________________ કહ૦ ] દર્શન અને ચિંતને - પરમબ્રુતપ્રભાવક મંડળે આજ સુધીમાં વ્યાપક દષ્ટિએ રાષ્ટ્રીય ભાષામાં અનુવાદિત અનેક પુસ્તકો બહાર પાડ્યાં છે. એ પ્રયત્ન પ્રથમ દષ્ટિએ અત્યાર લગી સ્તુત્ય ગણાય, પણ અત્યારે ઉભી થયેલી સાહિત્યવિષયક માગણી અને થયેલ વિકાસક્રમને લક્ષમાં લેતાં, હવે એ મંડળે સંપાદનમુદ્રણનું દૃષ્ટિબિન્દુ બદલવું જ જોઈએ. પુસ્તકોની પસંદગી, અનુવાદની પદ્ધતિ, તેની ભાષા તથા પ્રસ્તાવના, પરિશિષ્ટ આદિ કેવાં અને કેટલાં હોવાં જોઈએ એને નિર્ણય કરવા વાતે એ મુંડળે ઓછામાં ઓછા બે-ત્રણ વિદ્વાનોની સમિતિ બનાવી, તે દ્વારા જ અનુવાદક કે સંપાદક પસંદ કરવાનું, અને વસ્તુ તૈયાર થયા પછી તપાસાવવાનું કામ કરાવી, ત્યાર પછી જ પુસ્તક પ્રેસમાં આપવાની ગોઠવણ કરવી ધટે. એ મંડળ તરફથી અત્યાર લગીમાં પ્રગટ થયેલ સંખ્યાબંધ પુસ્તક જ્યારે જોઉં છું, ત્યારે મૂળપાઠ, અનુવાદ, ભાવકથન, સંશોધન આદિની ઢગલાબંધ. અક્ષમ્ય ભૂલ જોઈ વ્યાપારી જૈન સમાજને હાથે હણતા સાહિત્યના તેજસ્વી આત્માનું દૃશ્ય અનુભવું છું. શ્રીમદ્રાજચંદ્રને હિન્દી કે કોઈ પણ ભાષામાં અનુવાદ કરવાની રુચિવાળા પણે તેમના ઘણા ભક્તિ છે. તેમનું પણ ધ્યાન ખેંચવું આવશ્યક છે. શ્રીમદની ભાષા ગુજરાતી છે, પણ તે તેમની ખાસ ભાષા છે. ગુજરાતી ભાષામાં નવયુગમાં જૈન તત્વચિંતન તેમણે જ પ્રથમ કરેલું અને લખેલું હોવાથી, તેમની ભાષાએ સ્વાવલંબી વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. તેમાં ચર્ચાયેલા વિષય સેંકડો ગ્રંથમાંથી અને કાંઈક સ્વતંત્ર ભાવે ઊંડા ચિંતનમાંથી આવેલા છે. તેથી અનુવાદકની પસંદગીમાં મુખ્ય ત્રણ બાબતો ધ્યાનમાં નહિ રખાય તે એ અનુવાદો નામના જ થશે : પહેલી એ કે તેણે શ્રીમદની ભાષાને માતૃભાષા એટલે જ તલસ્પર્શી પરિચય કરેલ હોવો જોઈએ. બીજી બાબત એ કે એમાં ચર્ચેલા વિષયોનું તેણે પર્વ અને સ્પષ્ટ પરિશીલન કરેલું હોવું જોઈએ. અને ત્રીજી બાબત એ છે કે જે ભાષામાં અનુવાદ કરવાને હેય તેમાં લખવાને તે સિદ્ધહસ્ત હોવું જોઈએ. આટલા પૂરતી સગવડ કરી આપવામાં કે મેળ-. વવામાં જે ખર્ચ યોગ્ય રીતે સંભવ હોય, તે કરવામાં વૈશ્યવૃત્તિ જરાય ન સેવતાં ત્રણ વખતની ઉદારવૃત્તિનું અવલંબન કરવું જોઈએ.* * " શ્રી. રાજચંદ્રનાં વિચારો” (ગુજરાત વિદ્યાપીઠ)માંથી ધૃત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org