Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૬૬ ] આધ્યાત્મિકતા આધ્યાત્મિક્તા શ્રીમદમાં જરૂપે જન્મસિદ્ધ હતી. આધ્યાત્મિકતા એટલે મુખ્યપણે આત્મચિંતન અને આત્મગામી પ્રવૃત્તિ. એમાં નિરીક્ષણ અને તેને લીધે દેાનિવારણની તેમ જ ગુણુ. પોષવાની વૃત્તિના જ સમાવેશ થાય છે. આધ્યાત્મિક વૃત્તિમાં દ્વેષદર્શન હોય તેા મુખ્યપણે અને પ્રથમ પાતાનું જ હોય છે અને ખીજા તરફ્ પ્રધાનપણે ગુદૃષ્ટિ જ હોય છે. આખુ · શ્રીમદ્રાજચંદ્ર ' પુસ્તક વાંચી જઈએ તે આપણા ઉપર પહેલી જ પ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. પુષ્પમાળા'થી માંડી અંતિમ સંદેશ સુધીનું કાઈ પણ લખાણ લે અને તપાસે તે એક જ વસ્તુ જણાશે કે તેમણે ધર્મકથા અને આત્મકથા સિવાય બીજી કથા કરી નથી. ત્યારે તે જુવાનીમાં પ્રવેશ કરે છે, ગૃહસ્થાશ્રમ માંડે છે અને અÜપાનના ક્ષેત્રમાં ઊતરે છે, ત્યારે પણ તેમના જીવનમાંથી આપણે આધ્યાત્મિક વૃત્તિ જોઈ શકીએ છીએ. કામ અને અર્થના સંસ્કારે તેમને પોતા તરફ્ પરાણે જ ખેંચ્યા અને સહજવૃત્ત તો તેમની ધર્મ પ્રત્યે જ હતી એ ભાન આપણને તેમનાં લખાણો ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે એ જોઈ એ કે આ ધમ બીજ કઈ રીતે તેમનામાં વિકસે છે. દર્શન અને ચિંતન ' ખાવીસમા વર્ષને અંતે તેમણે જે નિખાલસ ટૂંકું આત્મસ્મૃતિનું ચિત્રણ કર્યું" છે, તે ઉપરથી અને પુષ્પમાળા’ તેમ જ તે પછીની ‘· કાળ ન મૂકે કાઈ ને' અને ધર્મ વિશે' એ એ કવિતાઓમાં આવતા કેટલાક સાંપ્રદાયિક શબ્દો ઉપરથી એમ ચોખ્ખુ લાગે છે કે તેમનો આધ્યાત્મિક સંસ્કાર પરંપરાગત વૈષ્ણવ ભાવનાને આશરે પાષાયા હતા; અને નાની જ ઉંમરમાં એ સંસ્કારે જે ખમા વેગે વિકાસ સાધ્યા, તે સ્થાનકવાસી જૈન પરંપરાના આશ્રયને લીધે. એ પરપરાએ એમનામાં યા અને અહિંસાની વૃત્તિ પાપવામાં સવિશેષ કાળા આપ્યા લાગે છે. જોકે તેમને ખાળ અને કુમાર જીવનમાં માત્ર સ્થાનકવાસી જૈન પર પરાના જ પરિચય હતા, તોપણ ઉમર વધવા સાથે જેમ જેમ તેમનું ભ્રમણ અને પરિચયનુ ક્ષેત્ર વધતું ગયું, તેમ તેમ તેમને અનુક્રમે મૂર્તિ પૂજક શ્વેતાંબર અને પછી દિગંબર એ એ જૈન પરંપરાના પણ પરિચય થયા, અને તે પરિચય વધારે પોષાય. વૈષ્ણવ સંસ્કારમાં જન્મી ઊછરેલી અને સ્થાનકવાસી પર પરાથી સવિશેષ આશ્રય પામેલી તેમની આધ્યાત્મિકતા આપણે જૈન પરિભાષામાં વાંચીએ છીએ. તત્ત્વરૂપે આધ્યાત્મિકતા એક જ હાય છે, પછી તે ગમે તે જાતિ કે ગમે તે પ્થમાં જન્મેલ પુરુષમાં વતી હાય. ફક્ત એને વ્યક્ત કરનાર વાણી જુદી જુદી હાય છે. આધ્યાત્મિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28