Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249240/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર' –એક સમાલોચના | [૧૮] વવાણિયા, મોરબી અને રાજકોટ વગેરેમાં જ્યાં શ્રીમદનું આવવાજવા અને રહેવાનું વિશેષ થતું, એ સ્થાને મારા જન્મસ્થાન અને રહેઠાણથી કાંઈ વિશેષ દૂર ન ગણાય. તેમ છતાં, એ સ્થાની વાત બાજુએ મૂકે અને છેલ્લે છેલ્લે વિ. સં. ૧૯૫૬માં તેઓ વઢવાણ કેમ્પમાં રહેલા તે સ્થાન તો મારા રહેઠાણુથી માત્ર એક કલાકને રસ્તે જ છે. એટલું જ નહિ, પણ મારા કુટુંબીઓની દુકાન અને મારા ભાઈ. પિતા વગેરેનું રહેવાનું વઢવાણ કેમ્પમાં હેવાથી, મારે વાતે એ સ્થાન સુગમ જ નહિ પણ વાસસ્થાન જેવું હતું, તે વખતે મારી ઉમર પણ લગભગ એગણુસ વર્ષની હોઈ અપકવ ન જ ગણાય. નેત્ર ગયા પછીનાં ત્યાર સુધીનાં ત્રણ વર્ષમાં સાંપ્રદાયિક ધર્મશાસ્ત્રના થોડાક પણ તીવ્ર રસપૂર્વક અભ્યાસથી તે વખતે મારામાં જિજ્ઞાસા તે ઉત્કટ જાગેલી એમ મને યાદ છે. મારે તે વખતને બધે સમય શાસ્ત્રશ્રવણ અને સગવડ મળી તે શાસ્ત્ર પી જવામાં જ જ. આમ હોવા છતાં હું તે વખતે એક પણુ વાર શ્રીમદને કેમ પ્રત્યક્ષ મળી ન શક્યો એને વિચાર પહેલાં પણ મને ઘણું વાર આવ્યો છે અને આજે પણ આવે છે. એનો ખુલાસે મને એક જ રીતે થાય છે અને તે એ કે ધાર્મિક વાડાવૃત્તિ સત્યશોધ અને નવીન પ્રસ્થાનમાં ભારે બાધક નીવડે છે. કુટુંબ, સમાજ અને તે વખતના મારા કુલધર્મગુરુઓના સાંકડા માનસને લીધે જ મારામાં એવા ગ્ય પુરુષને મળવાની કલ્પના જ તે વખતે જન્મવા ન પામી કે સાહસવૃત્તિ જ ન પ્રગટી. જેમની વચ્ચે મારે બધો વખત પસાર થતે તે સ્થાનકવાસી સાધુઓ અને આર્યાએ તેમ જ કોઈ વાર તેમના ઉપાસકેના મોઢેથી તે વખતે શ્રીમદ વિશે તુચ્છ અભિપ્રાય જ સાંભળતા. તેથી મને મન ઉપર તે વખતે એટલે સંસ્કાર વગર વિચાર્યું પડેલું કે રાજચંદ્ર નામને કેઈ ગૃહસ્થ છે, જે બુદ્ધિશાળી તો છે પણ મહાવીરની પેઠે પિતાને તીર્થંકર મનાવી પિતાના ભક્તોને ચરણેમાં નમાવે છે અને બીજા કોઈને ધર્મગુરુ કે સાધુ માનવા ના પાડે છે, ઈત્યાદિ. મારે કબૂલ કરવું જોઈએ કે જે તે વખતે મારું મન જાગ્રત હોત તો તે આ મૂઢ સંસ્કારની પરીક્ષા ખાતર પણ Page #2 -------------------------------------------------------------------------- ________________ •૭૬૪ ] દર્શન અને પંચતન કુતૂહલષ્ટિથી એક વાર શ્રીમદ પાસે જવા મને પ્રેરત. અસ્તુ, ગમે તેમ હા, પણ અહીં મુખ્ય વક્તવ્ય એ છે કે લગભગ બધી સગવડ છતાં હું શ્રીમદને પ્રત્યક્ષ મળી ન શક્યો, એટલે તેમના પ્રત્યક્ષ પરિચયથી તેમને વિશે કાંઈ પણ કહેવાના મારા અધિકાર નથી. તે વખતે પ્રત્યક્ષ પરિચય સિવાય પણ શ્રીમને વિશે કાંઈક યા જાણકારી મેળવવી એ ભારે અઘરું હતુ, અને કદાચ ધણા વાસ્તે હજી પણ એ અધરુ જ છે. એ તદ્દન સામસામેના છેડાઓ ત્યારે વર્તતા અને હજી પણ વર્તે છે. જે તેમના વિરાધી છે તેમને, વાંચ્યા, વિચાર્યો અને પરીક્ષણ કર્યો' સિવાય, સાંપ્રદાયિક એવા એકાંત વિચાર અધાયેલા છે કે શ્રીમદ પોતે જ ધર્મગુરુ અની ધર્મોંમત પ્રવર્તાવવા ચાહતા, સાધુ કે મુનિએને ન માનતા, ક્રિયાના ઉચ્છેદ કરતા અને ત્રણે જૈન ફિરકાને અંત આણવા ઈચ્છતા, ઈત્યાદિ. જેઓ તેમના અકાન્તિક ઉપાસક છે, તેમાંના મેટાભાગને શ્રીમદનાં લખાણોને વિશેષ પરિચય હાવા છતાં અને કેટલાકને શ્રીમદના સાક્ષાત્ પરિચયને લાભ મળેલા હોવા છતાં, તેમને પણ શ્રીમદ વિશે અધભક્તિજનિત અકાન્તિક અભિપ્રાય એવા રૂઢ થયેલા મે જોયા છે કે શ્રીમદ એટલે સર્વસ્વ અને શ્રીમદ્રાજચંદ્ર' વાંચ્યું. એટલે સધળું આવી ગયું. આ આ બન્ને છેડાના નામપૂર્વક દાખલા હું જાણીને જ નથી ટાંકતે આ અેક જ સંકુચિત પરિસ્થિતિ ઓછાવત્તા પ્રમાણમાં હજી સુધી ચાલી આવે છે. છતાં, છેલ્લાં લગભગ વીસ વર્ષમાં આ વિશે પણ એક નવા યુગ પ્રવર્તો છે. * જ્યારથી પૂ. ગાંધીજીએ હિન્દુસ્તાનમાં વસવાટ વાસ્તે પગ મૂક્યો, ત્યારથી એક યા બીજે પ્રસંગે તેમને માઢેથી શ્રીમદ વિશે કાંઈ ને કાંઈ ઉદ્ગારા નીકળવા જ લાગ્યા અને જડ જેવા જિજ્ઞાસુને પણ એમ સવાલ થવા લાગ્યા કે જેને વિશે સત્યપ્રિય ગાંધીજી કાંઈક કહે છે તે વ્યક્તિ સાધારણ તો નહિ જ હોય. આ રીતે ગાંધીજીના કથનનિત આંધ્રલનથી ઘણાએતે વિશે એક જિજ્ઞાસાની લહેર જન્મી. બીજી બાજુ શ્રીમદ્રાજચંદ્ર' છપાયેલું હતું જ. તેની ખીજી આવૃત્તિ પણ ગાંધીજીની ટૂંક પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થઈ, અને એના વાચનપ્રસાર વધવા લાગ્યા. શ્રીમદના એકાન્તિક ભક્ત નહિ એવા જૈન જૈનેતર તટસ્થ અભ્યાસી અને વિદ્વાન દ્વારા પણ શ્રીમદ્દ વિશે યથાર્થતાની દિશામાં પ્રકાશ નાખે એવાં ભાષણા થયાં. પરિણામે એક નાનકડા તટસ્થ વર્ગમાં શ્રીમદ વિશે યથા < Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાચંદ્ર’એક સમાવે ચના [ ૬૬૫ * જાણવાની પ્રબળ જિજ્ઞાસા જન્મા, અને તે વર્ગો પોતે જ શ્રીમદ્રાચંદ્ર ' પુસ્તક વાંચી એ જિજ્ઞાસા શમાવવા લાગ્યો છે. આ વર્ગમાં માત્ર કુળજા જ નથી આવતા, એમાં ખાસે જૈનેતર ભાગ છે, અને તેમાં પણ માટે ભાગે આધુનિક શિક્ષાપ્રાપ્તેય છે. 6 : . મારી પોતાની બાબતમાં એમ થયું કે જ્યારે શરૂઆતમાં હું એક સાંપ્રદાયિક જૈન પાઠશાળામાં રહી કાશીમાં ભણુતા, ત્યારે એક વાર રા. ભીમજી હરજીવન ‘સુશીલ ’શ્રીમદનાં લખાણા ( કદાચ ‘ શ્રીમદ્રાજચંદ્ર જ) મને સભળાવવા મારી કોટડીમાં આવ્યા. દરમ્યાન ત્યાં તે વખતે વિરાજતા. અને અત્યારે પણ વિત-એ દુર્વાસા હેિ, ખરી રીતે સુવાસા જ અચાનક પધાર્યાં, અને થોડીક ભાઈ સુશીલની ખખર લઈ મતે એ વાચનની નિરર્થકતાના ઉપદેશ આપ્યા. ત્યાર પછી . સ. ૧૯૨૧ ના પ્રારંભ કાળમાં જ્યારે હું અમદાવાદ પુરાતત્ત્વમંદિરમાં આવ્યા, ત્યારે શ્રીમદની જયંતી પ્રસંગે કાંઈક ખેલવાનું કહેવામાં આવતાં મે’ એક દિવસ ઉપવાસપૂર્વક • શ્રીમદ્રાજચંદ્ર' પુસ્તક આદરપૂર્વક જોઈ લીધું. પણ એ અવલોકન માત્ર એકાદ દિવસનું હતું, એટલે ઊડતું જ કહી શકાય. છતાં એટલા વાચનને પરિણામે મારા મનમાં જાણ્યે-અજાણ્યે પડેલા પ્રથમના બધા જ વિપરીત સંસ્કાર ક્ષણમાત્રમાં વિલય પામી ગયા; અને સર્વ દાને એક વ્યાપક સિદ્ધાંત છે કે ગમે તેટલા કાળનુ પાપ કે અજ્ઞાનઅધકાર શુદ્ધિના તેમ જ જ્ઞાનના એક જ કિરણથી ક્ષણમાત્રમાં એસરી જાય છે, તે અનુભવ્યા. ત્યાર પછી ઈ. સ. ૧૯૩૨ સુધીમાં બે-ચાર વાર આવી જયંતી પ્રસંગે ખેલવાના અવસર આવ્યો, પણ મને એ પુસ્તક વાંચવા અને વિશેષ વિચારવાને સમય જ ન મળ્યો, અગર મે' ન મેળવ્યે. આ વખતે ભાઈ ગેપાલદાસનું પ્રસ્તુત જયંતી પ્રસંગે કાંઈક લખી મોકલવા સ્નિગ્ધ આમંત્રણ આવ્યું. બીજા પણ કારણા કાંઈક હતાં જ. તેમાં જિજ્ઞાસા એ મુખ્ય. તેથી પ્રેરાઈ આ વખતે મેં શ્રીમદ્રાજચંદ્ર” કાંઈક નિરાંતે પણ વિશેષ આદર અને તટસ્થભાવે લગભગ આખું સાંભળ્યું, અને સાથે જ ટ્રક નાંધા કરતા ગયા. એ વિશે બહુ લાંબુ લખવાની શક્યતા છતાં જોઈ તા અવકાશ નથી; તૈય પ્રસ્તુત નિબંધમાં એટલું તે નહિ ટૂંકાવું કે મારું મુખ્ય વક્તવ્ય રહી જાય અગર અસ્પષ્ટ રહે. આ કે તે કાઈ પણ એક પક્ષ તરફ ન ઢળતાં શ્રીમદ્રાજચંદ્ર’માંનાં લખાણાને જ તટસ્થભાવે વિચારી, એમના વિશે બધાયેલ અભિપ્રાય અમુક મુદ્દા નીચે લખવા ધારુ' હુ. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] આધ્યાત્મિકતા આધ્યાત્મિક્તા શ્રીમદમાં જરૂપે જન્મસિદ્ધ હતી. આધ્યાત્મિકતા એટલે મુખ્યપણે આત્મચિંતન અને આત્મગામી પ્રવૃત્તિ. એમાં નિરીક્ષણ અને તેને લીધે દેાનિવારણની તેમ જ ગુણુ. પોષવાની વૃત્તિના જ સમાવેશ થાય છે. આધ્યાત્મિક વૃત્તિમાં દ્વેષદર્શન હોય તેા મુખ્યપણે અને પ્રથમ પાતાનું જ હોય છે અને ખીજા તરફ્ પ્રધાનપણે ગુદૃષ્ટિ જ હોય છે. આખુ · શ્રીમદ્રાજચંદ્ર ' પુસ્તક વાંચી જઈએ તે આપણા ઉપર પહેલી જ પ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. પુષ્પમાળા'થી માંડી અંતિમ સંદેશ સુધીનું કાઈ પણ લખાણ લે અને તપાસે તે એક જ વસ્તુ જણાશે કે તેમણે ધર્મકથા અને આત્મકથા સિવાય બીજી કથા કરી નથી. ત્યારે તે જુવાનીમાં પ્રવેશ કરે છે, ગૃહસ્થાશ્રમ માંડે છે અને અÜપાનના ક્ષેત્રમાં ઊતરે છે, ત્યારે પણ તેમના જીવનમાંથી આપણે આધ્યાત્મિક વૃત્તિ જોઈ શકીએ છીએ. કામ અને અર્થના સંસ્કારે તેમને પોતા તરફ્ પરાણે જ ખેંચ્યા અને સહજવૃત્ત તો તેમની ધર્મ પ્રત્યે જ હતી એ ભાન આપણને તેમનાં લખાણો ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે એ જોઈ એ કે આ ધમ બીજ કઈ રીતે તેમનામાં વિકસે છે. દર્શન અને ચિંતન ' ખાવીસમા વર્ષને અંતે તેમણે જે નિખાલસ ટૂંકું આત્મસ્મૃતિનું ચિત્રણ કર્યું" છે, તે ઉપરથી અને પુષ્પમાળા’ તેમ જ તે પછીની ‘· કાળ ન મૂકે કાઈ ને' અને ધર્મ વિશે' એ એ કવિતાઓમાં આવતા કેટલાક સાંપ્રદાયિક શબ્દો ઉપરથી એમ ચોખ્ખુ લાગે છે કે તેમનો આધ્યાત્મિક સંસ્કાર પરંપરાગત વૈષ્ણવ ભાવનાને આશરે પાષાયા હતા; અને નાની જ ઉંમરમાં એ સંસ્કારે જે ખમા વેગે વિકાસ સાધ્યા, તે સ્થાનકવાસી જૈન પરંપરાના આશ્રયને લીધે. એ પરપરાએ એમનામાં યા અને અહિંસાની વૃત્તિ પાપવામાં સવિશેષ કાળા આપ્યા લાગે છે. જોકે તેમને ખાળ અને કુમાર જીવનમાં માત્ર સ્થાનકવાસી જૈન પર પરાના જ પરિચય હતા, તોપણ ઉમર વધવા સાથે જેમ જેમ તેમનું ભ્રમણ અને પરિચયનુ ક્ષેત્ર વધતું ગયું, તેમ તેમ તેમને અનુક્રમે મૂર્તિ પૂજક શ્વેતાંબર અને પછી દિગંબર એ એ જૈન પરંપરાના પણ પરિચય થયા, અને તે પરિચય વધારે પોષાય. વૈષ્ણવ સંસ્કારમાં જન્મી ઊછરેલી અને સ્થાનકવાસી પર પરાથી સવિશેષ આશ્રય પામેલી તેમની આધ્યાત્મિકતા આપણે જૈન પરિભાષામાં વાંચીએ છીએ. તત્ત્વરૂપે આધ્યાત્મિકતા એક જ હાય છે, પછી તે ગમે તે જાતિ કે ગમે તે પ્થમાં જન્મેલ પુરુષમાં વતી હાય. ફક્ત એને વ્યક્ત કરનાર વાણી જુદી જુદી હાય છે. આધ્યાત્મિક Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર-એક સમાલોચના [ ક૬૭ મુસલમાન, ક્રિશ્ચિયન કે હિન્દુ જે સાચે જ આધ્યાત્મિક હોય, તે તેની ભાષા અને શૈલી ભિન્ન ભિન્ન હોવા છતાં તેમાં આધ્યાત્મિકતા ભિન્ન હેતી નથી. શ્રીમદની આધ્યાત્મિકતાને મુખ્ય પિષણ જૈન પરંપરામાંથી મળ્યું છે અને એ અનેક રીતે જૈન પરિભાષા દ્વારા જ તેમના પત્રમાં વ્યક્ત થઈ છે. એટલી વસ્તુ તેમને વ્યાવહારિક ધર્મ સમજવા ખાતર ધ્યાનમાં રાખવી ઘટે છે. અહીં એક પ્રશ્ન થાય છે અને તે એ કે અમદાવાદ, મુંબઈ જેવાં જાહેર હિલચાલનાં સ્થળમાં રહ્યા પછી તેમ જ તે વખતે ચોમેર ચાલતી સુધારાની પ્રવૃત્તિથી પરિચિત થયા પછી અને એક અથવા બીજી રીતે કાંઈક દેશચર્ચાની નજીક હોવા છતાં તેમના જેવા ચકોરને સામાજિક કાઈ પણ સુધારા વિશે કે દેશપ્રવૃત્તિ વિશે વિચાર આવ્યો હશે કે નહિ ? અને આવ્યું હોય તે એમણે એ વિશે જે નિર્ણય બાંધે હશે ? જે કાંઈ પણ વિચાર્યું હોય કે નિર્ણય બાંધ્યું હોય તે તેમનાં લખાણોમાં એ વિશે ક્યાંય સ્પષ્ટ નિર્દેશ કેમ નથી જણાતે ટંકારામાં જન્મેલ બ્રાહ્મણ મૂળશંકરને ધર્મભાવના સાથે જ સમાજસુધારા અને રાષ્ટ્રકલ્યાણની ભાવના હુરે, જ્યારે એ જ ટંકારાની પાસેના વાણિયામાં જન્મેલ તીણપ્રજ્ઞ વૈશ્ય રાજચંદ્રને જાણે એ ભાવના સ્પર્શ જ નથી કરતી અને માત્ર અંતર્મુખી આધ્યાત્મિકતા જ એમને વ્યાપે છે, એનું શું કારણ? સામાજિક કે રાષ્ટ્રીય કે બીજી કોઈ બાહ્ય પ્રવૃત્તિ સાથે સાચી આધ્યાત્મિકતાને લેશ પણ વિરોધ હેત જ નથી એ વસ્તુ જે ગાંધીજીએ જીવનથી બતાવી, તે તેમના જ શ્રદ્ધેય અને ધર્મનેહી પ્રતિભાશાળી રાજચંદ્રને એ વસ્તુ કાં ન સૂઝી. એ એક ગંભીર પ્રશ્ન છે. એનો ઉત્તર કાંઈક તે એમના જ મારું હાડ ગરીબ હતું” એ શબ્દોમાં તરવરતી પ્રકૃતિમાંથી મળી જાય છે અને કાંઈક એમના વાંચન-ચિંતનના સાહિત્યની યાદી ઉપરથી અને કાંઈક એમના અતિમર્યાદિત પરિચય અને ભ્રમણક્ષેત્રમાંથી મળી જાય છે. એમના સ્વભાવમાં આત્મલક્ષી નિવૃત્તિનું તત્ત્વ મુખ્ય જણાય છે. તેથી એમણે બીજા પ્રસેને કદાચ જાણીને જ સ્પસ્યું નથી. એમણે જે સાહિત્ય, જે શાસ્ત્રો વાંચ્યાં છે, અને જે દષ્ટિએ વિચાર્યા છે, તે જોતાં પણ એમનામાં પ્રવૃત્તિના સંસ્કારે પિષવાનો સંભવ જ નથી. શરૂઆતથી ઠેઠ સુધી તેમનું ભ્રમણ અને પરિચયક્ષેત્ર માત્ર વ્યાપારી પૂરતું રહ્યું છે. વ્યાપારીઓમાં પણ મુખ્યપણે જન. જેને જૈન સમાજના સાધુ કે ગૃહસ્થ વ્યાપારી વર્ગને પરિચય હશે તેને એ કહેવાની તે ભાગ્યે જ જરૂર રહે છે કે મૂળગામી જૈન પર પરામાંથી પ્રવૃત્તિનું–કર્મવેગનું—બળ મેળવવું કે સવિશેષ કેળવવું ભાગ્યે જ શક્ય છે. તેથી શ્રીમદના નિવૃત્તિગામી સ્વભાવને વ્યાપક પ્રવૃત્તિમાં વાળે એ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૦૬૮ ] દન અને ચિંતન કાઈ પ્રબળ વેગ તેમની ખાદ્ય પરિસ્થિતિમાંથી પ્રગટે એવે ભાગ્યે જ સભવ હતા. તત્ત્વજ્ઞાન શ્રીમદનું પોતાનુ જ કહી શકાય એવું કાંઈ પણ તત્ત્વજ્ઞાન તેમનાં લખાણેમાં નથી. તેમના જીવનમાં ભારતીય ઋષિઓએ ચિંતવેલું જ તત્ત્વજ્ઞાન સક્રમે છે. તેમાંય તેમના પ્રાથમિક જીવનમાં જે થોડાક વૈદિક કે વૈષ્ણવ તત્ત્વજ્ઞાનના સકારા હતા, તે ક્રમે સમૂળગા ખરી જઈ તેનું સ્થાન જૈન તત્ત્વજ્ઞાન લે છે; અને તે એમના વિચાર તેમ જ જીવનમાં એટલું બધું એતપ્રેત થઈ જાય છે કે તેમનાં વાણી અને વ્યવહાર જૈનતત્ત્વજ્ઞાનનાં દર્પણ અની જાય છે. જીવ, અજીવ, મેક્ષ, તેના ઉપાય, સંસાર, તેનું કારણ, ક, કર્મોનાં વિવિધ સ્વરૂપે, આધ્યાત્મિક વિકાસક્રમ ગુણસ્થાન, નય ( એટલે કે વિચારણાનાં દૃષ્ટિબિન્દુએ ), અનેકાંત (સ્યાદ્વાદ : એટલે કે વસ્તુને સમગ્રપણે સ્પનાર દૃષ્ટિ ), જગતનું એકંદર સ્વરૂપ, સંશ્વર, તેનું એકત્વ કે અનેક, તેનુ વ્યાપકત્વ કે દેહપરિમિતત્વ, ઇત્યાદિ તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં આવતા અનેક મુદ્દાઓને તે અનેક વાર ચે છે; બલ્કે તેમનું સમગ્ર લખાણ જ માત્ર આવી ચર્ચાઓથી વ્યાપ્ત છે. એમાં આપણે અથથી ઇતિ સુધી જૈન દૃષ્ટિ જ જોઈએ છીએ. તેમણે એ બધા મુદ્દા પરત્વે ઊંડી અને વેધક ચર્ચા કરી છે, પણ તે માત્ર જૈન દૃષ્ટિને અવલબીને અને જૈન દૃષ્ટિનું પોષણ થાય એ રીતે જ કાઈ એક જૈન ધર્મગુરુ કરે તેમ. ફેર એટલે અવશ્ય છે કે ક્રમે ક્રમે તેમનાં ચિંતન અને વાચનના પ્રમાણમાં એ ચર્ચા કાઈ એક જૈન વાડાગત શાસ્ત્રમાં પરિમિત ન રહેતાં સમગ્ર જૈન શાસ્ત્રને સ્પર્શી ચાલે છે, એમના અંતરાત્મામાં જૈન તત્ત્વજ્ઞાનને સંસ્કાર એટલે સુધી પાષાયેલા છે કે તેએ પ્રસંગ આવતાં સરખામણીમાં વૈદિક આદિ તત્ત્વજ્ઞાનોને પોતાની સમજ મુજ્બ નિખાલસપણે ‘ અધૂરાં ' દર્શાવે છે. એમનાં લખાણો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે એમણે વેદાનુગામી કેટલાંક દર્શન સબંધી પુસ્તકા વાંચેલાં છે. તેમ છતાં અત્યાર લગી મારા ઉપર એવી છાપ પડી છે કે વૈદિક કે બૌદ્ધ દનાનાં મૂળ પુસ્તક વાંચવાની તેમને સુગમતા સાંપડી નથી. પ્રમાણમાં જેટલું મૌલિક અને ઉત્તરવતી જૈન સાહિત્ય તેમણે વાંચ્યું અને વિચાયુ" છે, તેથી બહુ જ એહુ ખીજા' બધાં દશ નાનુ મળી એમણે વાંચ્યું–વિચાર્યું છે. સ્વતંત્ર ઐતિહાસિક દૃષ્ટિએ નહિ, પણ મુખ્ય પણે જૈન પરંપરામાં ચાલી આવતી માન્યતા પ્રમાણે જૈનદર્શન અને ખીજા ભારતીય દર્શનને સબંધ એમણે વિચાર્યો છે. તેથી જ તે એક સ્થળે જૈનેતર દનેને હિંસા અને રાગદ્વેષનાં પાત્રક કહે છે. જે તેમને ખીજા Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્વાજચંદ્ર’–એક સમાલોચના દર્શનના મૂળ સાહિત્યને ગંભીરપણે વાચવા અને વિચારવાની શાંત તક મળી હેત તે તેઓ પૂર્વમીમાંસા સિવાયનાં જૈનેતર દર્શને વિશે આવું વિધાન કરતાં જરૂર ખચકાત. તેમની નિષ્પક્ષ અને તીવ્ર પ્રજ્ઞા સાંખ્ય-ગદશનમાં, સાકર વેદાન્તમાં, બૌદ્ધ વિચારસરણીમાં જૈન પરંપરા જેટલો જ રાગદ્વેષ અને હિંસાવિરોધી ભાવ સ્પષ્ટ જોઈ શકત. વધારે તે શું, પણ તેમની સરલ પ્રકૃતિ અને પટુ બુદ્ધિ ન્યાય-વૈશેષિકસૂત્રનાં ભાષ્યોમાં પણ વીતરાગભાવની–નિવર્તક ધર્મની જ પુષ્ટિ ક્રમ શબ્દશઃ જોઈ શકત; અને એમ થયું હેત તે તેઓની મધ્યસ્થતા, જેન પરંપરાના અન્ય દર્શને વિશેના પ્રચલિત વિધાનની બાબતમાં આવી ભૂલ થતાં રોકત. એક બાજુ જૈન તત્વજ્ઞાનના કર્મ, ગુણસ્થાન અને નવ તત્વ આદિ વિષને મૌલિક અભ્યાસ કરવાની અને તેનું જ ચિંતન, પ્રતિપાદન કરવાની એમને તક સાંપડી, અને બીજી બાજુ એ જૈનેતર દર્શનેનાં મૂળ પુસ્તકે સ્વયં સાંગોપાંગ જોવાની અગર તે જોઈએ તેટલી છૂટથી વિચારવાની તક ન મળી. નહિ તે તેમની ગુણગ્રાહક દષ્ટિ, સમન્વયશક્તિ એ બધાં દર્શનના તુલનાત્મક ચિંતનમાંથી તેમને હાથે એક નવું જ પ્રસ્થાન શરૂ કરાવત. એમાં ન થયું હોત તો પણ તેમને વેદાંતના માયાવાદ કે સાંખ્ય–ગના અસંગ અને પ્રકૃતિવાદમાં જે ઊણપ દેખાઈ છે, તે ઊણપ તે રીતે તે ન જ દેખાત અને ન જ દર્શાવાત. શારજ્ઞાન અને સાહિત્યાવલોકન શ્રીમદને સ્વભાવ જ ચિંતન અને મનનશીલ હતા. એમનું એ ચિંતન પણ આત્મલક્ષી જ હતું. તેથી બાહ્યલક્ષી સાહિત્ય, જેવું કે વાર્તા, નવલકથા, નાટક, કાવ્ય, પ્રવાસવર્ણન આદિ, તરફ તેમની રસવૃતિ સ્વાભાવિક રીતે જ રહેલી લાગતી નથી. એમણે એવું સાહિત્ય વાંચવામાં મનેયોગ આપે હોય કે સમય ગાળ્યો હોય એમ તેમનાં લખાણો જોતાં લાગતું નથી. છતાં તેમના હાથમાં છૂટું છવાયું એવું કાંઈ સાહિત્ય પડી ગયું હશે, તે પણ એનો ઉપયોગ એમણે તો પિતાની તત્વચિંતક દષ્ટિએ જ કરેલો હોવો જોઈએ. એમની જિજ્ઞાસા અને નવું નવું જાણી તે પર વિચાર કરવાની સહજ વૃત્તિ બેહદ હતી. એ વૃત્તિ અન્ય સાહિત્ય તરફ ન વળતાં માત્ર શાસ્ત્ર તરફ જ વળેલી લાગે છે. - વિદુરનીતિ, વૈરાગ્યશતક, ભાગવત, પ્રવીણસાગર, પંચીકરણ, દાસબોધ, શિક્ષાપત્રી, પ્રધશતક, મહમુદ્ગર, મણિરત્નમાલા, વિચારસાગર, યોગવાસિક, ૪૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ ] દર્શન અને ચિંતન બુદ્ધચરિત આદિ તેમણે લખાણમાં નિર્દેશેલાં અને બીજા કેટલાંક નામપૂર્વક નહિ નિર્દેશેલ છતાં તેમનાં લખાણના ભાવ ઉપરથી સ્પષ્ટ સૂચિત થતાં જેનેતર શાસ્ત્રીય પુસ્તકો તેમણે એકાગ્રતા અને તીક્ષ્ણ દૃષ્ટિથી વાંચ્યાં છે ખરાં, પણ એકંદર તેમણે જૈન શાસ્ત્રો જ મેટા પ્રમાણમાં વાંચ્યાં છે. તેમાંના ઝીણા ઝીણા તાત્ત્વિક અને આચાર વિષયક મુદ્દાઓ ઉપર તેમણે અનેક વાર ગંભીર વિચારણા કરી છે, એ વિશે એકથી વધારે વાર લખ્યું છે, અને એમણે એ વિશે જ હાલતાં ને ચાલતાં ઉપદેશ આપ્યો છે. આ દૃષ્ટિએ એમનાં લખાણ વાંચતાં એવું વિધાન ફલિત થાય છે કે જોકે બીજાઓમાં હોય છે તેવી તેમનામાં સંકુચિત ખંડનમંડનવૃત્તિ, કદાગ્રહ કે વિજયલાલસા ન હતાં, છતાં તેમણે વાંચેલું જૈનેતર સમગ્ર મૃત જૈન શ્રત અને જૈન ભાવનાના પરિપષણમાં જ તેમને પરિણમ્યું હતું. ભારતીય દર્શનેમાં વેદાંત (ઉત્તરમીમાંસા) અને તે પણ શાંકરમતાનસાર, તેમ જ સાંખ્ય એ બે દર્શનનાં મૂળ તો તેમને પરિચય કાંઈક ઠીક હતું એમ લાગે છે. એ સિવાયનાં અન્ય વૈદિક દર્શને કે બૌદ્ધ દર્શન વિશે તેમને જે કાંઈ માહિતી મળી, તે તે દર્શનના મૂળ ગ્રન્થ ઉપરથી નહિ, પણ આચાર્ય હરિભદ્રના વદર્શનસમુચ્ચય, ધર્મસંગ્રહણું આદિ તથા આચાર્ય સિદ્ધસેનના મૂળ સન્મતિ આદિ જેવા જૈન ગ્રંથ દ્વારા જ મળી હોય એમ લાગે છે. તેમના જૈન શાસ્ત્રજ્ઞાનની શરૂઆત પણ સ્થાનક્વાસી પરંપરામાંથી જ થાય છે. એ પરંપરાનું સાહિત્ય બાકીની બે પરંપરા કરતાં—ખાસ કરી મૂર્તિપૂજક શ્વેતાંબર પરંપરા કરતાં બહુ જ ઓછું અને મર્યાદિત છે. કડા નામનાં તાત્વિક વિષેનાં ગુજરાતી ભાષાબદ્ધ પ્રકરણ, મૂળ પ્રાકૃત કેટલાંક આગમે અને તેના બાઓએ જ એ પરંપરાનું મુખ્ય સાહિત્ય છે. શ્રીમદે બહુ જ થોડા વખતમાં એ શાસ્ત્રો બધાં નહિ તે એમાંનાં મુખ્ય મુખ્ય જોઈ તેનું હાર્દ સ્પશી લીધું, પણ એટલાથી તેમની ચવતી થવા જેટલી મહત્વાકાંક્ષા કાંઈ શમે અગર ભૂખ ભાંગે એમ ન હતું. તેઓ જેમ જેમ જન્મભૂમિ બહાર જતા ગયા અને ગગનચુંબી જૈન મંદિરના શિખરે જેવા સાથે મોટા મોટા પુસ્તક ભંડારે વિશે સાંભળતા ગયા તેમ તેમ તેમની વૃત્તિ શાસ્ત્રધન તરફ વળી. અમદાવાદ પહોંચ્યા ત્યાં એમને ખૂબ જ નવ નવ શાસ્ત્રો જેવા– જાણવા મળ્યાં. પછી તે, એમ લાગે છે કે, તેમની વિવેચકશક્તિ અને ગંભીર ધાર્મિક સ્વભાવને લીધે તરફથી આકર્ષણ વધ્યું અને અનેક દિશાઓમાંથી તેમને સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકે મળવા લાગ્યા. આ રીતે શ્વેતાંબે Page #9 -------------------------------------------------------------------------- ________________ : શ્રીમદ્રાજચંદ્ર ’– એક સમાલાચના [ ૭૭ રીય સાહિત્યના પરિચય હિર`ગ અને અંતરગ અને રીતે વચ્ચે જ જા હતા, તેટલામાં મુંબઈ જેવા સ્થળેથી તેમને દિગબરીય શાસ્ત્રો જાણવા મળ્યાં. તેઓ જે વખતે જે વાંચતા, તે વખતે તેના ઉપર કાંઇક નોંધાથીમાં લખતા; અને તેમ નહિ તો છેવટે કેાઈ જિજ્ઞાસુ કે સ્નેહીને લખવાના પત્રમાં તેને નિર્દેશ કરતા. એમની નોંધપોથી સમગ્ર જ છે એમ ન કહી શકાય. વળી અધી જ નોંધપાથી કે બધા નિર્દેશક પત્રો પ્રાપ્ત થયા છે એમ પણ ન કહી શકાય, છતાં જે કાંઈ સાધન ઉપલબ્ધ છે તે ઉપરથી એટલું ચોક્કસપણે કહી શકાય એમ છે કે ત્રણે જૈન પર પરાના તાત્ત્વિક, પ્રધાન પ્રધાન ગ્રંથા એમણે વેધક દ્રષ્ટિથી સ્પી છે. કેટલાંક મૂળ સૂત્રેા, જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, વૈકાલિક, પ્રશ્નવ્યાકરણ, ઇત્યાદિ તે એ શબ્દ, ભાવ અને તાપમાં પી ગયા હતા, એમ લાગે છે. કેટલાક તર્ક પ્રધાન ગ્રંથે! પણ એમણે વાંચ્યા છે. વૈરાગ્યપ્રધાન અને કવિષયક સાહિત્ય તો એમની નસેનસમાં વ્યાપેલું હાય એમ લાગે છે. ગુજરાતી, હિન્દી, સ’સ્કૃત અને પ્રાકૃત એ ચાર ભાષામાં લખાયેલ શાસ્ત્રો એમણે વાંચેલાં લાગે છે. આશ્રય તો એ છે કે ગુજરાતી સિવાય એમણે બીજાઓની પેઠે સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓને વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી, છતાં તે તે ભાષાના વિશારદ પડિતા શાસ્ત્રના ભાવેને સ્પર્શે તેટલી જ યથા તાથી અને ઘણે સ્થળે તે તેથી પણ આગળ વધીને તેમણે એ ભાષાના શાસ્ત્રોના ભાવેને તાવ્યા છે; એટલું જ નહિ, પણ તે ભાવેને તેમણે ગદ્ય કે પદ્યમાં વ્યક્ત કર્યો છે; ઘણી વાર તે તે ભાવાનાં માર્મિક વિવેચના કર્યાં છે; એ વસ્તુ તેમની અસ્પર્શ પ્રત્તા સૂચવે છે. તે વખતે જૈન પર પરામાં મુયુગ નામના જ હતા. દિગબરીય શાસ્ત્રોએ તે કદાચ છાપખાનાના દરવાજો જોયા જ ન હતા. એ યુગમાં ધ્યાન, ચિતન, વ્યાપાર આદિની ખીજી બધી પ્રવ્રુત્તિ વચ્ચે વ્યાપક રીતે ત્રણે ફિરકાનું આટલું શાસ્ત્ર, ભાષા આદિની અધૂરી સગવડે, એના યથા ભાવમાં વાંચવું અને તે ઉપર આકર્ષીક રીતે લખવું, એ શ્રીમદની અસાધારણ વિશેષતા છે. એમના કાઇ ગુરુ ન હતા-હાત તો એમના કૃતન હાથ ઉલ્લેખ કરતાં ન ભૂલત છતાં એ એવા જિજ્ઞાસુ હતા કે નાનામેટા ગમે તે પાસેથી પોતાને જોઈતું મેળવી લેતા. એ યુગમાં ગુજરાતમાં, ખાસ કરી સ્મૃતિપૂજક અને સ્થાનકવાસી જૈન પરપરામાં, હિંગ અરીય સાહિત્યને પરિચય કરાવનાર, તે તરફ રસવૃત્તિ અને Page #10 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠર દર્શન અને ચિંતન આદરબુદ્ધિ ઉત્પન્ન કરાવનાર જે કઈ પ્રથમ વ્યક્તિ હોય તે તે શ્રીમદ જ છે. જોકે મુંબઈ જેવાં સ્થળામાં, જ્યાં તેમને દિગંબર મિત્રે વિશેષ મળવાને સંભવ હતું, ત્યાં તેમણે શ્વેતાંબર સાહિત્યને દિગંબર પરંપરાને પરિચય થાય અને એ તરફ તેઓની રસવૃતિ કેળવાય એ કાંઈ પ્રયત્ન અવશ્ય કરેલો હો જોઈએ; પણ સરખામણીમાં વેતાંબર પરંપરાએ દિગંબર પરંપરાના સાહિત્યને તે વખતથી આજ સુધીમાં જેટલું અપનાવ્યું છે, કદાચ તેને શતશે પણ દિગંબર પરંપરાએ શ્વેતાંબરીય સાહિત્ય અપનાવ્યું નથી. તેમ છતાં એકબીજાનાં શાસ્ત્રોનાં સાદર વાચન-ચિંતન દ્વારા ત્રણે ફિરકામાં એકતા ઉત્પન્ન કરવાનું અને બીજાની સમૃદ્ધિ દ્વારા પોતાની અપૂર્ણતા દૂર કરવાનું કામ આરંભવાનું શ્રેય તે શ્રીમદને જ છે–જે આગળ જતાં પરમકૃતપ્રભાવક મંડળરૂપે અપાશે મૂર્ત રૂપ ધારણ કરે છે. પ્રાણ મનુષ્ય ગમે તે પરિસ્થિતિમાંથી લાભ જ ઉઠાવી લે છે એ ન્યાયે, શ્રીમદને પ્રથમ સ્થાનકવાસી પરંપરા પ્રાપ્ત થઈ એ તેમના એક ખાસ લાભમાં જ પરિણમી અને તે એ કે, સ્થાનકવાસી પરંપરામાં પ્રચલિત એવો મૂળ આગમને અભ્યાસ એમને તદ્દન સુલભ થય–જેમ કદાચ શ્વેતાંબર પરંપરામાં ગૃહસ્થ માટે પ્રથમથી બનવું ઓછું સંભવિત છે અને તેની અસર એમના જીવનમાં અમીટ બની ગઈ. પાછળથી શ્વેતાંબર પરંપરાના પ્રચલિત સંસ્કૃતપ્રધાન અને તપ્રધાન ગ્રંથોના અવલોકને તેમની આંગભરુચિ અને આગમપ્રજ્ઞાને સવિશેષ પ્રકાશી. દિગંબરીય સાહિત્યના પરિચયે તેમની સહજ વૈરાગ્ય અને એકાંતવાસની વૃત્તિને કાંઈક વિશેષપણે ઉત્તેજી. જેમ જેમ તેમને શાસ્ત્રજ્ઞાન સંબંધી પરિચય અને વિકાસ વધતો ગયે, તેમ તેમ તેમનામાં પ્રથમથી યોગ્ય પરિચય અને માહિતીને અભાવે બંધાયેલા જે એકાંતિક સંસ્કારે હતા, જેમ કે પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય,” તે ખરી પડ્યા અને તેનું સ્થાન આધ્યાત્મિક વિકાસક્રમમાં ક્યાંક મૂર્તિપૂજાનું આલંબન પણ ઉપયોગી છે એ અનેકાંતદૃષ્ટિએ લીધું. ‘પદર્શન જિન અંગ ભણી’એ પ્રસિદ્ધ અને સમન્વયગામી આનંદધનજીની કડીની ભાવના જૈન પરંપરામાં તકેયુગથી વિશેષ પ્રતિષ્ઠિત થયેલી છે. એ ભાવનાનું વિશ્લેષણ અને પરીક્ષણ કેવળ જૈન શાસ્ત્રોને જ નહિ, પણ તે તે દર્શનોના મૂળ ગ્રંથને તેના ગ્ય રૂપમાં અને મધ્યસ્થ દષ્ટિએ અભ્યાસ માગે છે. આ ભાવનાનો વારસો શ્રીમદમાં હતું, જે તેમણે સ્પષ્ટ વ્યકત કર્યો છે. પરંતુ આ સિવાય કેવળ ત્રણ જૈન ફિરકાઓને જ અંગે એક બીજી ભાવના Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રીમદ્રાજચંદ્ર’—એક માતાના [993 વિચારમાં આવે છે, અને તે એ કે શ્વેતાંબર પરપરામાં બાકીની બન્ને પર પરાએ પૂર્ણપણે સમાઈ જાય છે; જ્યારે સ્થાનકવાસી કે દિગબર અન્તમાંથી એક પરંપરામાં શ્વેતાંબર પરંપરા પૂર્ણપણે સમાતી નથીં. આ ભાવના શ્રીમદને અધી પર પરાઓના નિષ્પક્ષ શાસ્ત્રજ્ઞાનને પરિણામે સ્પષ્ટ થયેલી તેમનાં લખાણા ઉપરથી જોઈ શકાય છે, કારણ તેઓ પોતાના સ્નેહીઓને દિગબરીય શાસ્ત્રો વાંચવાની સાદર ભલામણ કરતાં કહે છે કે તેમાં જે નગ્નત્વના એકાંત છે તે ઉપર ધ્યાન ન આપવું. એ જ રીતે સ્થાનકવાસી પર'પરાની આગમાના ચિત્ મનમાન્યા અર્થ કાઢવાની પ્રણાલી સામે પણ તે વિરાધ દર્શાવે છે; જ્યારે શ્વેતાંબર શાસ્ત્રીય પરપરાના આચાર કે વિચાર સામે તેમણે એક પણ સ્થાને વિરોધ દર્શાવ્યે હોય કે તેમાં જૈન દૃષ્ટિએ કાંઈ ઊણપ બતાવી હાય, તેવું એમનાં લખાણો વાંચતાં અત્યાર લગી મારા ધ્યાનમાં આવ્યું નથી. મારે પોતાના અંગત અભ્યાસ પણ એ જ મત ઉપર સ્થિર થયા છે કે શ્વેતાંબરીય શાસ્ત્રોની આચારવિચારપર પરા એટલી બધી વ્યાપક અને અધિકારભેદે અનેકાંગી છે કે તેમાં ખાકીની બન્ને પર પર પૂર્ણ પણે એમના સ્થાને