Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 14
________________ પાંચ સમવાયનું રહસ્ય, આશ્રવ અને અનુબંધનું સંધાન, “ખામેમિ ત્રિક'ની ઘેરી અસર આત્માની પ્રતીતિ પણ કરાવી દે તો આશ્વર્ય નહીં...! કર્મ નિવારણ - સાચી સમજણનું હાર્દ જૈન ધર્મનાં પારિતોષિક સમા કર્મવાદને પ્રસ્તુત સંકલનમાં ૮નો અંક મળ્યો. ૮ ઉર્ધ્વગતિનો સૂચક અંક છે. સર્વ કર્મ નિવારણ થતાં જીવ પણ ઉર્ધ્વગતિને પામે છે. કર્મવાદ કણિકાઓ ખરેખર માનવ જીવનને શણગારવાની અધ્યાત્મ મોતીની માળાઓ છે. કર્મ રજ મૂર્ત હોવાની સાબિતી મહાવીર ભગવાન સિવાય કોણ સમજાવી શકે? એ રહસ્ય જૈન ધર્મની દેન છે. પ.પૂ.શ્રી યુગભૂષણ વિજયજી મહારાજ લિખિત “મનોવિજય અને આત્મશુદ્ધિ’ ગ્રંથમાં નાના પંડિત મહારાજાએ મનોવિજયનાં ૫ પગથિયાં, આત્મશુદ્ધિ બાદ જ સમકિત પ્રાપ્તિ, વૈરાગ્ય વિના સકામ નિર્જરા નહીં અને સકામ નિર્જરા વિના મોક્ષ નહીં વગેરે આત્મસ્પર્શી અને દિલચસ્પ વિવેચનોને સંક્ષિપ્તરૂપે વિભાગ નવમાં સંકલિત કરતાં હૃદય ખૂબજ અહોભાવનો અનુભવ કરે એ તો સ્વાભાવિક જ ગણાય ને? જૈન ધર્મ પામ્યા અને મોક્ષનું સ્વરૂપ જ ના સમજ્યા તો અવતાર એળે ગયો જ ગણાય ને? વિભાગ ૧૦માં ઉપસંહાર સહ મોક્ષ સ્વરૂપને સમજીએ, મુક્તિની તાત્વિક જિજ્ઞાસા એવી પ્રગટાવીએ કે એ મોક્ષનો તલસાટ જગાડે. જ્ઞાની કહે છે : દિશા બદલો, દશા બદલાશે. કેવી મજાની વાત? જૈન ધર્મનું સાહિત્ય ચાર અનુયોગમાં વહેંચવામાં આવ્યું છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ. આ વિભાગને કથાનુયોગના વિધ વિધ શાસ્ત્રોક્ત દૃષ્ટાંતોથી શણગારવા કોશિષ કરી છે. થોકબંધ દૃષ્ટાંતોને, સંકલનની અવધિ (Limit)ને ધ્યાનમાં રાખી, વધુ દૃષ્ટાંતો સાથે ન્યાય આપી શકાયો નથી તો ક્ષમા કરવા વિનંતી. એક વાત તો નક્કી જ કહેવાશે, કથાનુયોગથી વસ્તુ સરળ ભાસે...! ૧૨માં અંત વિભાગમાં ૧૨ અંગો વિષેનું અતિ સંક્ષિપ્ત વિવેચન જિન આગમને નમસ્કારરૂપ નિવડે અને “જૈનમ્ જયતિ શાસનમ્"નો નાદ આપ સર્વના દિલોમાં ભીના ભાવ જગાડે એવી અભિલાષાની ચાહ રાખવાનું મન થઈ આવે છે. જ્ઞાનીઓએ ઉત્તમ સાત ક્ષેત્રોમાં જિન આગમનું સ્થાન, જિનાલય અને જિન મૂર્તિ બાદ દર્શાવી એની ખૂબજ =================k 13 -KNEF==============

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 481