________________
બે શબ્દો પ્રસ્તુત સંગ્રહ વિષે.. આગમનાં અંગો ૧૨ કહ્યાં. એ ૧૨ના અંક સાથે પ્રસ્તુત સંગ્રહનાં વિભાગો પણ ૧૨ અનાયાસે જ અસ્તિત્ત્વ પામ્યા. એ પણ મારા માટે એક શુભ પ્રસંગ, પ્રસાદીરૂપ બની ગયો. પરિશિષ્ટ' પૂર્તિ સિવાય ગ્રંથની પૂર્ણાહૂતિ કેમ થાય? એ વિચારે અંતમાં એમાં વ્યાખ્યાઓ, વિશેષ વિગતો, આદિની ભરણી ભરી સંતોષ અનુભવ્યો.
શ્રુત-ભીની આંખોમાં વીજ ચમકેના અંગને શરૂઆતથી અંત સુધી, “શ્રુત' પ્રક્ષાલન અને તારક એવી જિનવાણીની ઉદ્યોતમય ચમક' પ્રદાન થઈ શકે એ હેતુને સફળ કરવા, ભગવતી “એ” દેવી સરસ્વતીની “અર્ચના' સહ ભાવભીની કોશિષ કરી છે. “સુજ્ઞ વાચક વર્ગને આ દળદાર ગ્રંથનો શુભ અનુભવ થાય અને સાથે એનાં થકી “શુભાનુબંધ' થવા પામે એવી અંતરની અભ્યર્થના....!
સંગ્રહમાં અલગ અલગ વિષયોનું હેતુપૂર્વક જ ખૂબ “સંક્ષિપ્ત સ્વરૂપે સંકલન કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી વાચક વર્ગનો રસ તથા વિષય પ્રત્યેની એકાગ્રતા સહેલાઈથી સહજ ભાવે જ જળવાઈ રહે!
ખળ ખળ વહેતી “શ્રુત-સરિતા'નું અગાધ વક્તવ્ય, કેમે કરી આ સંકલનમાં સર્વ ગુણ સંપન્ન રીતે એકત્રિત ના જ થઈ શકે. પરંતુ આજના વ્યસ્ત અને દોડમદોડભર્યા જીવનમાં થોડું તો થોડું પરંતુ સાત્ત્વિક તત્ત્વ, એક નવો અહેસાસ કરાવી શકે એવી આશા જરૂર રાખી શકાય ને? વાચક વર્ગના પ્રતિસાદો, ક્ષતિઓ સુધારવામાં ખૂબ ઉપયોગી નીવડશે. અગાઉથી જ આપને સાભાર પ્રણામ.
વિધ વિધ વિષયોમાં, જૈન શાસન ચિંતામણી રત્ન જેવું, એના અચિંત્ય પ્રભાવને કારણે શાશ્વત, ચમકતું અને જયવંતુ રહેશે. માટે જ પ્રસ્તુત સંકલનમાં “જૈનમ્ જયતિ શાસનમ્"ના હાર્દને નિરંતર ધ્યાનમાં રાખવાનો શરૂઆતથી અંત સુધી પ્રયત્ન કર્યો છે. માનવમાંથી તીર્થંકર પરમાત્મા કેવી રીતે બને છે? તેનું સંક્ષિપ્ત પરંતુ સચોટ વિવેચનથી, જિન શાસન પ્રત્યે આપણું મસ્તક અતિ શુભ ભાવમાં સહજ રીતે જ ઢળી પડે છે. વિભાગના અંતે સુવાક્યો અને આત્મજ્ઞાન, જાણે આ બધાની સાક્ષી પૂરે છે..! =================K 11 -KNEF==============