Book Title: Shrimadni Jivan Siddhi Author(s): Saryuben R Mehta Publisher: Shreyas Pracharak SabhaPage 10
________________ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE બીજી આવૃત્તિનું પ્રાકથન શ્રીમદ રાજચંદ્રની જન્મશતાબ્દીના સંભારણું રૂપ “શ્રીમદ્દની જીવનસિદ્ધિ ” ગ્રંથ ઇ. સ. ૧૯૭૦માં શ્રી જીવન-મણિ સવાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રગટ થયો હતો. આ ગ્રંથને સદવાચકો તરફથી ધણે સારો આવકાર મળતાં ટૂંકા ગાળામાં જ આ દળદાર ગ્રંથ અપ્રાપ્ય બની ગયો હતો. લાંબા સમય સુધી આ ગ્રંથ અનુપલબ્ધ રહેતાં વાચકો તરફથી તેની માગણી સતત ચાલુ રહી હતી. ભામે તેનું ફરીથી પ્રકાશન કરવું જરૂરી બન્યું. આ જરૂરિયાતને પૂરી કરવાની જવાબદારી મુંબઈની શ્રી શ્રેયસ પ્રચારક સભાએ સ્વીકારી લીધી અને ગ્રંથનું પુનર્મદ્રણ શરૂ થયું અને એમ કરતાં પહેલી વખતે રહેલા અ૫ મુદ્રણાષાને સુધારી લેવા પ્રયત્ન પણ કર્યો છે. આશા છે કે આ વખતે જે કોઈ મુદ્રણદે રહી જવા પામ્યા હોય તેને સુજ્ઞ વાચકે સુધારી લેવા પ્રવૃત્ત બનશે. આ ગ્રંથમાં ઘણી પાદનોંધ અપાયેલી છે. તેમાં વારંવાર નોંધાયેલ “એજન” શબ્દ ઘણા વાચકગણને મૂંઝવી ગયે જણાવે છે. અંગ્રેજીમાં “IBID” શબ્દને આ પર્યાયવાચક શબ્દ છે. તેને ઉપયોગ આ પ્રમાણે સમજવા સર્વ વાચકોને વિનંતી છે : એક અવતરણ એક બંધમાંથી લેવામાં આવ્યું હોય અને તે પછીનું અવતરણ તે જ ગ્રંથમાંથી લેવાયું છે એવું સૂચવવા માટે “એજન” શબ્દ મુકાય છે. ૩ નંબર જુદા જુદા હોવાથી એ આંક સાથે આપવામાં આવ્યા છે. ઉદા. ત. પહેલા પ્રકરણની નોંધ ૪ તથા ૫ જુઓ. ૫ મી નોંધ આ પ્રમાણે છે - “એજન પૂ. ર૦૪.” આ સૂચવે છે કે ૫ મી નેધનું અવતરણ “શ્રીમદ્ રાજચંદ્ર અગાસ આ. ૧ ' ના પૃ. ૨૦૪ પરથી લેવામાં આવ્યું છે. થી નોંધના અનુસંધાનમાં ૫ મી નોંધ જેવી જોઈએ. એટલે કે જે નોંધ “એજન” શબ્દ સૂચવે તેના પહેલાંની ધમાં જે ગ્રંથ નોંધાયો હોય તે ગ્રંથમાંથી પ્રસ્તુત અવતરણુ લેવાયું છે એમ સમજવું'. - આશા છે કે આ ખુલાસાથી વાચકને વાચનની સરળતા વધશે. આ ગ્રંથ ધર્મ જિજ્ઞાસુ વાચકે સમક્ષ શ્રી શ્રેયસ પ્રચારક સભા તરફથી પ્રસ્તુત કરતાં આનંદ અનુભવાય છે. અને સાથે સાથે આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવામાં જેમ જેમ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સાથ આપ્યો છે તે સહુનો અંત:કરણપૂર્વક ઉપકાર માનું છું. ૯ તા. ૧૫-૮-૧૯૮૩ છે૧૩, મોરબી હાઉસ, 9 ગોવા સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧ – સરયુ રજની મહેતા RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 704