ગેાઠવાઈ જાય છે. કવિત્વ શ્રીમદ માત્ર ગદ્યના જ લેખક નથી; તેઓએ કવિતાઓ પણ રચી છે. તેમને તે વખતે ધૃણા જૈને કવિ' નામથી જ ઓળખાતા, અને કેટલાક તો તેમના અનુગામી ગણતે કવિસ ંપ્રદાય તરીકે જ ઓળખાવતા. જોકે તેઓ કાઈ મહાન કવિ ન હતા કે તેમણે કાઈ મહાન ફાળ નથી લખ્યું, છતાં તેમની કવિતાએ જોતાં એમ લાગે છે કે કવિતનું ખીજવસ્તુપ અને પ્રતિભા તથા અભિવ્યક્તિસામર્થ્ય —તેમનામાં હતું. તેમની કવિતા અન્ય ગદ્ય લખાણાની પેઠે આધ્યાત્મિક વિષયરપી જ છે. તેમના પ્રિય છંદો દલપત, શામળભટ્ટ આદિના અભ્યસ્ત છંદ્યમાંના જ છે. તેમની કવિતાભાષા પ્રવાહ છે. સહજભાવે સરલતાથી પ્રતિપાદ્ય વિષયને ખેળામાં લઈ એ પ્રવાહ કાંક જોસભેર તેા કાંક ચિંતનસુલભ ગંભીર વહ્યું જાય છે. સોળ વર્ષ પહેલાંની ઉંમરમાં રચાયેલ કવિતાએ સ્વાભાવિક રીતે જ શબ્દપ્રધાન અને શાબ્દિક અલંકારથી આકર્ષે એવી છે. તે પછીની કવિતા વસ્તુ અને ભાવમાં ઉત્તરાત્તર ગભીર બનતાં, તેમાં શાબ્દિક અનુપ્રાસ આપે આપ ગૌણુ સ્થાન લે છે. એમના પ્રાથમિક જીવનની કવિતાઓના વિષ્ય ભારતપ્રકૃતિસુલભ વૈરાગ્ય, શ્યા, બ્રહ્મચર્ય' ઇત્યાદિ વસ્તુ છે. પછીની લગભગ અધી જ Page #12 -------------------------------------------------------------------------- ________________ G] દર્શન અને ચિંતન * કવિતા જૈન સંપ્રદાયની ભાવનાએ અને તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શી રચાયેલી છે. જેમ આનધન, દેવચંદ્ર અને યશોવિજયજીનાં કેટલાંક પઘો ભાવની સૂક્ષ્મતા અને કલ્પનાની ઉચ્ચગામિતાને લીધે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં ભાત પાડે એવાં છે, અને છતાંયે તે અવાં પદ્યો જૈન સંપ્રદાયની જ વસ્તુને સ્પર્શી સાધારણ જૈનેતરને દુર્ગામ એવી જૈન પરિભાષા અને જૈન શૈલીમાં જ રચાયેલાં હેઈ સાધારણ ગુજરાતી સાક્ષરાથી છેક જ અપરિચિત જેવાં રહ્યાં છે, તેમ શ્રીમદનાં કેટલાંક પો વિશે પણ છે. પૂજ્ય ગાંધીજી દ્વારા આશ્રમભજનાવલીમાં અપૂર્વ અવસર ' વાળું ભજન દાખલ ન થયું હાત તે એ સાધારણ જનતાને કાને કયારેય પાડ્યુ. હાત એ વિશે શકા છે. શ્રીમદનું આત્મસિદ્ધિશાસ્ત્ર' પણ દેહરામાં છે. એને વિષય તદ્દન દાનિક, તર્ક પ્રધાન અને જૈન સંપ્રદાયસિદ્ધ હાવાથી, એનું મૂલ્યાંકન લોકપ્રિયતાની કસોટીથી શકય જ નથી. વિશિષ્ટ ગુજરાતી સાક્ષરાને પણ એમનાં પદ્યોના આસ્વાદ લેવા હાય, તો જેમ સાધારણ કાવ્યના રસાસ્વાદ માટે અમુક સરકારની તૈયારી આવશ્યક છે, તેમ જૈન પરિભાષા અને જૈન તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ સરકારો મેળવવા આવશ્યક છે. વેદાંતનું મસ્થાન સ્પર્ધા સિવાય સંસ્કૃત ભાષાના વિશિષ્ટ વિદ્વાનો પણ શ્રીહર્ષનાં પદ્યોના ચમકારા આસ્વાદી ન શકે. સાંખ્યપ્રક્રિયાના પરિચય સિવાય કાલિદાસનાં કેટલાંક પદ્યોની રચનાની અપૂર્વાંતા અનુભવી ન શકાય, તે જ ન્યાય શ્રીમદનાં પદ્યો વિશે છે. જેમ જેન જનતામાંથી પ્રમાણમાં મોટે ભાગ આન’ધનજી આદિનાં પદ્યોની વસ્તુને સાંપ્રદાયિક જ્ઞાન અને પરંપરાગત સંસ્કારને લીધે જલદી સ્પર્ધા લે છે, તેમ શ્રીમદનાં પદ્યોમાંની વસ્તુગ્માને પણ જલદી સ્પર્શી લે છે. કાવ્યના રસાસ્વાદ વાસ્તે જોઈતા ખા સસ્કારની ઊણપ પ્રમાણમાં જૈન જનતામાં વધારે હાઈ, તે કાવ્યના બાહ્ય શરીરનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા અસમર્થ જોવામાં આવી છે. તેથી કાં ા ભક્તિવય, ન હોય તેવા ગુણા પણ ઈષ્ટ કવિતામાં આરોપી દે છે અને કાં તે! હાય તે ગુણો પણ તે પારખી શકતી નથી. શ્રીમદનાં પદ્મો વિશે પણ જૈન જનતામાં કાંઈક આવું જ વ્હેવામાં આવ્યું છે. જ્ઞા < શ્રીમદમાં પ્રજ્ઞાગુણુ ખાસ હતા એ દર્શાવું તે પહેલાં મારે અહીં સ્પષ્ટ કરવું જોઈ એ કે હું પ્રજ્ઞાગુણુથી કઈ શક્તિએ વિશે કહેવા ૠચ્છું છું. સ્મૃતિ, બુદ્ધિ, ભજ્ઞતા, કલ્પનાસામર્થ્ય, તર્ક પટુતા, સત્ત્ક્ષસવિવેક-વિચારણા અને તુલનાસામર્થ્ય —આટલી શક્તિ મુખ્યપણે અત્રે પ્રજ્ઞા શબ્દથી વિક્ષિત છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર-એક સમાલોચના [ ૭૫ આ પ્રત્યેક શક્તિને વિસ્તૃત અને અતિસ્યુટ પરિચય કરાવવા વાસ્તે તે અત્રે તેમનાં તે તે લખાણનાં અક્ષરશઃ અવતરણે ખુલાસા સાથે ભારે છૂટથી ટાંકવાં જોઈએ. તેમ કરવા જતાં તો એક પુસ્તક જ થાય. તેથી ઊલટું, જે તેમનાં લખાણના અંશો દર્શાવ્યા સિવાય આ કે તે શક્તિ શ્રીમદમાં હતી એમ કહું તે શ્રેતાઓને માત્ર શ્રદ્ધાથી મારું કથન મનાવવા જેવું થાય. તેથી મધ્યમ માર્ગ સ્વીકારી આ વિષય ચર્ચ યોગ્ય ધારું છું.' .. શ્રીમદની અસાધારણ સ્મૃતિને પુરાવા તે તેમની અજબ અવધાનશક્તિ જ છે. તેમાંય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તે એ કે બીજી કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્ત્વની વિશેષતા તો એ હતી કે તેમની અવધાનશક્તિ બુદ્ધિ-વ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી; ઊલટું એમાંથી વિશિષ્ટ સનબળ પ્રગટયું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તે એ છે કે એટલી અદ્દભુત અવધાનશક્તિ કે જેના દ્વારા હજારે અને લાખો લેકેને ક્ષણમાત્રમાં આંજી અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હેવા છતાં તેમણે તેને પ્રયોગ યુગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી તેને ઉપગ અંતર્મુખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા કેઈ સાધારણ માણસથી થવું શક્ય નથી. કઈ પણ વસ્તુના ખરા હાર્દને સમજી લેવું-તરત સમજી લેવું, એ મર્મજ્ઞતા કહેવાય છે. સેળ વર્ષની ઉંમર પહેલાં ક્યારેક રચાયેલી “પુખમાળામાં તેઓ પ્રસંગે પાત્ત રાજાનો અર્થ સૂચવતાં કહે છે કે, રાજાઓ પણ પ્રજાના માનીતા નેકર છે. (“પુષ્પમાળા—૭૦). અહીં પ્રજા” અને “નોકર” એ બન્ને શબ્દો મર્મ સૂચક છે. આજે એ જ ભાવ શિક્ષિત ક્ષેત્રમાં વ્યાપતિ જાય છે. સત્તરમે વર્ષે રચાયેલ “મોક્ષમાળામાં તેઓ માનવની વ્યાખ્યા કેવી મર્મગ્રાહી સૂચવે છે ! માનવપણું સમજે તે જ માનવ કહેવાય” (મેક્ષમાળા'-૪). અહીં “સમજે અને તે જ” એ બે શબ્દો મર્મગ્રાહી છે; અર્થાત્ આકૃતિ ધારણ કરનાર માત્ર મનુષ્ય નહિ. તેઓ એ જ “મેક્ષમાળામાં મને જ્યને માર્ગ દાખવતાં કહે છે કે મન જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી (મેક્ષમાળા'-૬૮), અર્થાત તેને વિષયખેરાથી વિવું નહિ. અહીં દુરિચ્છા” * રાણા પ્રકૃતિના – કાલિદાસ Page #14 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન અને “અને તેને ભૂલી જવી” એ બે શબ્દો વેધક છે. એ જ કુમળી વયની મોક્ષમાળાકૃતિમાં (મોક્ષમાળા'૯૯) તેઓ સંગઠનબળથી લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સાધતા “આંગ્લભૌમિ' નું ઉદાહરણ લઈ અજ્ઞાનના સંકટમાં સપડાયેલ જન તત્વને પ્રકાશવા “મહાન સમાજ” ની સ્થાપનાનું સ્વપ્ન જુએ છે ૨૩મે વર્ષે ધંધામમ અને સંસ્કૃત ભાષા કે તર્કશાસ્ત્રના ખાસ અભ્યાસ વિનાના રાયચંદભાઈ જૈન શાસ્ત્રના કેવા ભમે બોલતા, એને દાખલે જેવા ઈચ્છનાર જેનેએ “શ્રીમદ્રાજચંદ્ર” અંક ૧૧૮ અને ૧૨૫ માં જે પચ્ચખાણું દુપચ્ચકખાણ આદિ શબ્દોના અર્થ વર્ણવ્યા છે, જે સુચક પ્રદેશના નિરાવરણપણાને ખુલાસો કર્યો છે, અને જે નિર્ગદગામી ચતુર્દશપૂર્વીની ચચીનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ધ્યાનથી વાંચી જવું. રહ્મા વર્ષે ભારતવર્ષીય સંસ્કૃતિને પરિચિત એ એક જટિલ પ્રશ્ન પ્રશ્નકારની તર્ક જાળથી વધારે જટિલ બની એમની સામે ઉપસ્થિત થાય છે. પ્રશ્નનો સાર એ છે કે આથમક્રમે જીવન ગાળવું કે ગમે તે ઉંમરે ત્યાગી થઈ શકાય ? એની પાછળ મેહક તકાળ એ છે કે મનુષ્યદેહ તે મેક્ષમાર્ગનું સાધન હેઈ ઉત્તમ છે, એમ જૈન ધર્મ સ્વીકારે છે, ત્યારે પછી એવા ઉત્તમ મનુષ્યદેહનું સર્જન અટકે એવા ત્યાગમાર્ગને, ખાસ કરી સંતતિ ઉત્પના કર્યા પહેલાં જ ત્યાગ સ્વીકારવાને, ઉપદેશ જૈન ધર્મ કરે, તે એ વદવ્યાધાત નથી? આ પ્રશ્નનો ઉત્તર શ્રીમદે જૈન શૈલીના મર્મને પૂરેપૂરે સ્પર્શીને આ છે; જોકે વસ્તુતઃ એ શેલી જૈન, બૌદ્ધ અને સંન્યાસમાગ વેદાંત એ ત્રણેને એક જ સરખી માન્ય છે. શ્રીમદને જવાબ તે ખરી રીતે એમના જ શબ્દોમાં સમજદારે વાંચ ઘટે.* રમે વર્ષે શ્રીમદને આફ્રિકાથી ગાંધીજી પત્ર લખી ૨૭ જ પ્રશ્નો પૂછે છે. તેમાં તેમને એક પ્રશ્ન તેમના શબ્દોમાં એ છે કે, “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવે? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં ક્ષતિ ન હેય એમ ધારીએ છીએ”(૪૪૭). આને ઉત્તર શ્રીમદ તે વખતના તેમના મોહનલાલભાઈને આ પ્રમાણે આપે છે: “સર્પ તમારે કરડવા દે એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ જે * જુઓ આ ગ્રંથ પાન ૬૦, * જુઓ આ ગ્રંથ પાન ૧૨૬. