Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 13
________________ >>> નવકાર મહામંત્રનો શાશ્વત પ્રભાવ મનને આનંદ વિભોર કરી હંમેશાં માર્ગદર્શન આપતો રહે છે. તીર્થંક૨ પ્રણિત ૩ મુખ્ય બાબતો, જીવન જીવવાની પદ્ધતિ Art of Livingને એક અતિ ઉજાગર માર્ગ ૫૨ આત્મકલ્યાણનો સંદેશ આપે છે. સારભૂત ધૂત (કર્મ નિર્જરાનો હેતુ), એની ભીની ભાત પાડવામાં વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે...! >>> જૈન ક્રિયાઓમાં વિજ્ઞાનનું વિવેચન ‘જયણા’ અને જીવદયાના સિદ્ધાંતોને જીવંત કરી દે તેવું છે. જ્ઞાની ભગવંતોનું ‘નિશાન’ આત્મકલ્યાણને સિદ્ધ કરવા, બાળ જીવો પ્રત્યેના પ્રશસ્ત ભાવનું દર્શન કરાવી જાય છે...! ઉત્તરાધ્યયન સૂત્રને પ.પૂ.આ.શ્રી વિશાલસેનસૂરીશ્વરજી મહારાજાએ ‘અંતિમ દેશના’ ગ્રંથમાં તત્ત્વજ્ઞાન સભર આબેહૂબ દ્રષ્ટાંતોથી, માનવ જીવનને ધન્ય બનાવવાની પ્રેરણા પ્રદાન કરી છે. આ વિભાગમાં સંકલનો માર્ગદર્શક બન્યા છે, જે રત્નત્રયી તરફનો એક રસ્તો બતાવી જાય છે...! વિદ્વત્તા સાધુ ભગવંત, અતિ ઉપકારી તમ ધર્મ કવન, અભ્યાસ સભર ને ક્ષીર વંત, વિચારોનું જિન-વૃંદાવન. કલ્યાણ યાત્રાની શરૂઆત જીવનને સાર્થક કરવા માટે અતિ ઉપકારી જિનપ્રણિત માર્ગદર્શનથી જ થાય છે ને? યોગદૃષ્ટિ અને ભાવ-શ્રાવકતાની પાંખે, અગાધ શ્રુતજ્ઞાનના વિશાળ ગગનમાં વિહાર કરવા મળે તો આનંદ આવ્યા વિના ના જ રહે ! આમ જુઓ તો ભવી જીવની યાત્રા ‘સમકિતથી મોક્ષ' સુધી ગણી શકાય. આ વિભાગમાં ‘જીવની પાંચ ઈચ્છાઓ’, ‘મળ્યાનુંય મોટું દુઃખ છે’ની વિચારધારા તત્ત્વની ગહનતાને સ્પર્શી જાય છે. મનની ભૂમિકાનું વિવેચન પ.પૂ.શ્રી યુગભૂષણવિજયજી મહારાજે જૈન ધર્મની રુએ, ખૂબ ઊંડાણથી અને સમજવામાં મુશ્કેલી ના થાય એવી મનો૨મ શૈલીમાં કર્યું છે. અનેકાંતવાદ, ભેદજ્ઞાન અને મોક્ષ શા માટે? આ વિવેચન, અહોભાવ પેદા કરે એવું રસપ્રદ છે. પ.પૂ.શ્રી મેઘદર્શન વિજયજી મહારાજનું પુસ્તક ‘તત્ત્વ ઝરણું’ વાંચવા જેવું, આચરવા જેવું અને જીવને ‘શુભાનુબંધ’ કરાવી આપે એવું છે. એ દિલમાં વસી ગયા બાદ એની અનુપ્રેક્ષા, એક ‘આનંદ’ના સ્તર પર લઈ જાય એવો એ ચોટદાર ગ્રંથ છે. ****************** 12 ******************

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 481