Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 20
________________ ૭૮૨ ] દર્શન અને ચિંતન મતના હતા, પણ જ્યારે તેમને પ્રતિમા વિશે સત્ય સમજાયું ત્યારે કોઈની પરવા કર્યા સિવાય પ્રતિભાસિદ્ધિ વાતે તેમણે ૨૦મે વર્ષે જે લખ્યું છે, તે તેમની વિચારગંભીરતાનું દ્યોતક છે. જિજ્ઞાસુ એ (૨૦) મૂળ લખાણ જ વાંચી પરીક્ષા કરે. એ જ રીતે માત્ર જેનપરંપરાના અભ્યાસીએ શ્રીમદનું વિચારકપણું જેવા ખાતર, તેમણે આ યુગે ક્ષાયિક સમ્યક્ત્વ સંભવે કે નહિ એ વિશે કરેલી ચર્ચા (૩૩) તેમના જ શબ્દોમાં વાંચવા જેવી છે.* વિશિષ્ટ લખાણે શ્રીમદનાં લખાણોને હું ત્રણ ભાગમાં વહેંચી તેમાંથી નાની કે મોટી પણ કાંઈક વિશિષ્ટતા ધરાવતી કેટલીક કૃતિઓને અત્રે પરિચય આપવા ઈચ્છું છું. પહેલા વિભાગમાં હું એવી કૃતિઓને મૂકું છું કે જે ગદ્ય હોય કે પદ્ય પણ જેની રચના શ્રીમદે એક સ્વતંત્ર કે અનુવાદાત્મક કૃતિ તરીકે જ કરી હોય. બીજા વિભાગમાં તેમનાં એવાં લખાણો લઉં છું કે જે કઈ જિજ્ઞાસુને તેના પ્રશ્નોના ઉત્તરમાં અગર અન્ય પ્રસંગથી લખાયેલાં હોય. ત્રીજા વિભાગમાં એવાં લખાણે આવે છે કે જે આપમેળે ચિંતન કરતાં સેંધરૂપે લખાયાં હોય અગર તેમના ઉપદેશમાંથી જમ્યાં હેય. હવે પહેલા વિભાગની કૃતિઓ લઈએ. (૧) “પુષ્પમાળા” આ તેમની ઉપલબ્ધ કૃતિઓમાંથી સર્વપ્રથમ છે. તે કેઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દૃષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુથી ગૂંથાયેલી અને કઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત પાઠય અને ચિંત્ય છે. આની વિશિષ્ટતા છે કે બીજી રીતે પણ છે, છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તે એ છે કે તે સેળ વર્ષની ઉમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કૃતિ વિશે મને એક જ વાક્ય કહેલું, જે તેની વિશેષતા વાતે પૂરતું છે. તે વાક્ય એ કે, “અરે, એ “પુષ્પમાળા” તે પુનર્જન્મની સાક્ષી છે.” મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તે હેય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે સામાન્ય નીતિની જરૂર હોય જ છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ વાસ્તે “પુષ્પમાળા” રચ્યા પછી શ્રીમદને અંતમુખ અધિકારીઓ વાસ્તે કાંઈક વિશિષ્ટ લખવાની પ્રેરણા થઈ હોય એમ * જુઓ આ ગ્રંથ પાન ૧૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28