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર' –એક સમાચના તમે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય, તે પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સને તમારે મારો કેમ જોગ હેય? જેણે આત્મહિત ઈછ્યું, તેણે તો ત્યાં પિતાના દેહને જતો કરે જ જોગ્ય છે. કદાપિ આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું ? તે તેને ઉત્તર એ જ અપાય કે, તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્ય વૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય. તે તે અમને તમને સ્વને પણ ન હોય. એ જ ઈચ્છા થાય છે.” (૪૭) આ ઉત્તર તેમના અહિંસાધર્મના મર્મજ્ઞાનને અને સ્વજીવનમાં ઊતરેલ અહિંસાને જીવંત દાખલે છે. એમણે એટલા ઉત્તરથી એક બાણે અનેક લક્ષ્ય વિધ્યાં છે, અને અધિકારભેદે અહિંસા અને હિંસાની શક્યા શક્યતાનું સ્પષ્ટ કથન કર્યું છે. એમાં “વિજારી રાતે વિચિતે થેવાં ન તરિ ત વ વ:” એ અર્થપૂર્ણ કાલિદાસની ઉક્તિ અહિંસાના સિદ્ધાંત પર ભાષ્યતા પામે છે. અહીં એટલું સમજવું જોઈએ કે શ્રીમદની અહિંસા પરત્વે સમજૂતી મુખ્યપણે વૈયક્તિક દૃષ્ટિએ છે. સમાજ કે રાષ્ટ્રષ્ટિએ એને વિચાર, જે આગળ જતાં ગાંધીજીએ વિકસાવ્યો, તેનું મૂળ શ્રીમદના કથનમાં બીજરૂપે હોવા છતાં, વસ્તુતઃ તેમાં વૈયકિતક દષ્ટિ જ ભાસે છે. કલ્પનાબળ અને આકર્ષક દૃષ્ટાંત કે કથા દ્વારા પિતાના વક્તવ્યને સ્થાપવા તેમ જ સ્પષ્ટ કરવાનું સામર્થ્ય શ્રીમદમાં નાની ઉંમરથી જ હતું. સ્કૂલયોગ્ય ઉમરની જ કૃતિ “પુષ્પમાળામાં જૂનું કરજ પતાવવા અને નવું કરજ ન કરવાની શિક્ષા આપતાં તેઓ કરજ શબ્દનો ભંગ શ્લેષ કરી ગુજરાતી અને સંસ્કૃત વ્યુત્પત્તિ કપી, તેમાંથી જે ત્રણ અર્થ ઉપજાવે છે, તે તેમના કોઈ તત્કાલીન વાચનનું ફળ હોય તેય તેમાં કલ્પનાબળનાં બીજો સ્પષ્ટ દેખાય છે. ૧. ક = નીચ + રજ = ધૂળ, જેમ કપૂત; ૨. કર = હાથ, જમને હાથ + જ = નીપજેલી ચીજ; ૩. કર = વેરે; રાક્ષસી વેરો + જ = ઉત્પન્ન કરનાર-ઉધરાવનાર (“પુષ્પમાળા 'હ૫). ૧મે વર્ષે મોક્ષમાળામાં તેઓ ભક્તિતત્વ વિશે લખતાં તલવાર, ભાંગ અને દર્પણ એ ત્રણ દષ્ટાંતથી એનું સ્થાપન કરે છે. તલવારથી શૌર્ય અને ભાંગથી જેમ કફ વધે છે, તેમ સદ્ભક્તિથી ગુણશ્રેણી ખીલે છે. જેમ દર્પણ દ્વારા સ્વમુખનું ભાન થાય છે, તેમ શુદ્ધ પરમાત્માના ગુણચિંતન વખતે આત્મસ્વરૂપનું ભાન પ્રગટે છે. કેટલું દૃષ્ટાંત સૌષ્ઠવ ! (“મોક્ષમાળા'-૧૩). એ જ પ્રસંગે વળી તેઓ કહે છે કે જેમ મેરલીના નાદથી સૂતે સાપ જાગે છે, તેમ સદ્ગુણસમૃદ્ધિના શ્રવણથી આત્મા મોહનિદ્રામાંથી જાગે છે (મેક્ષમાળા'-૧૪). Page #16 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] દર્શન અને ચિંતન, તેઓએ “મેક્ષમાળા'માં અર્થ સમજ્યા વિનાના શબ્દપાઠની નિરર્થકતા. બતાવતાં જે એક કચ્છી વાણિયાઓની ઉપહાસક (“મોક્ષમાળા”—૨૬) કથા ઢાંકી છે, તે અમુક અંશે પારિભાષિક હેઈ હું અહીં કહેતું નથી, પણું જે જેને હોય તે તેને તદ્દન સરળતાથી સમજી શકે તેમ છે. બીજાઓ, પણ સહેજે જૈન પાસેથી એ સમજી શકશે. એ કથા કેટલી વિનોદક અને અભણ જેવા વૈશ્ય સમાજની પ્રકૃતિને બંધબેસે તેવી તેમ જ બેધક છે! - શ્રીમદ જૈન સંપ્રદાયનાં નવ તની મોક્ષમાળા” માં (૯૩) કુશળતાપૂર્વક સમજૂતી આપતાં પ્રશ્ન ઉઠાવે છે કે જીવ તત્ત્વ પછી અજીવ તત્ત્વ આવે છે અને અજીવ તત્વ તે જીવનું વિધી છે; એ બે વિરોધી તત્વોનું સમીપપણું કેમ ઘટે? તેઓ કલ્પનાબળથી એક ગોળ ચક્ર ઉપજાવી આ પ્રશ્નને ખુલાસો આકર્ષક રીતે પૂરો પાડતાં કહે છે કે જુએ, પહેલું જીવ તત્વ અને નવમું મેક્ષ તત્વ એ બંને કેવાં પાસે છે? ત્યારે અજીવ બીજું તત્ત્વ તે જીવની નજીક દેખાય, એ તે અજ્ઞાનથી એમ સમજવું. જ્ઞાનથી તો જીવ અને મેક્ષ જ પાસે છે. આ એમની કલ્પના ચાતુરી એ ઉંમરે કેટલી અસાધારણ! એ જ રીતે તેવીસમે વર્ષે વેદાંતસંમત બ્રહ્માટૅત અને ભાયાવાદનું તેમની સમજ પ્રમાણે અયુક્તપણું બતાવવા એક ચતુષ્કોણ આકૃતિ (૬૩) ખેંચી તેમાં જગત, ઈશ્વર, ચેતન, માયા આદિના ભાગો પાડી કેટલીક કલ્પનાશકિત દાખવી છે! અહીં મુખ્ય પ્રશ્ન એ નથી કે તેમનું માયાવાદનું નિરસન કેટલું મૂળગામી છે? પણ પ્રશ્ન એ છે કે તેઓ જે વસ્તુને ઠીક કે ગેરડીક સમજતા, તેને તેમ દર્શાવવાનું કલ્પનાબળ તેમનામાં કેટલું હતું ? પ્રશ્નોત્તર શૈલીથી વસ્તુ ચર્ચવાનું ક૯૫નાબળ તે આપણે તેમની નાની ઉંમરમાં, જ નિહાળીએ છીએ (“મેક્ષમાળા'-૧૨ આદિ). . બાવીસમે વર્ષે ક્યારેક તેઓ ઊંડા મનનની મસ્તીમાં પિતાના પ્રિય આધ્યાત્મિક વિકાસક્રમ––ગુણસ્થાન–ના વિચારભુવનમાં પ્રવેશે છે અને પછી એ ચિંતનવિષયને વાણુમાં વ્યક્ત કરતાં એક મનહર સ્વલક્ષી નાટકીય નેપથ્યની છાયાવાળો કહ૫નાત્મક સંવાદ રચે છે (૬૧), અને બહુ જ સરલતાથી ગુણસ્થાનની વસ્તુ રેચક રીતે વિશ્લેષણપૂર્વક દર્શાવે છે–જેમ આગળ જતાં એ જ વસ્તુ આકર્ષક રીતે ભાવના દ્વારા “અપૂર્વ અવસર” એ પદ્યમાં દર્શાવે છે. જૈન કે જેનેતર કેઈ પણ ગુણસ્થાનના જિજ્ઞાસુ વાસ્તે આ સંવાદ કંટાળો આપ્યા સિવાય બેધક સાબિત થાય એવે છે. ધર્મ, અર્થ આદિ ચાર પુરુષાર્થોનાં નામ અને તેને પ્રસિદ્ધ અર્થ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાચંદ્ર’એક સમાલોચના tone સવિક્તિ છે, પણ શ્રીમદ પેાતાની આધ્યાત્મિક પ્રકૃતિ પ્રમાણે કલ્પનાબળ ચારે પુરુષાથૅના આધ્યાત્મિક ભાવમાં જ અર્થ ઉપજાવે છે (૭૬), એ કરતાં પણ વધારે સરસ અને પક્વ કલ્પનાબળ તે જુવાન ઉંમરે, પણ તેમના જીવનકાળના હિસામે ત્રીસ વર્ષાંતે લડપણે કરેલ જ્ઞાન અને અજ્ઞાનનુ પૃથક્કરણ દર્શાવતાં આંટીવાળું અને આંટી વિનાનું એ સૂતરના દાખલામાં છે. દિગ્દમા દાખલા, જે સૉંત્ર બહુ જાણીતા છે, તેની સાથે ઘૂંચવાળા અને ઘૂચ વિનાના સૂતરના દાખલાને ઉમેરી તેમણે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનું વાસ્તવિક અંતર જે પ્રગટ કર્યું છે, [ ૭૦૪–(૩)] તે તેમની અંત સુધી દૃષ્ટાન્ત ધટાવી અથ વિસ્તારવાની, વક્તવ્ય સ્થાપન કરવાની કલ્પનાચાતુરી સૂચવે છે. * તર્ક ટુતા શ્રીમદમાં કેવી સુક્ષ્મ અને નિર્દોષ હતી, એ એમનાં લખાણામાંથી અનેક સ્થળે ચમત્કારિક રીતે જાણવા મળે છે. કેટલાક દાખલા ટાંકું : સત્તરમા વર્ષના પ્રારંભમાં સૂને દોરાય ફૂટથો નહિ હોય, ત્યારે કાઈ ને ચરણે પડી. ખાસ વિદ્યાર્પારેશીલન નહિ કરેલ કુમાર રાજદ્ર મોક્ષમાળા ’માં (૮૬–૯૨) એક પ્રસંગ ટાંકે છે. પ્રસંગ એવા છે કે કાઇ સમથ વિદ્વાને મહાવીરની યાગ્યતા સામાન્ય રીતે સ્વીકારવા છતાં તેમની અસાધારણતા વિષે શંકા લઈ શ્રીમદને પ્રશ્ન કર્યો છે કે મહાવીરની ઉત્પાદ, વ્યંય, અને દ્રૌવ્યવાળી ત્રિપદી તેમ જ અસ્તિ નાસ્તિ, આદિ નયેા કાંઈ સંગત નથી. એક જ વસ્તુમાં ઉત્પત્તિ છે અને નથી, નાશ છે અને નથી, ધ્રુવત્વ છે અને નથી.એ બધું વાસ્તવિક રીતે કેમ ઘટી શકે? અને જો પરસ્પર વિરુદ્ધ એવા ઉત્પાદ, નાશ અને ધ્રુવત્વ તેમજ નાસ્તિત્વ અને અસ્તિત્વ ધર્મો એક વસ્તુમાં ન ધટે તે અઢાર દોષો ઉત્પન્ન થાય છે. એ સમર્થ વિદ્વાને જે અઢાર દો! તેમની સામે મૂકયા છે, તે જ એ વિદ્વાનની સમતાના સૂચક છે. આ કે આવી જાતના અઢાર દોષાનુ વર્ણન આટલાં બધાં શાઓ ફેંદથાં પછી પણ, મને યાદ છે ત્યાં સુધી, હું પોતે પણ એ શ્રીમદના વિદ્વાન સાથેના વાર્તાલાપના પ્રસંગમાંથી જ વાંચુ છું. આ દોષો સાંભળ્યા પછી તેનુ નિવારણ કરવા અને તેમના પોતાના શબ્દ ટાંકીને કહુ તો ' મધ્ય વયના ક્ષત્રિયકુમાર' ની ત્રિપદી અને નયભંગી સ્થાપવા શ્રીમદે પોતાની તદ્દન અલ્પજ્ઞતા. પ્રગટ કરી, કાંપતે સ્વરે પણ મક્કમ હૃદયે માત્ર તર્ક બળથી ખીડું ઝડપ્યું છે. અને એમને એવી ખૂબીથી, એવી તક પતાથી જવાબ વાળ્યો છે, અને બધા જ વિરાધજન્ય દોષોને પરિહાર કર્યો છે કે વાંચતાં ગુણાનુરાગી હુંધ્યું. તેમની સહજ ત પટુતા પ્રત્યે આદરવાન બને છે. કાઈ પણ તરસિકે એ આખો સવાદ એમના જ શબ્દોમાં વાંચવા ઘટે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન આગળ ચાલતાં જગકર્તાની ચર્ચા વખતે તેઓએ જે વિદક છટાથી તે ઉંમરે જગતકર્તાપણાનું ખંડન કરી તર્કબળે સ્વપક્ષ મૂક્યો છે (મોક્ષ માળા'-૯૭), તે ભલે કઈ તે વિષયના ગ્રંથના વાચનનું પરિણામ છે, છતાં એ-ખંડનમંડનમાં એમની સીધી તર્કપટુતા તરવરે છે. કોઈને પત્ર લખતાં તેમણે જૈન પરંપરાના કેવળજ્ઞાન શબ્દ સંબંધી રૂઢ અર્થ વિશે જે વિરોધ દર્શક શંકાઓ શાસ્ત્રપાઠ સાથે ટાંકી છે (૫૯૮), તે સાચા તપને સ્પર્શે એવી છે. જે વિશેની શંકા માત્રથી જૈન સમાજરૂ૫ ઇન્દ્રનું આસન કંપી, પરિણામે શંકાકાર સામે વજનિધીષના ટંકારા થાય છે, તે વિશે શ્રીમદ જે આગમને અનન્યભક્ત નિર્ભયપણે શંકાઓ જિજ્ઞાસુને લખી મેકલે છે, તે તેમનું ર૯મા વર્ષનું નિર્ભય અને પકવ ' તર્કબળ સૂચવે છે. ભારતવર્ષની અધોગતિ જૈન ધર્મને આભારી છે એમ મહીપતરામ રૂપરામ બેલતા ને લખતા. બાવીસેક વર્ષની ઉંમરે શ્રીમદ તેમની પાસે પહોંચ્યા. તેમણે મહીપતરામને સવાલો પૂછવા માંડ્યા. સરલચિત મહીપતરામે સીધા જ જવાબ આપ્યા. આ જવાબના ક્રમમાં