Book Title: Shrimad Rajchandra Ek Samalochna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ શ્રીમદ્રાજચંદ્ર' –એક સમાલોચના | [૧૮] વવાણિયા, મોરબી અને રાજકોટ વગેરેમાં જ્યાં શ્રીમદનું આવવાજવા અને રહેવાનું વિશેષ થતું, એ સ્થાને મારા જન્મસ્થાન અને રહેઠાણથી કાંઈ વિશેષ દૂર ન ગણાય. તેમ છતાં, એ સ્થાની વાત બાજુએ મૂકે અને છેલ્લે છેલ્લે વિ. સં. ૧૯૫૬માં તેઓ વઢવાણ કેમ્પમાં રહેલા તે સ્થાન તો મારા રહેઠાણુથી માત્ર એક કલાકને રસ્તે જ છે. એટલું જ નહિ, પણ મારા કુટુંબીઓની દુકાન અને મારા ભાઈ. પિતા વગેરેનું રહેવાનું વઢવાણ કેમ્પમાં હેવાથી, મારે વાતે એ સ્થાન સુગમ જ નહિ પણ વાસસ્થાન જેવું હતું, તે વખતે મારી ઉમર પણ લગભગ એગણુસ વર્ષની હોઈ અપકવ ન જ ગણાય. નેત્ર ગયા પછીનાં ત્યાર સુધીનાં ત્રણ વર્ષમાં સાંપ્રદાયિક ધર્મશાસ્ત્રના થોડાક પણ તીવ્ર રસપૂર્વક અભ્યાસથી તે વખતે મારામાં જિજ્ઞાસા તે ઉત્કટ જાગેલી એમ મને યાદ છે. મારે તે વખતને બધે સમય શાસ્ત્રશ્રવણ અને સગવડ મળી તે શાસ્ત્ર પી જવામાં જ જ. આમ હોવા છતાં હું તે વખતે એક પણુ વાર શ્રીમદને કેમ પ્રત્યક્ષ મળી ન શક્યો એને વિચાર પહેલાં પણ મને ઘણું વાર આવ્યો છે અને આજે પણ આવે છે. એનો ખુલાસે મને એક જ રીતે થાય છે અને તે એ કે ધાર્મિક વાડાવૃત્તિ સત્યશોધ અને નવીન પ્રસ્થાનમાં ભારે બાધક નીવડે છે. કુટુંબ, સમાજ અને તે વખતના મારા કુલધર્મગુરુઓના સાંકડા માનસને લીધે જ મારામાં એવા ગ્ય પુરુષને મળવાની કલ્પના જ તે વખતે જન્મવા ન પામી કે સાહસવૃત્તિ જ ન પ્રગટી. જેમની વચ્ચે મારે બધો વખત પસાર થતે તે સ્થાનકવાસી સાધુઓ અને આર્યાએ તેમ જ કોઈ વાર તેમના ઉપાસકેના મોઢેથી તે વખતે શ્રીમદ વિશે તુચ્છ અભિપ્રાય જ સાંભળતા. તેથી મને મન ઉપર તે વખતે એટલે સંસ્કાર વગર વિચાર્યું પડેલું કે રાજચંદ્ર નામને કેઈ ગૃહસ્થ છે, જે બુદ્ધિશાળી તો છે પણ મહાવીરની પેઠે પિતાને તીર્થંકર મનાવી પિતાના ભક્તોને ચરણેમાં નમાવે છે અને બીજા કોઈને ધર્મગુરુ કે સાધુ માનવા ના પાડે છે, ઈત્યાદિ. મારે કબૂલ કરવું જોઈએ કે જે તે વખતે મારું મન જાગ્રત હોત તો તે આ મૂઢ સંસ્કારની પરીક્ષા ખાતર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28