સીમાં જયારે મારી સ્થિરતા હોય ત્યારે ત્યાં જે સત્સંગી મિત્રો તેમના નિકટના પરિચયમાં હોય તેઓ તેમને ભોજન-સ્વાગતનો લાભ લેવા આમંત્રણ આપતા. એ અવસરે અમને નિરાંતનો સમય જિનવાણીના આદાન પ્રદાનનો મળતો. ત્યારે મને તેમના શાસ્ત્રના જ્ઞાનનો પરિચય મળતો. યદ્યપિ પ્રથમથી જ તેમનો મારા પ્રત્યે અત્યંત આદર હું જોતી. ત્યારે કહેતી ભાઈ ! તમે ખૂબ ગુણગ્રાહી છો. મને પત્રોમાં પણ તમે કેટલા ઉત્તમ સંબોધન કરો છો, મારામાં એવા ગુણો નથી. ત્યારે તેઓ સહજ રીતે સ્મિત કરી લેતા પણ તેમના અમદાવાદના નિવાસ દરમ્યાન સાધ્વીશ્રી સુનંદાજીના પરિચયથી અને તેમની અંતઃસ્ફુરણાનો પત્ર નં. ૯૦માં ઉલ્લેખ કર્યો ત્યારે આ રહસ્ય સમજાયું. સવિશેષ મને તેમનો પરિચય થયો ત્યારથી મેં તેમને સ્વ-૫ર શ્રેયની પ્રવૃત્તિમાં ગુંથાયેલા. સમયનો અત્યંત સદ્ઉપયોગ કરનારા. શ્રાવકપણાના યોગ્ય આરાધક, આહાર વિહારના સંયમી, પોતાના સાંસારિક વ્યવહારને, વ્યાપારને યોગ્ય ન્યાય આપી, પ્રમાદનો ત્યાગ કરી સ્વાધ્યાયમાં રત રહેતા. તેના પરિણામે આપણે સૌ સ્વાધ્યાય પ્રેમીને ઉત્તમ સામગ્રી મળી રહી છે. મારા એક પ્રશ્નનો પ્રત્યુત્તર તેઓ ‘દેવગુરૂની કૃપા' કહે છે, હું પૂછતી કે તમને શાસ્ત્ર દોહનનો અને સ્વલેખનનો સમય કયારે મળે છે ? સવારના સાતથી સાંજ પાંચ સાત વાગ્યા સુધી તમારી નોકરી. તેમાં પણ કાર્યરત રહેવું પડે. રાત્રે ઘરે પહોંચો ત્યાર પછી પ્રતિક્રમણ વિગેરે હોય. એટલે તમને સમય કયારે મળે ? “દેવ ગુરૂ કૃપા’” જવાબ ટૂંકો પણ અંતરનો હતો. છતાં કયારેક ખુલાસો કરતા. રાત્રે પ્રમાદ ત્યજી તે સમયનો અને નોકરીના સમયમાં રિસેસ મળતી તેમાં આ કાર્ય થતું રહે છે. વળી વર્ષના લગભગ આઠેક મહિનાના નિ-રવિ તો તેમની અલગ અલગ શહેરોના કેન્દ્રોમાં-(દહેરાસર) શિબિરો ગોઠવાતી રહેતી. તેના વિષયો તૈયાર કરતા, પ્રવચનો આપવા. શિબિરના આયોજન પહેલા તે અંગેના લેખો તૈયાર કરવા. એ ઉપરાંત દર મહિને બે મહિને જીજ્ઞાસુઓને સ્વહસ્તે લખેલા ઝેરોક્ષથી પત્રો મોકલવા. આ બધું તેમના જીવનનું એક અંગ હતું. તેનો તેમને આનંદ હતો. એટલે સમય તેમને અવસર આપી દેતો. Jain Education International. 2010_03 છતાં તેઓના ભાવમાં એક વાત પ્રગટ થતી કે અમદાવાદ-ભારતમાં જે સાધુ સમાગમ, તત્ત્વબોધ, 6 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 474