શ્રીમદે તેમને એવા પકડ્યા કે છેવટે સત્યપ્રિય મહીપતરામે શ્રીમદના તર્કબળને નમી સ્પષ્ટપણે સ્વીકારી લીધું કે આ મુદ્દા વિશે મેં કાંઈ વિચાર્યું નથી. એ તે ઈસાઈ સ્કૂલમાં જેમ સાંભળ્યું તેમ કહું છું, પણ તમારી વાત સાચી છે (૮૦૮). શ્રીમદ અને મહીપતરામને આ વાર્તાલાપ મજિઝમનિકાયમાંના બુદ્ધ અને -આશ્વલાયનના સંવાદની ઝાંખી કરાવે છે. સઅસત વિવેક-વિચારણુબળ અને તુલનાસામર્થ શ્રીમદમાં વિશિષ્ટ હતાં. જેમાં પરંપરામાં હંમેશાં નહિ તે છેવટે મહિનાની અમુક તિથિઓએ લીલેરી શાક આદિ ત્યાગવાનું કહ્યું છે. જેને વ્યાપારી પ્રકૃતિના હેઈ, તેમણે ધર્મ સચવાય અને ખાવામાંય અડચણું ન આવે એ માર્ગ શોધી કાઢયો છે. તે પ્રમાણે તેઓ લીલોતરી સૂકવી સૂકવણી ભરી રાખે છે અને પછી નિષિદ્ધ તિથિઓમાં સૂકવણુનાં શકે એટલા જ સ્વાદથી ખાઈ લીલેતરીને ત્યાગ ઊજવે છે. આ બાબત શ્રીમદના લક્ષમાં નાની જ ઉંમરે આવી છે. તેમણે “મેક્ષમાળામાં (૫૩) એ પ્રથાની યથાર્થતા-અયથાર્થતા વિશે જે નિર્ણય આપ્યો છે, તે તેમનામાં ભાવી વિકસનાર વિવેકશક્તિને પરિચાયક છે. આર્કી બેસે ત્યારથી કેરી જૈન પરંપરામાં ખાસ નિષિદ્ધ મનાય છે. ત્યારે સવાલ થાય છે કે શું આ પછી કેરી ને જ ખાવી ? અગર તે તે Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર એક સમાવેાયના ૮ વિત ચઈ જ જાય છે ? એના જવાબ તેમણે આપ્યા છે તે કેટલા સાચો છે ! તેઓએ કહ્યુ છે કે આર્દ્રના નિષેધ ચૈત્ર-વૈશાખમાં ઉત્પન્ન થનાર કેરીને આશરીને છે; નહિ કે, આર્દ્રામાં અગર ત્યાર બાદ ઉત્પન્ન થનાર કરીને આશરીને (૫૨૧). આ તેમના વિવેક કેટલા યથાર્થ છે, તેની પરીક્ષા કરવા ઇચ્છનાર જૈનેએ આર્દ્ર પછી યુ. પી., બિહાર આદિમાં કરી નેવા અને ખાવા જવું ઘટે. દેશના આકડાપણા વિશે એમણે ર્શાવેલા વિચાર તેમની વ્યવહાર-કુશળતા સૂચવે છે. તે સુધડતામાં માનવા છતાં આછકડાપણાથી યોગ્યતા ન વધવાનું કહે છે, અને સાદાઈથી યેાગ્યતા ન ટવાનું કહે છે. ભૂખી તે! એમના પગાર ન વધવા-ઘટવાના દાખલામાં છે. આ રહ્યા તેમના શબ્દો પહેરવેશ આકડા નહિ છતાં સુધડ એવી સાદાઈ સારી છે, આકડાઈથી પાંચસાના પગારના કાઈ પાંચસો એક ન કરે અને યેાગ્ય સાદાઈથી પાંચસેાના ચારસે નવ્વાણું કાઈ ન કરે' (૭૦ ૬). વગર વિચાર્યે ધર્મને નામે ધાંધલ કરી મૂકનારા, અત્યારે તે શ્વસુરગૃહની પેઠે પરદેશમાં વસતી સતિના જૈન પૂર્વજોએ ચારેક શંકા પહેલાં વીરચંદ ગાંધીના ધર્મ પરિષદ નિમિત્તે અમેરિકાપ્રવાસ વખતે જ્યારે ભારે ધાંધલ મચાવી, ત્યારે તે જ ધનમસ્તે વ્યાપારીની વચ્ચે વ્યાપારી તરીકે રહેવા છતાં શ્રીમદે પરદેશગમનના નિષેધ પરત્વે જે વિચાર દર્શાવ્યા છે, તે વિચાર પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીની પેઠે કેવા વિવેકપૂર્ણ અને નિભૅય છે! એ જૈન સમાજની પ્રકૃતિના દ્યોતક હાઈ તેમના જ શબ્દોમાં વાંચવા જેવા છે. તેઓ લખે છે; ધમાં લૌકિક મેટાઈ, માનમહત્ત્વની ઇચ્હા, એ ધર્મના દ્રોહરૂપ છે. - ધર્મના બહાને અનાય દેશમાં જવાના કે મૂત્રાદિ માલવાના નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાના માન-મહત્ત્વ-મોટાઈ ને સવાલ આવે ત્યાં એ જ ધર્મને ડૉકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે, એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તેા બહાનારૂપ અને સ્વાર્થિક માનાદિના સવાલ મુખ્ય—એ ધર્મદ્રોહ જ છે. વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ધર્મ જ મુખ્ય એવા ર્ગ ત્યારે અહાભાગ્ય, ’ (૭૬) < શ્રીમદના પરિચિત મિત્રો, સંબંધી અને કદાચ આશ્રયદાતાએ પણ કેટલાક કટ્ટર મૂર્તિ વિરોધી સ્થાનકવાસી હતા. તે પોતે પણ પ્રથમ એ જ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ ] દર્શન અને ચિંતન મતના હતા, પણ જ્યારે તેમને પ્રતિમા વિશે સત્ય સમજાયું ત્યારે કોઈની પરવા કર્યા સિવાય પ્રતિભાસિદ્ધિ વાતે તેમણે ૨૦મે વર્ષે જે લખ્યું છે, તે તેમની વિચારગંભીરતાનું દ્યોતક છે. જિજ્ઞાસુ એ (૨૦) મૂળ લખાણ જ વાંચી પરીક્ષા કરે. એ જ રીતે માત્ર જેનપરંપરાના અભ્યાસીએ શ્રીમદનું વિચારકપણું જેવા ખાતર, તેમણે આ યુગે ક્ષાયિક સમ્યક્ત્વ સંભવે કે નહિ એ વિશે કરેલી ચર્ચા (૩૩) તેમના જ શબ્દોમાં વાંચવા જેવી છે.* વિશિષ્ટ લખાણે શ્રીમદનાં લખાણોને હું ત્રણ ભાગમાં વહેંચી તેમાંથી નાની કે મોટી પણ કાંઈક વિશિષ્ટતા ધરાવતી કેટલીક કૃતિઓને અત્રે પરિચય આપવા ઈચ્છું છું. પહેલા વિભાગમાં હું એવી કૃતિઓને મૂકું છું કે જે ગદ્ય હોય કે પદ્ય પણ જેની રચના શ્રીમદે એક સ્વતંત્ર કે અનુવાદાત્મક કૃતિ તરીકે જ કરી હોય. બીજા વિભાગમાં તેમનાં એવાં લખાણો લઉં છું કે જે કઈ જિજ્ઞાસુને તેના પ્રશ્નોના ઉત્તરમાં અગર અન્ય પ્રસંગથી લખાયેલાં હોય. ત્રીજા વિભાગમાં એવાં લખાણે આવે છે કે જે આપમેળે ચિંતન કરતાં સેંધરૂપે લખાયાં હોય અગર તેમના ઉપદેશમાંથી જમ્યાં હેય. હવે પહેલા વિભાગની કૃતિઓ લઈએ. (૧) “પુષ્પમાળા” આ તેમની ઉપલબ્ધ કૃતિઓમાંથી સર્વપ્રથમ છે. તે કેઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દૃષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુથી ગૂંથાયેલી અને કઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત પાઠય અને ચિંત્ય છે. આની વિશિષ્ટતા છે કે બીજી રીતે પણ છે, છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તે એ છે કે તે સેળ વર્ષની ઉમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કૃતિ વિશે મને એક જ વાક્ય કહેલું, જે તેની વિશેષતા વાતે પૂરતું છે. તે વાક્ય એ કે, “અરે, એ “પુષ્પમાળા” તે પુનર્જન્મની સાક્ષી છે.” મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તે હેય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે સામાન્ય નીતિની જરૂર હોય જ છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ વાસ્તે “પુષ્પમાળા” રચ્યા પછી શ્રીમદને અંતમુખ અધિકારીઓ વાસ્તે કાંઈક વિશિષ્ટ લખવાની પ્રેરણા થઈ હોય એમ * જુઓ આ ગ્રંથ પાન ૧૧૬. Page #21 -------------------------------------------------------------------------- ________________ • શ્રીમદ્રાજચંદ્ર ’– એક સમાલોચના [ ૭૮૩ .4 લાગે છે. એમાંથી એમણે આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને પાષવા ખાતર એક બીજી કૃતિ રચી. એનું નામ એમણે ઉદ્દેશ અને વિષયને અનુરૂપ એવુ મેક્ષમાળા ' (૪) રાખ્યુ. માળા એટલે ૧૦૮ મણકા પેઠે ૧૦૮ પાઠ સમજી જ લેવાના. એના બીજો ભાગ ‘પ્રજ્ઞાવમાધ મેાક્ષમાળા’ એમણે લખવા ધારેલ જે લખાતાં રહી ગયેા. છતાં સદ્ભાગ્યે એમાં એમણે લખવા ધારેલ વિષયોની યાદી કરેલી તે લભ્ય છે (૮૬૫). એ વિષયેા ઉપર કાર્ટે વિશિષ્ટ પ્રજ્ઞાશાલીએ લખવા જેવુ છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. મેાક્ષમાળા ’ માં ચગેલા ધર્માંના મુદ્દા ખાસ કરી જૈન ધર્મને જ લક્ષી લીધેલા છે. તે વખતે તેમનાં પ્રથમ પરિચિત સ્થાનકવાસી પર પરા અને શાસ્રોતી તેમાં સ્પષ્ટ છાપ છે; છતાં એક ંદર રીતે એ સર્વસાધારણ જૈન સંપ્રદાય વાસ્તુ અનુકૂળ થઈ પડે એ રીતે જ મધ્યસ્થપણે લખાયેલ છે. · મેાક્ષમાળા' ની અનેક વિશેષતાઓ એના વાચનથી જ જાણવી યોગ્ય છે, છતાં અહીં તેની એક વિશેષતા નોંધવી યાગ્ય છે. સેાળ વરસ અને ત્રણ મહિના જેટલી નાની ઉંમરે, કાઈ સ્કૂલ કે કૉલેજમાં અગર તો સંસ્કૃત યા ધાર્મિક પાઠશાળામાં નહિ ભણેલ છેાકરા રાયચંદની એ ત્રણ દિવસની રમત છે, અને છતાંય આજે પ્રૌઢ અભ્યાસીને એમાં સુધારવા જેવું ભાગ્યે જ દેખાશે, < C ' હવે પાછળથી ૨૯ મે વર્ષે રચાયેલ · આત્મસિદ્ધિશાસ્ત્ર તે (૬૬૦) સગવડ ખાતર પ્રથમ લઈએ. એમાં ૧૪ર ધ્રુહા છે. એનું શાસ્ત્ર નામ સાથ છે. એમાં જૈન આચારવિચારપ્રક્રિયા મૂળ રૂપમાં પૂર્ણ આવી જાય છે. વિચાર પવ છે. અવલોકન અને ચિ'તન વિશાળ તેમ જ ગંભીર છે. જેતે વસ્તુ જાણવી હોય અને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથૈાના જંગલમાં પડ્યા સિવાય સ્પર્શ કરવા હાય, તેને વાસ્તે આ શાસ્ત્ર નિત્ય પાથ છે. સન્મતિ, ષદ્દનસમુચ્ચય, યાબિન્દુ, યોગદૃષ્ટિસમુચ્ચય, સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથનું તે તારણ છે; અને છતાંય તેમાં તાત્કાલિક ગચ્છ, પંથ અને એકાંત પ્રવૃત્તિનુ સ્વાનુભવસિદ્ધ વન અને સમાલોચન પણ છે. સંસાધારણ માટે તે નહિ, પણ જૈવ મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. જો આમાં જૈન પરિભાષા ગૌણ કરી પાછળથી વ્યાપક ધર્મસિદ્ઘાંતા ચર્ચા હાત તો એ ભાગ ગીતાના ખીજા અધ્યાયનું સ્થાન લેત. આજે ગીતા જેવા સ*માન્ય થઈ શકે એવા પદ્ય પુસ્તકની માગણી જૈન લેાકેા તરફથી થાય છે. શ્રીમદ સામે એ વાત પ્રગટ રૂપમાં આવી હોત તે તે એ ખેાટ ગુજરાતી ભાષા દ્વારા યોગ્ય રીતે દૂર કરત. અલબત્ત, આને સમજવામાં અધિકાર આવશ્યક છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] દર્શન