________________
>>>>
ૐૐ હ્રીં શ્રી આદિનાથાય નમઃ
ૐ હ્રીઁ એ શ્રી સરસ્વત્યે નમઃ
‘શ્રુત-ભીતી આંખોમાં વીજ ચમકે’
પ્રકાશકીય નિવેદન
ચરમ તીર્થાધિપતિ ભગવાન મહાવીરસ્વામી દેશનામાં સમજાવી રહ્યાં છે. “તમે ઘો૨ અંધારામાં બેઠા છો, આકાશમાં વીજનો ચમકારો થાય ફક્ત એ જ સંભાવના છે. થોડા અમથા સમયમાં જ, એ વીજના ચમકારામાં સોયમાં દોરો પરોવવાનો આવે તો ?’' એ અતિ અઘરું અને ખાસ શક્તિમય અનન્ય પુરુષાર્થથી પણ દુષ્કર છે. એથીયે દુષ્કર જિનપ્રણિત ‘સમ્યક્દર્શન' પામવામાં છે.
દ્વાદશાંગી શ્રુતને વાંચતાં, સાંભળતાં કે એની શીખ પામતાં જાણે અધ્યાત્મની વીજનો ચમકારો, ભવ્યાત્માની આંખોને ભીની કર્યા વગર ના રહે ત્યારે, અગમ્ય અનુભવની અજાયબીમાં મન પોકારી ઉઠે, ‘શ્રુત-ભીની આંખોમાં વીજ ચમકે...!'
દુષ્ક૨ એવા સમ્યક્દર્શનને પામવાની તાલાવેલીમાં, જૈન ધર્મના ગહન રહસ્યોનો ઉકેલ, સ્વાધ્યાય શ્રદ્ધા અને સમર્પણ ભાવ સિવાય હાંસિલ ના જ થાય. વીતરાગની વાણીનો પ્રભાવ અચિંત્ય છે. જેમ જેમ હૃદયમાં એ વસવા લાગે તેમ તેમ એમનાં શ્રુતમાં આંખો ભીની થતી જાય અને ધીરે ધીરે અંદર ઉઘાડ થવા લાગે ત્યારે, જો ‘સમ્યક્દર્શન' જ વીજના ચમકારા રૂપ શ્રુત-ભીની આંખોમાં ચમકે તો, એ ફાળ કેવી હશે? એ અનુભવ કેવો હશે? કંઈક અધ્યાત્મ સભર, એ અનુપ્રેક્ષામાં પ્રસ્તુત સંકલનને નામ મળ્યું, ‘શ્રુત-ભીની આંખોમાં વીજ ચમકે..!'
૧૯૬૭માં અમેરિકા આવ્યા બાદ અભ્યાસ આદિ ક્ષેત્રે Engineering degree પ્રાપ્ત કરી. ૧૯૭૦માં લગ્ન, ૧૯૭૩માં પુત્રી જન્મ અને ૧૯૭૬માં પુત્ર જન્મ થયો. સંસારિક જવાબદારી વધતી ચાલી, સાથે બંને બાળકોના ધર્મના સંસ્કારની ચાહને વેગ આપવાનો હતો. ૧૯૮૨માં જૈન સમાજના સહુ, મોટેરાં
****************** 9 ******************