Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 16
________________ ૭૮ ] દર્શન અને ચિંતન, તેઓએ “મેક્ષમાળા'માં અર્થ સમજ્યા વિનાના શબ્દપાઠની નિરર્થકતા. બતાવતાં જે એક કચ્છી વાણિયાઓની ઉપહાસક (“મોક્ષમાળા”—૨૬) કથા ઢાંકી છે, તે અમુક અંશે પારિભાષિક હેઈ હું અહીં કહેતું નથી, પણું જે જેને હોય તે તેને તદ્દન સરળતાથી સમજી શકે તેમ છે. બીજાઓ, પણ સહેજે જૈન પાસેથી એ સમજી શકશે. એ કથા કેટલી વિનોદક અને અભણ જેવા વૈશ્ય સમાજની પ્રકૃતિને બંધબેસે તેવી તેમ જ બેધક છે! - શ્રીમદ જૈન સંપ્રદાયનાં નવ તની મોક્ષમાળા” માં (૯૩) કુશળતાપૂર્વક સમજૂતી આપતાં પ્રશ્ન ઉઠાવે છે કે જીવ તત્ત્વ પછી અજીવ તત્ત્વ આવે છે અને અજીવ તત્વ તે જીવનું વિધી છે; એ બે વિરોધી તત્વોનું સમીપપણું કેમ ઘટે? તેઓ કલ્પનાબળથી એક ગોળ ચક્ર ઉપજાવી આ પ્રશ્નને ખુલાસો આકર્ષક રીતે પૂરો પાડતાં કહે છે કે જુએ, પહેલું જીવ તત્વ અને નવમું મેક્ષ તત્વ એ બંને કેવાં પાસે છે? ત્યારે અજીવ બીજું તત્ત્વ તે જીવની નજીક દેખાય, એ તે અજ્ઞાનથી એમ સમજવું. જ્ઞાનથી તો જીવ અને મેક્ષ જ પાસે છે. આ એમની કલ્પના ચાતુરી એ ઉંમરે કેટલી અસાધારણ! એ જ રીતે તેવીસમે વર્ષે વેદાંતસંમત બ્રહ્માટૅત અને ભાયાવાદનું તેમની સમજ પ્રમાણે અયુક્તપણું બતાવવા એક ચતુષ્કોણ આકૃતિ (૬૩) ખેંચી તેમાં જગત, ઈશ્વર, ચેતન, માયા આદિના ભાગો પાડી કેટલીક કલ્પનાશકિત દાખવી છે! અહીં મુખ્ય પ્રશ્ન એ નથી કે તેમનું માયાવાદનું નિરસન કેટલું મૂળગામી છે? પણ પ્રશ્ન એ છે કે તેઓ જે વસ્તુને ઠીક કે ગેરડીક સમજતા, તેને તેમ દર્શાવવાનું કલ્પનાબળ તેમનામાં કેટલું હતું ? પ્રશ્નોત્તર શૈલીથી વસ્તુ ચર્ચવાનું ક૯૫નાબળ તે આપણે તેમની નાની ઉંમરમાં, જ નિહાળીએ છીએ (“મેક્ષમાળા'-૧૨ આદિ). . બાવીસમે વર્ષે ક્યારેક તેઓ ઊંડા મનનની મસ્તીમાં પિતાના પ્રિય આધ્યાત્મિક વિકાસક્રમ––ગુણસ્થાન–ના વિચારભુવનમાં પ્રવેશે છે અને પછી એ ચિંતનવિષયને વાણુમાં વ્યક્ત કરતાં એક મનહર સ્વલક્ષી નાટકીય નેપથ્યની છાયાવાળો કહ૫નાત્મક સંવાદ રચે છે (૬૧), અને બહુ જ સરલતાથી ગુણસ્થાનની વસ્તુ રેચક રીતે વિશ્લેષણપૂર્વક દર્શાવે છે–જેમ આગળ જતાં એ જ વસ્તુ આકર્ષક રીતે ભાવના દ્વારા “અપૂર્વ અવસર” એ પદ્યમાં દર્શાવે છે. જૈન કે જેનેતર કેઈ પણ ગુણસ્થાનના જિજ્ઞાસુ વાસ્તે આ સંવાદ કંટાળો આપ્યા સિવાય બેધક સાબિત થાય એવે છે. ધર્મ, અર્થ આદિ ચાર પુરુષાર્થોનાં નામ અને તેને પ્રસિદ્ધ અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28