અને ચિંતન તર્કશાસ્ત્રની શુદ્ધ અને ક્રમિક દલીલો મુદ્ધિોધન સિવાય ન સમજાય. એક માજી, દુરાગ્રહથી ધણા આને સ્પર્શતા કે જાણતા પણ નથી; ખીજી બાજુ, આને સસ્વ માનનાર, સદા પાઠ કરનાર એને સમજવાની વાસ્તવિક રીતે તૈયારી કરતા નથી. અને એકાંતા છે. આ શાસ્ત્રનાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતરા થયાં છે, પણ્ એની ખરી ખૂબી મૂળ ગુજરાતીમાં જ છે. જૈન પરંપરાના સમાન્ય ગુજરાતી પ્રામાણિક ધર્મગ્રંથ તરીકે આ શાસ્ત્ર સરકારી, રાષ્ટ્રીય કે અન્ય કોઈ પણ સંસ્થાના પાઠ્યક્રમમાં સ્થાન લેવાની ચેાગ્યતા ધરાવે છે. વિશિષ્ટ ભાષાંતરકૃતિમાં દિગબરાચાય કુંદકુંદકૃત પ્રાકૃત ‘ પંચાસ્તિકાય’તું તેમણે ગુજરાતીમાં કરેલું અવિકલ ભાષાંતર (૭૦૦) આવે છે. વિવેચનકૃતિઓમાં આધ્યાત્મિક શ્વેતામ્બર મુનિ આનંદધનજી (૬૯૨), ચિદાનંદજી (૯)નાં કતિય પદ્મો ઉપર તેમણે કરેલાં વિવેચને મળે છે. પ્રસિદ્ધ દિગમ્બર્ તાર્કિક સમતભદ્રના માત્ર એક જ પ્રસિદ્ધ સંસ્કૃત શ્લાકનું વિવેચન (૮૬૮) તેમણે કર્યું છે. આ વિવેચના પ્રમાણની દૃષ્ટિએ નહિ, પણ ગુણની દૃષ્ટિએ એવાં મહત્ત્વનાં છે કે કાઈ પણ વિવેચકને તે માદક થવાની યોગ્યતા ધરાવે છે. એ વિવેચના પાંડિત્યમાંથી નહિ પણ સહજભાવે ઊગેલી આધ્યાત્મિકતામાંથી જન્મ્યાં હોય એવા ભાસ થાય છે. < અપૂર્વ અવસર એવા કયારે આવશે' એ ધ્રુવપદવાળું શ્રીમદ્ગુ કાવ્ય (૪૫૬) આશ્રમભજનાવલીમાં સ્થાન પામેલું હેાવાથી, માત્ર જૈન કે ગુજરાતી જનતામાં જ નહિ, પણુ ગુજરાતી ભાષા થોડેઘણે અંશે સમજનાર વર્ગમાં પણ જાણીતું થયું છે અને થતું જાય છે. આ પદ્યના વિષય જૈન પ્રક્રિયા પ્રમાણે ગુણશ્રેણી છે. એમાં પ્રક્રિયાનું જ્ઞાન અને ભાવતાદાત્મ્ય સ્પષ્ટ છે, તે એવા આત્મિક ઉલ્લાસમાંથી લખાયેલ છે કે વાંચનારને પણ તે શાંતિ આપે છે. જૈન પ્રક્રિયા હાવાથી ભાવની સર્વગમ્યતા આવવી શકય જ નથી. નરસિંહ મહેતા આદિનાં ભજનો લેાકપ્રિય છે, કારણ તેની વેદાંતપરિભાષા પણ એટલી અગમ્ય નથી હોતી, જેલી આ પદ્યમાં છે. આનું વિવેચન સાધારણ અને સદનરિભાષામાં તુલનાદષ્ટિથી થાય, તો તે વધારે ફેલાવો પામે. નરસિંહ મહેતાના વૈષ્ણવજન તો તેને કહીએ ’ એ ભજનમાંના વૈષ્ણવજન (ૌદ્ધ પરિભાષામાં માધિસત્ત્વ) સાધનાના ક્રમમાં લેક * આ પુસ્તકમાં નુ પાન ૮૭. . Page #23 -------------------------------------------------------------------------- ________________ · શ્રીમદ્રાચંદ્ર ’એક સમાલોચના * > [ ૭૮૫ સેવાના કાની યોગ્યતા ધરાવે છે, જ્યારે · અપૂર્વ અવસર ” એ ભજનમાંની ભાવનાવાળા આત સાધક એકાંત આધ્યાત્મિક એકાંતની ઊડી ગુહામાં સેબ્સસેવકના ભાવ ભૂલી, સમાહિત થઈ જવાની તાલાવેલીવાળા દેખાય છે. નીરખીને નવયૌવના ' ઇત્યાદિ બ્રહ્મચર્ય વિષયક દોહરા (બેક્ષમાળા’–૩૪) કાઈ ઊંડા ઉદ્ગમમાંથી ઉદ્ભવ્યા છે, ખુદ ગાંધીજી પણ એને પાઠ કયારેક કરતા એમ સાંભળ્યું છે, સત્તરમે વર્ષે રચાયેલું - બહુ પુણ્ય કરા પુજથી સ્ત્યાદિ હરિગીત કાવ્ય (‘મેાક્ષમાળા’-૬૭) શબ્દ અને અર્થથી બહુ ગંભીર છે---જાણે પાછલી ઉંમરમાં રચાયું ન હોય ! બ્રહ્મચર્યના દોહરા વિશે પણ એમ જ કહી શકાય. 4 - હૈ ! પ્રભુ, હે ! પ્રભુ, શું કહું ? ' એ કાવ્ય (૨૨૪) માત્ર આત્મનિરીક્ષણથી આતપ્રેત છે. ‘જભાવે જડ પરિણમે' એ કાવ્ય (૨૨૬) જન આત્મક્રિયાનું પૂરપૂરું ખેાષક છે. જિનવર કહે છે જ્ઞાન તેને' એ ધ્રુવમદવાળું કાવ્ય (૨૨૭) જૈન પરિભાષામાં જ્ઞાનની તાત્ત્વિકતાનું નિરૂપણ કરે છે. આ બધાંય છૂટાંછવાયાં કાવ્યોને વિશિષ્ટ કૃતિમાં મૂકવાનુ કારણ એ છે તે બધાંમાં એક યા ખીજી રીતે જૈન તત્ત્વજ્ઞાન અને ન ભાવના બહુ પષ્ટતાથી વ્યક્ત થયેલી છે અને તે બધાં સુપ છે. એક વાર જેણે જૈન પરિભાષાને પડદે વીખે, તેને તે ગમે તેટલી વાર વાંચવા છતાં તેમાંથી નવીનતાના જ અનુભવ થાય એમ છે. વિશિષ્ટ કૃતિના બીજા વિભાગમાં ગાંધીજીને ભિન્નભિન્ન સમયે લખેલા ત્રણ પત્રોત્ર છે. પહેલા પત્ર (૪૪૭) જેમ પ્રશ્નોમાં તેમ ઉત્તરમાં પણ મેટા છે. ખી વિરોષતા એ છે કે પ્રશ્નો તાત્ત્વિક અને વ્યાવહારિક બન્ને રૂપના તેમ જ એરિસ્ટરની બુદ્ધિને છાજે તેવા વ્યવસ્થિત છે. ઉત્તર પણ પ્રજ્ઞાથી અને અનુભવજ્ઞાનથી અપાયેલા છે. સમત્વ પદે પદે છે. સર્પ મારવા ન મારવાને ન્યાય પ્રજ્ઞાપાટવ અને વસ્તુસ્થિતિ સૂચવે છે. છતાં આજે એ ઉત્તર અપર્યાપ્ત જ છે. સામૂહિક દૃષ્ટિએ પણ આવી બાબતમાં વિચાર કરવો જ પડે છે. ગાંધીજીએ પાછળથી એ વિચાર કર્યાં. શ્રીમદ શું કરત તે કહી ન શકાય, પણ જેનેએ અને બધાએ એ વિચાર કરવા જ જોઈ એ. મુહની ભાખતમાં શ્રીમદ્દે અભિપ્રાય આપ્યો છે, તે તેમનાં મૂળ પુસ્તકે પૂરાં વાંચ્યાં હાત તા જુદી રીતે આપત. આ ગ્રંથમાં જા × આ ગ્રંથમાં તુ * ૫૦ પાન ૫૦, ભડ ૩, Page #24 -------------------------------------------------------------------------- ________________ ; ] દર્શન અને ચિ’અન ગાંધીજીને લખેલા બીજા પત્રમાં (૪૮૨) વિવેકજ્ઞાન, તેની શકયતા અનેં તેનાં સાધનાતુ સ્પષ્ટ ચિત્ર છે. ત્રીજા પત્રમાં (૪૭) આય વિચાર-આચાર, આય–અનાય ક્ષેત્ર, ક્ષક્ષાભક્ષ્ય વિવેક, વર્ણાશ્રમધર્મની અગત્યતા, નાતજાત આદિના ભેદ અને ખાનપાનના પારસ્પરિક વ્યવહાર આદિ વિશે ખુલાસા કરેલો છે. આજે પણ ગાંધીજીના વિકસિત અને વ્યાપક જીવનક્રમમાં જાણે શ્રીમદના એ ખુલાસાના સસ્કારી હોય એમ ભાસે છે. આ ત્રણે પત્ર દરેકે વાંચવા લાયક છે. એની વિશેષતા એ કારણથી છે કે ખીજા કાઈને લખે તે કરતાં ગાંધીજીને જુદી જ જાતનું લખવાનું હોય છે —અધિકારીના પ્રશ્ન પ્રમાણે જવાબ. ગાંધીજી સિવાયના કાઈ પ્રત્યેના પત્ર–વ્યવહારમાં આપણે વ્યવહારુ ચર્ચા ભાગ્યે જ જોઈ એ છીએ. એમાં લેક, પર્યોય, કૈવલજ્ઞાન, સમ્યક્ત્વ ઇત્યાદિની ચર્ચા ડ્રાય છે; જ્યારે ગાંધીજી વ્યવહારુ પ્રો ધાર્મિક દૃષ્ટિએ કરે છે, અને આજે આપણે જોઈ એ છીએ કે ગાંધીજીએ કેટલા વ્યવહારુ પ્રશ્નોના નિકાલ ધમ દૃષ્ટિએ કર્યો છે! સામાન્ય જૈન વ અને અન્ય વર્ગ અધિકાર પ્રશ્નો જ કરે છે, એ હંમેશના અનુભવ શ્રીમદને પૂછનારાએના પ્રશ્નોમાં પણ સાચેા ઠરે છે. ગાંધીજી અત્યાર લગી અપવાદ છે. જ્ઞાતિભાજન, જ્ઞાતિ ખહાર ભોજન, ભક્ષ્યાશવિચાર, એમાં જ કાં સુધી છૂટ મ્રુત્યાદિ પ્રશ્નો ગાંધીજીની વકીલષ્ટિ તેમ જ પરદેશમાં આવી પડેલી પરિસ્થતિને આભારી છે. જૈનાના પ્રશ્નો મહાવીરના સમયમાં થતા પ્રશ્નો જેવા જ લગભગ છે. એમ દેખાય છે કે જેનેાના માનસની પરિસ્થિતિ લગભગ એ જ ચાલી આવે છે. અંક ૧૩૮વાળા પત્ર કાઈ જૈન જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તરમાં છે, જે જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસીને રસ પામે એવા છે. એમાં નિયત સ્થાનથી જ તે તે ઇન્દ્રિયાનુભવ કેમ થાય છે અને ન્દ્રિયો અમુક જ પરિસ્થિતિમાં કામ ક્રમ કરે છે, તેને ખુલાસે ખૂબ સ્પષ્ટતાથી આપ્યા છે જેવા કે સર્વાં સિદ્ધિ, રાજવાતિક આદિમાં છે. અંક ૬૩૩વાળા પત્ર, જેમાં આશ્રમમે વર્તવું કે ગમે ત્યારે ત્યાગ કરવા એ પ્રશ્ન ઋણ્યા છે અને જેને કાંઈક નિર્દેશ મેં પ્રથમ કર્યો છે, તે પત્ર પણ એક ગભીર વિચાર પૂરા પાડતા હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે.. વિશિષ્ટ કૃતિના ત્રીજા વિભાગમાં અક ૭૦૭-૮વાળું લખાણ પ્રથમ લઈ એ. એ કદાચ સ્વચિંતનજન્ય નોંધ હાય. રોગ ઉપર ા કરવી કે નહિ Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાલોચના [ ૮૭ એ વિચાર જૈન સમાજમાં ખાસ કરી જિનકલ્પ ભાવનાને લીધે આવ્યો છે. એ બાબત શ્રીમદે આ નંધમાં ખૂબ પ્રકાશ પાડ્યો છે, અને પૂર્ણ અનેકાંતદષ્ટિ ગૃહસ્થ–સાધુ બને માટે ઘટાવી છે, જે વાસ્તવિક છે. ઔષધ બનાવવામાં કે લેવામાં પાપદષ્ટિ હોય છે તેનું ફળ પણ ઔષધની અસરની પેઠે અનિવાર્ય છે, એ વસ્તુ માર્મિક રીતે ચર્ચા છે. ઔષધ દ્વારા રેગનું શમન કેમ થાય? કારણ કે રોગનું કારણ તે કર્મ છે, અને તે હોય ત્યાં સુધી બાહ્ય ઔષધ, શું કરે ? એ કર્મદષ્ટિના વિચારને સરસ જવાબ આપે છે. આ લખાણમાં એમણે ત્રણ અંશો સ્પર્યા લાગે છે ? ૧. રેગ કર્યજનિત છે તે તે કર્મ ચાલુ હોય ત્યાં લગી ઔષધોપચાર શા કામનો ? એક એ પ્રશ્ન છે. ૨. રોગજનક કર્મ ઔષધનિત્યં જાતિનું છે કે અન્ય પ્રકારનું એ માલૂમ ન હોવા છતાં ઔષધની કડાકૂટમાં શા માટે તરવું ?—ખાસ કરીને ધાર્મિક ગૃહસ્થ અને ત્યાગીઓએ—એ બીજો પ્રશ્ન. ૩. ઔષધ કરીએ તેય પુનઃ કર્મબંધ થવાને જ, કારણ, ઔષધ બનાવવામાં અને લેવામાં સેવાયેલ પાપત્તિ નિષ્ફળ નથી જ. તે પછી રોગ નિવારીને પણ નવા રોગનું બીજ નાખવા જેવું થયું. એને શો ખુલાસે ? એ ત્રીજો પ્રશ્ન. - આ ત્રણે પ્રશ્નો એમણે કર્મશાસ્ત્રની દૃષ્ટિથી ચર્ચા છે. ઔષધ અને વેદનીયકર્મનિવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતા તથા કર્મબંધ અને વિપાકની વિચારણું કરતાં એમણે જૈન કર્મશાસ્ત્રનું મૌલિક ચિંતા વ્યક્ત કર્યું છે. વ્યાખ્યાન સાર' (૭૫૩) આખે જન તત્ત્વજ્ઞાનની રુચિવાળ બધાએ વાંચવા જે છે. એ વાંચતાં એમ લાગે છે કે એમણે સમ્યક્ત્વ પાકું અનુભવ્યું ન હોય તે એ વિશે આટલી સ્પષ્ટતાથી અને વારંવાર કહી ન શકે. તેઓ જ્યારે એ વિશે કહે છે, ત્યારે માત્ર સ્થૂલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં ઘણું પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. કેવીજ્ઞાનની ક્યારેક પ્રથમ નવી રીતે કરવા ધારેલ યાખ્યા એમણે આમાં સૂચવી હોય એમ લાગે છે, જે જૈન પરંપરામાં એક નવું પ્રસ્થાન અને નવીન વિચારણું ઉપસ્થિત કરે છે. એમાં વિરતિ–અવિરતિ અને પાપક્રિયાની નિવૃત્તિ-અનિવૃત્તિના સંબંધમાં માર્મિક વિચાર છે.* એમના ઉપર જે ક્રિયાપને આક્ષેપ છે, તેને ખુલાસો એમણે પતિ જ આમાં સ્પષ્ટ કર્યો છે, જે તેમની સત્યપ્રિયતા અને નિખાલસતા સૂચવે છે. * આ પુસ્તકમાં જુઓ પાન ૧૨૯. * જુઓ આ ગ્રંથ પાન ૧૧૨. Page #26 -------------------------------------------------------------------------- ________________ s૮૮] દર્શન અને ચિંતન ‘ ઉપદેશછાયા ’ ( ૧૪૩) ના મથાળા નીચેના સંગ્રહમાં શ્રીમદના માત્મામાં હુમેશાં રમી રહેલાં, વિવિધ વિષયાનાં ચિંતનાની છાયા છે, જે જૈન જિજ્ઞાસુ વાસ્તે ખાસ રુચિપોષક છે. ઉપર હાર્ ' બંગાળી, મરાડી, હિન્દી, અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષા, જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન અને વિચારક વર્ગની લેખનપ્રવૃત્તિ થાય છે અને વિશેષ સભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાર્ય આત્મારામજીની હિન્દી કૃતિએને બાદ કરતાં એકે ભાષામાં વીસમી શતાબ્દીમાં લખાયેલું એક પણ પુસ્તક મે એવું નથી જોયુ કે જેને · શ્રીમદ્રાજચંદ્ર'નાં લખાણે! સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિકતાની દૃષ્ટિએ અશધી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્ર વિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ, શ્રીમદનાં લખાણોનુ ભારે મૂલ્ય છે. છેલ્લા ત્રણચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જૈન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકાની ચેામેથી અનવરત માગણી થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાએ પોતપોતાની શકયતા પ્રમાણે આવી માગણીને પહેાંચી વળવા કાંઈ ને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમ જ નાનાંમેટાં પુસ્તક પ્રસિદ્ધ કર્યાં છે. પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધાં વિશે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે એ બધા પ્રયત્નો અને લગભગ એ બધુ સાહિત્ય શ્રીમદનાં લખાણા સામે ખાલિશ અને કૃત્રિમ જેવું છે. એમનાં લખાણોમાંથી જ અક્ષરેઅક્ષર અમુક ભાગેા તારવી, અધિકારીની યાગ્યતા અને વય પ્રમાણે, પાઠ્યક્રમ ઘડી કાઢવામાં આવે કે જેમાં કાઈ પણ જાતના ખર્ચ, પરિશ્રમ આદિને મેાજ નથી, તે ધાર્મિક સાહિત્ય વિશેની જૈન સમાજની માગણીને આજે પણ એમનાં લખાણથી ખીજા કાઈ પણ પુસ્તકા કરતાં વધારે સારી રીતે સર્ષી શકાય એમ છે. એમાં કુભારથી માંડી પ્રૌઢ ઉંમર સુધીના અને પ્રાથમિક અભ્યાસીથી માંડી ઊંડા ચિંતક સુધીના જિજ્ઞાસુ માટેની સામગ્રી મામ્બૂદ છે. અલબત્ત, એ સામગ્રીના સદુપયોગ કરવા વાસ્તે અસંકુચિત અને ગુણગ્રાહક માનસ ચક્ષુ જોઈ એ. શ્રીમદની સમગ્ર ઉમર કરતાં વધારે વખત અભ્યાસમાં ગાળનાર, શ્રીમદનાં ભ્રમણ અને પરિચયક્ષેત્ર કરતાં વધારે વિસ્તૃત ક્ષેત્રમાં રખડનાર, તે વિવિધ વિષયના અનેક વિદ્યાગુરુઓને ચરણે સાદર બેસનાર મારા જેવા અલ્પ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજચંદ્ર –એક સમાલોચના [૭૮૯ પણ ધારે તે એમનાં લખાણમાં ખામીઓ બતાવી શકે; પરંતુ જ્યારે એમની માત્ર આપબળે વિદ્યા મેળવવાની, શાસ્ત્રો વાંચવાની, તત્વચિંતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમ જ પ્રવાહબદ્ધ લખવાની અને તે પણ ઘરઆંગણે રમતા કુમારની ઉંમરથી તેમજ વ્યાપારધંધા આદિની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે–ત્યારે શ્રીમદ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહિ પણ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. જૈન સમાજ માટે તો એ વ્યક્તિ ચિરકાલ લગી આદરણીય સ્થાન સાચવી રાખશે એમાં શંકા જ નથી. તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમદનાં લખાણ વાંચ્યા સિવાય એમને વિશે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવા એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પિતાનું સ્થાન ગુમાવવા જેવું છે. શ્રીમદ્રાજચંદ્રનું અંતિમ સંસ્કરણ જોઈ ગયા પછી તે સંસ્કરણની કેટલીક ખટકે એવી ખામીઓ તરફ તેમના અનુગામીઓનું લક્ષ ખેંચવું ધારું છું. એ ખામીઓ હશે ત્યાં સુધી “શ્રીમદ્રાજશ્ચંદ્રનું મહત્ત્વ વિઠાને યોગ્ય રૂપમાં આંકી નહિ શકે. ખામીઓ પરિશિષ્ટ અને શુદ્ધિ વિષયક છે. પ્રથમ તે વિષયાનુક્રમ હોવો જોઈએ. કેટલાંક પરિશિષ્ટોમાં પહેલું તેમાં આવેલા ગ્રંથ અને ગ્રંથકારે વિશેનું બીજું, તેમાં આવેલાં અવતરણ વિશેનું, તેનાં મૂળ ‘સ્થળો સાથે; ત્રીજું, તેમાં આવેલા બધાય વ્યાખ્યા કરેલ કે વ્યાખ્યા કર્યા વિનાના પારિભાષિક શબ્દોનું ચોથું, એમાં ચર્ચેલા વિષયે મૂળમાં જે જે ગ્રંથમાંથી લેવામાં આવ્યા હોય, તે અંગેનાં સ્થળો અને જરૂર હોય ત્યાં પાઠે દર્શાવનારું –એમ અનેક દષ્ટિથી મહત્વનાં બીજાં પણ પરિશિષ્ટ આપવાં જરૂરી છે. એમણે પિતાનાં લખાણમાં વાપરેલ સંસ્કૃત કે પ્રાકૃત શબ્દ કાયમ રાખીને પણ જ્યાં તેમાં વિકૃતિ હોય ત્યાં સાથે કાષ્ટકમાં તે દરેક શબ્દનું શુદ્ધ રૂપ આપવાથી કાંઈ પુસ્તકનું મહત્વ ઘટતું નથી. આ પ્રસંગે શ્રીમદના સમારકરૂપે ચાલતી સંસ્થાઓ વિશે સૂચન કરવું પ્રાસંગિક છે. હું જાણું છું ત્યાં સુધી એમના સ્મરણરૂપે બે પ્રકારની સંસ્થાઓ છે. કેટલાક આશ્રમો અને પરમતપ્રભાવક મંડળ. આશ્રમની બાબતમાં તે એટલું જ સૂચવવું બસ થશે કે તે તે આશ્રમના સંચાલકેએ અને ત્યાં રહેનારાઓએ, શ્રીમદે સૂચિત શાસ્ત્રાભ્યાસ, મનન અને આપમેળે નિર્ણય બાંધવાની વૃત્તિને જ વિકાસ થાય એ રીતે વ્યવસ્થિત અભ્યાસ અને ચિંતનક્રમ ગેવ જોઈએ. તેમની ચરણપાદુકા કે છબી આદિની સુવર્ણપૂજા કરતાં તેમની સાદગી અને વીતરાગભાવનાને બંધબેસે તેમ જ વિચારકની દષ્ટિમાં પરિહાસ ન પામે એવી જ યોગ્ય ભક્તિ પિષવી ઘટે. Page #28 -------------------------------------------------------------------------- ________________ કહ૦ ] દર્શન અને ચિંતને - પરમબ્રુતપ્રભાવક મંડળે આજ સુધીમાં વ્યાપક દષ્ટિએ રાષ્ટ્રીય ભાષામાં અનુવાદિત અનેક પુસ્તકો બહાર પાડ્યાં છે. એ પ્રયત્ન પ્રથમ દષ્ટિએ અત્યાર લગી સ્તુત્ય ગણાય, પણ અત્યારે ઉભી થયેલી સાહિત્યવિષયક માગણી અને થયેલ વિકાસક્રમને લક્ષમાં લેતાં, હવે એ મંડળે સંપાદનમુદ્રણનું દૃષ્ટિબિન્દુ બદલવું જ જોઈએ. પુસ્તકોની પસંદગી, અનુવાદની પદ્ધતિ, તેની ભાષા તથા પ્રસ્તાવના, પરિશિષ્ટ આદિ કેવાં અને કેટલાં હોવાં જોઈએ એને નિર્ણય કરવા વાતે એ મુંડળે ઓછામાં ઓછા બે-ત્રણ વિદ્વાનોની સમિતિ બનાવી, તે દ્વારા જ અનુવાદક કે સંપાદક પસંદ કરવાનું, અને વસ્તુ તૈયાર થયા પછી તપાસાવવાનું કામ કરાવી, ત્યાર પછી જ પુસ્તક પ્રેસમાં આપવાની ગોઠવણ કરવી ધટે. એ મંડળ તરફથી અત્યાર લગીમાં પ્રગટ થયેલ સંખ્યાબંધ પુસ્તક જ્યારે જોઉં છું, ત્યારે મૂળપાઠ, અનુવાદ, ભાવકથન, સંશોધન આદિની ઢગલાબંધ. અક્ષમ્ય ભૂલ જોઈ વ્યાપારી જૈન સમાજને હાથે હણતા સાહિત્યના તેજસ્વી આત્માનું દૃશ્ય અનુભવું છું. શ્રીમદ્રાજચંદ્રને હિન્દી કે કોઈ પણ ભાષામાં અનુવાદ કરવાની રુચિવાળા પણે તેમના ઘણા ભક્તિ છે. તેમનું પણ ધ્યાન ખેંચવું આવશ્યક છે. શ્રીમદની ભાષા ગુજરાતી છે, પણ તે તેમની ખાસ ભાષા છે. ગુજરાતી ભાષામાં નવયુગમાં જૈન તત્વચિંતન તેમણે જ પ્રથમ કરેલું અને લખેલું હોવાથી, તેમની ભાષાએ સ્વાવલંબી વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. તેમાં ચર્ચાયેલા વિષય સેંકડો ગ્રંથમાંથી અને કાંઈક સ્વતંત્ર ભાવે ઊંડા ચિંતનમાંથી આવેલા છે. તેથી અનુવાદકની પસંદગીમાં મુખ્ય ત્રણ બાબતો ધ્યાનમાં નહિ રખાય તે એ અનુવાદો નામના જ થશે : પહેલી એ કે તેણે શ્રીમદની ભાષાને માતૃભાષા એટલે જ તલસ્પર્શી પરિચય કરેલ હોવો જોઈએ. બીજી બાબત એ કે એમાં ચર્ચેલા વિષયોનું તેણે પર્વ અને સ્પષ્ટ પરિશીલન કરેલું હોવું જોઈએ. અને ત્રીજી બાબત એ છે કે જે ભાષામાં અનુવાદ કરવાને હેય તેમાં લખવાને તે સિદ્ધહસ્ત હોવું જોઈએ. આટલા પૂરતી સગવડ કરી આપવામાં કે મેળ-. વવામાં જે ખર્ચ યોગ્ય રીતે સંભવ હોય, તે કરવામાં વૈશ્યવૃત્તિ જરાય ન સેવતાં ત્રણ વખતની ઉદારવૃત્તિનું અવલંબન કરવું જોઈએ.* * " શ્રી. રાજચંદ્રનાં વિચારો” (ગુજરાત વિદ્યાપીઠ)માંથી ધૃત.