SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૨ ] દર્શન અને ચિંતન બુદ્ધચરિત આદિ તેમણે લખાણમાં નિર્દેશેલાં અને બીજા કેટલાંક નામપૂર્વક નહિ નિર્દેશેલ છતાં તેમનાં લખાણના ભાવ ઉપરથી સ્પષ્ટ સૂચિત થતાં જેનેતર શાસ્ત્રીય પુસ્તકો તેમણે એકાગ્રતા અને તીક્ષ્ણ દૃષ્ટિથી વાંચ્યાં છે ખરાં, પણ એકંદર તેમણે જૈન શાસ્ત્રો જ મેટા પ્રમાણમાં વાંચ્યાં છે. તેમાંના ઝીણા ઝીણા તાત્ત્વિક અને આચાર વિષયક મુદ્દાઓ ઉપર તેમણે અનેક વાર ગંભીર વિચારણા કરી છે, એ વિશે એકથી વધારે વાર લખ્યું છે, અને એમણે એ વિશે જ હાલતાં ને ચાલતાં ઉપદેશ આપ્યો છે. આ દૃષ્ટિએ એમનાં લખાણ વાંચતાં એવું વિધાન ફલિત થાય છે કે જોકે બીજાઓમાં હોય છે તેવી તેમનામાં સંકુચિત ખંડનમંડનવૃત્તિ, કદાગ્રહ કે વિજયલાલસા ન હતાં, છતાં તેમણે વાંચેલું જૈનેતર સમગ્ર મૃત જૈન શ્રત અને જૈન ભાવનાના પરિપષણમાં જ તેમને પરિણમ્યું હતું. ભારતીય દર્શનેમાં વેદાંત (ઉત્તરમીમાંસા) અને તે પણ શાંકરમતાનસાર, તેમ જ સાંખ્ય એ બે દર્શનનાં મૂળ તો તેમને પરિચય કાંઈક ઠીક હતું એમ લાગે છે. એ સિવાયનાં અન્ય વૈદિક દર્શને કે બૌદ્ધ દર્શન વિશે તેમને જે કાંઈ માહિતી મળી, તે તે દર્શનના મૂળ ગ્રન્થ ઉપરથી નહિ, પણ આચાર્ય હરિભદ્રના વદર્શનસમુચ્ચય, ધર્મસંગ્રહણું આદિ તથા આચાર્ય સિદ્ધસેનના મૂળ સન્મતિ આદિ જેવા જૈન ગ્રંથ દ્વારા જ મળી હોય એમ લાગે છે. તેમના જૈન શાસ્ત્રજ્ઞાનની શરૂઆત પણ સ્થાનક્વાસી પરંપરામાંથી જ થાય છે. એ પરંપરાનું સાહિત્ય બાકીની બે પરંપરા કરતાં—ખાસ કરી મૂર્તિપૂજક શ્વેતાંબર પરંપરા કરતાં બહુ જ ઓછું અને મર્યાદિત છે. કડા નામનાં તાત્વિક વિષેનાં ગુજરાતી ભાષાબદ્ધ પ્રકરણ, મૂળ પ્રાકૃત કેટલાંક આગમે અને તેના બાઓએ જ એ પરંપરાનું મુખ્ય સાહિત્ય છે. શ્રીમદે બહુ જ થોડા વખતમાં એ શાસ્ત્રો બધાં નહિ તે એમાંનાં મુખ્ય મુખ્ય જોઈ તેનું હાર્દ સ્પશી લીધું, પણ એટલાથી તેમની ચવતી થવા જેટલી મહત્વાકાંક્ષા કાંઈ શમે અગર ભૂખ ભાંગે એમ ન હતું. તેઓ જેમ જેમ જન્મભૂમિ બહાર જતા ગયા અને ગગનચુંબી જૈન મંદિરના શિખરે જેવા સાથે મોટા મોટા પુસ્તક ભંડારે વિશે સાંભળતા ગયા તેમ તેમ તેમની વૃત્તિ શાસ્ત્રધન તરફ વળી. અમદાવાદ પહોંચ્યા ત્યાં એમને ખૂબ જ નવ નવ શાસ્ત્રો જેવા– જાણવા મળ્યાં. પછી તે, એમ લાગે છે કે, તેમની વિવેચકશક્તિ અને ગંભીર ધાર્મિક સ્વભાવને લીધે તરફથી આકર્ષણ વધ્યું અને અનેક દિશાઓમાંથી તેમને સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકે મળવા લાગ્યા. આ રીતે શ્વેતાંબે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249240
Book TitleShrimad Rajchandra Ek Samalochna
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size527 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy