Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 15
________________ પ્રતિષ્ઠા કરી છે. ૪૫ જિન આગમમાં મુખ્ય ૧૨ “અંગો' વિષે સંક્ષિપ્ત વિગતો, ૧૨ અંગોમાનું પાંચમું ભગવતી સૂત્ર અતિ પ્રચલિત છે, તેમાંથી વિવિધ અધ્યાત્મનો સ્વાધ્યાય મન પ્રસન્ન કરી દે એવો છે. આગમનું અધ્યાત્મ આત્મા પ્રતિ પ્રયાણ કરાવે, કરનારો તરે અને અન્યને તરાવે..! આ સંકલનને જન્મ મળ્યો તેમાં વર્ષોથી મારા ધર્મપત્ની નલિની તથા મારી પુત્રી મોના અને પુત્ર માલવનો સહકાર સાંપડ્યો છે એ કેમ ભૂલાય? સહુ પ્રથમ પ.પૂ.શ્રી હરીશભદ્રવિજયજી મહારાજની અસીમ કૃપા અને પ્રીતિ સહના આશિષથી કાર્યની સફળતા સરળ અને સહજ પ્રાપ્ત થઈ છે. એમનો હું ઋણી છું. ગુરુદેવને “મર્થેણ વંદામિ'. પાશ્રી કુમારપાળભાઈ, સુજ્ઞ ધર્મ પ્રભાવક સ્નેહી માનનીય શ્રી નૌતમભાઈ વકીલ, ભારતથી અમેરિકા આવી, વર્ષોથી સ્વાધ્યાય પ્રદાન કરી અનેક જીવોને ધર્મ પમાડવામાં નિમિત્ત બની રહેતાં તરલાબેન દોશી તથા શ્રી ભરતભાઈ શાહ, કે જેઓ વર્ષોથી અનેક જીવોને ધર્મ પ્રભાવના કરે છે તે સહુનો અંતઃકરણ પૂર્વક આભાર. શ્રી પદમભાઈ તથા મધુબેન ધાકડે દળદાર ગ્રંથનાં પાનાઓનું સ્કેનિંગ નિષ્ઠાપૂર્વક કરી આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. ભરતભાઈ ચિત્રોડાનો પ્રિન્ટીંગ અને સુજ્ઞ સૂચનો આદિથી ગ્રંથને સજાવવામાં મદદ કર્યાનો આભાર! મંદમતિ, અજ્ઞાન કે મંદબુદ્ધિને કારણે અવિનય, અવિવેક યા જિન-આજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ અંત:કરણ પૂર્વક મન, વચન અને કાયાના યોગે મિચ્છામી દુક્કડમ..! જૈનમ્ જયતિ શાસનમ્ - વિજય દોશી શ્રદ્ધાંધ” =================K 14 -KNEF==============

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 481