SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્વાજચંદ્ર’–એક સમાલોચના દર્શનના મૂળ સાહિત્યને ગંભીરપણે વાચવા અને વિચારવાની શાંત તક મળી હેત તે તેઓ પૂર્વમીમાંસા સિવાયનાં જૈનેતર દર્શને વિશે આવું વિધાન કરતાં જરૂર ખચકાત. તેમની નિષ્પક્ષ અને તીવ્ર પ્રજ્ઞા સાંખ્ય-ગદશનમાં, સાકર વેદાન્તમાં, બૌદ્ધ વિચારસરણીમાં જૈન પરંપરા જેટલો જ રાગદ્વેષ અને હિંસાવિરોધી ભાવ સ્પષ્ટ જોઈ શકત. વધારે તે શું, પણ તેમની સરલ પ્રકૃતિ અને પટુ બુદ્ધિ ન્યાય-વૈશેષિકસૂત્રનાં ભાષ્યોમાં પણ વીતરાગભાવની–નિવર્તક ધર્મની જ પુષ્ટિ ક્રમ શબ્દશઃ જોઈ શકત; અને એમ થયું હેત તે તેઓની મધ્યસ્થતા, જેન પરંપરાના અન્ય દર્શને વિશેના પ્રચલિત વિધાનની બાબતમાં આવી ભૂલ થતાં રોકત. એક બાજુ જૈન તત્વજ્ઞાનના કર્મ, ગુણસ્થાન અને નવ તત્વ આદિ વિષને મૌલિક અભ્યાસ કરવાની અને તેનું જ ચિંતન, પ્રતિપાદન કરવાની એમને તક સાંપડી, અને બીજી બાજુ એ જૈનેતર દર્શનેનાં મૂળ પુસ્તકે સ્વયં સાંગોપાંગ જોવાની અગર તે જોઈએ તેટલી છૂટથી વિચારવાની તક ન મળી. નહિ તે તેમની ગુણગ્રાહક દષ્ટિ, સમન્વયશક્તિ એ બધાં દર્શનના તુલનાત્મક ચિંતનમાંથી તેમને હાથે એક નવું જ પ્રસ્થાન શરૂ કરાવત. એમાં ન થયું હોત તો પણ તેમને વેદાંતના માયાવાદ કે સાંખ્ય–ગના અસંગ અને પ્રકૃતિવાદમાં જે ઊણપ દેખાઈ છે, તે ઊણપ તે રીતે તે ન જ દેખાત અને ન જ દર્શાવાત. શારજ્ઞાન અને સાહિત્યાવલોકન શ્રીમદને સ્વભાવ જ ચિંતન અને મનનશીલ હતા. એમનું એ ચિંતન પણ આત્મલક્ષી જ હતું. તેથી બાહ્યલક્ષી સાહિત્ય, જેવું કે વાર્તા, નવલકથા, નાટક, કાવ્ય, પ્રવાસવર્ણન આદિ, તરફ તેમની રસવૃતિ સ્વાભાવિક રીતે જ રહેલી લાગતી નથી. એમણે એવું સાહિત્ય વાંચવામાં મનેયોગ આપે હોય કે સમય ગાળ્યો હોય એમ તેમનાં લખાણો જોતાં લાગતું નથી. છતાં તેમના હાથમાં છૂટું છવાયું એવું કાંઈ સાહિત્ય પડી ગયું હશે, તે પણ એનો ઉપયોગ એમણે તો પિતાની તત્વચિંતક દષ્ટિએ જ કરેલો હોવો જોઈએ. એમની જિજ્ઞાસા અને નવું નવું જાણી તે પર વિચાર કરવાની સહજ વૃત્તિ બેહદ હતી. એ વૃત્તિ અન્ય સાહિત્ય તરફ ન વળતાં માત્ર શાસ્ત્ર તરફ જ વળેલી લાગે છે. - વિદુરનીતિ, વૈરાગ્યશતક, ભાગવત, પ્રવીણસાગર, પંચીકરણ, દાસબોધ, શિક્ષાપત્રી, પ્રધશતક, મહમુદ્ગર, મણિરત્નમાલા, વિચારસાગર, યોગવાસિક, ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249240
Book TitleShrimad Rajchandra Ek Samalochna
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size527 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy