Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ છઠ્ઠર દર્શન અને ચિંતન આદરબુદ્ધિ ઉત્પન્ન કરાવનાર જે કઈ પ્રથમ વ્યક્તિ હોય તે તે શ્રીમદ જ છે. જોકે મુંબઈ જેવાં સ્થળામાં, જ્યાં તેમને દિગંબર મિત્રે વિશેષ મળવાને સંભવ હતું, ત્યાં તેમણે શ્વેતાંબર સાહિત્યને દિગંબર પરંપરાને પરિચય થાય અને એ તરફ તેઓની રસવૃતિ કેળવાય એ કાંઈ પ્રયત્ન અવશ્ય કરેલો હો જોઈએ; પણ સરખામણીમાં વેતાંબર પરંપરાએ દિગંબર પરંપરાના સાહિત્યને તે વખતથી આજ સુધીમાં જેટલું અપનાવ્યું છે, કદાચ તેને શતશે પણ દિગંબર પરંપરાએ શ્વેતાંબરીય સાહિત્ય અપનાવ્યું નથી. તેમ છતાં એકબીજાનાં શાસ્ત્રોનાં સાદર વાચન-ચિંતન દ્વારા ત્રણે ફિરકામાં એકતા ઉત્પન્ન કરવાનું અને બીજાની સમૃદ્ધિ દ્વારા પોતાની અપૂર્ણતા દૂર કરવાનું કામ આરંભવાનું શ્રેય તે શ્રીમદને જ છે–જે આગળ જતાં પરમકૃતપ્રભાવક મંડળરૂપે અપાશે મૂર્ત રૂપ ધારણ કરે છે. પ્રાણ મનુષ્ય ગમે તે પરિસ્થિતિમાંથી લાભ જ ઉઠાવી લે છે એ ન્યાયે, શ્રીમદને પ્રથમ સ્થાનકવાસી પરંપરા પ્રાપ્ત થઈ એ તેમના એક ખાસ લાભમાં જ પરિણમી અને તે એ કે, સ્થાનકવાસી પરંપરામાં પ્રચલિત એવો મૂળ આગમને અભ્યાસ એમને તદ્દન સુલભ થય–જેમ કદાચ શ્વેતાંબર પરંપરામાં ગૃહસ્થ માટે પ્રથમથી બનવું ઓછું સંભવિત છે અને તેની અસર એમના જીવનમાં અમીટ બની ગઈ. પાછળથી શ્વેતાંબર પરંપરાના પ્રચલિત સંસ્કૃતપ્રધાન અને તપ્રધાન ગ્રંથોના અવલોકને તેમની આંગભરુચિ અને આગમપ્રજ્ઞાને સવિશેષ પ્રકાશી. દિગંબરીય સાહિત્યના પરિચયે તેમની સહજ વૈરાગ્ય અને એકાંતવાસની વૃત્તિને કાંઈક વિશેષપણે ઉત્તેજી. જેમ જેમ તેમને શાસ્ત્રજ્ઞાન સંબંધી પરિચય અને વિકાસ વધતો ગયે, તેમ તેમ તેમનામાં પ્રથમથી યોગ્ય પરિચય અને માહિતીને અભાવે બંધાયેલા જે એકાંતિક સંસ્કારે હતા, જેમ કે પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય,” તે ખરી પડ્યા અને તેનું સ્થાન આધ્યાત્મિક વિકાસક્રમમાં ક્યાંક મૂર્તિપૂજાનું આલંબન પણ ઉપયોગી છે એ અનેકાંતદૃષ્ટિએ લીધું. ‘પદર્શન જિન અંગ ભણી’એ પ્રસિદ્ધ અને સમન્વયગામી આનંદધનજીની કડીની ભાવના જૈન પરંપરામાં તકેયુગથી વિશેષ પ્રતિષ્ઠિત થયેલી છે. એ ભાવનાનું વિશ્લેષણ અને પરીક્ષણ કેવળ જૈન શાસ્ત્રોને જ નહિ, પણ તે તે દર્શનોના મૂળ ગ્રંથને તેના ગ્ય રૂપમાં અને મધ્યસ્થ દષ્ટિએ અભ્યાસ માગે છે. આ ભાવનાનો વારસો શ્રીમદમાં હતું, જે તેમણે સ્પષ્ટ વ્યકત કર્યો છે. પરંતુ આ સિવાય કેવળ ત્રણ જૈન ફિરકાઓને જ અંગે એક બીજી ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28