Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 26
________________ s૮૮] દર્શન અને ચિંતન ‘ ઉપદેશછાયા ’ ( ૧૪૩) ના મથાળા નીચેના સંગ્રહમાં શ્રીમદના માત્મામાં હુમેશાં રમી રહેલાં, વિવિધ વિષયાનાં ચિંતનાની છાયા છે, જે જૈન જિજ્ઞાસુ વાસ્તે ખાસ રુચિપોષક છે. ઉપર હાર્ ' બંગાળી, મરાડી, હિન્દી, અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષા, જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન અને વિચારક વર્ગની લેખનપ્રવૃત્તિ થાય છે અને વિશેષ સભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાર્ય આત્મારામજીની હિન્દી કૃતિએને બાદ કરતાં એકે ભાષામાં વીસમી શતાબ્દીમાં લખાયેલું એક પણ પુસ્તક મે એવું નથી જોયુ કે જેને · શ્રીમદ્રાજચંદ્ર'નાં લખાણે! સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિકતાની દૃષ્ટિએ અશધી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્ર વિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ, શ્રીમદનાં લખાણોનુ ભારે મૂલ્ય છે. છેલ્લા ત્રણચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જૈન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકાની ચેામેથી અનવરત માગણી થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાએ પોતપોતાની શકયતા પ્રમાણે આવી માગણીને પહેાંચી વળવા કાંઈ ને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમ જ નાનાંમેટાં પુસ્તક પ્રસિદ્ધ કર્યાં છે. પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધાં વિશે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે એ બધા પ્રયત્નો અને લગભગ એ બધુ સાહિત્ય શ્રીમદનાં લખાણા સામે ખાલિશ અને કૃત્રિમ જેવું છે. એમનાં લખાણોમાંથી જ અક્ષરેઅક્ષર અમુક ભાગેા તારવી, અધિકારીની યાગ્યતા અને વય પ્રમાણે, પાઠ્યક્રમ ઘડી કાઢવામાં આવે કે જેમાં કાઈ પણ જાતના ખર્ચ, પરિશ્રમ આદિને મેાજ નથી, તે ધાર્મિક સાહિત્ય વિશેની જૈન સમાજની માગણીને આજે પણ એમનાં લખાણથી ખીજા કાઈ પણ પુસ્તકા કરતાં વધારે સારી રીતે સર્ષી શકાય એમ છે. એમાં કુભારથી માંડી પ્રૌઢ ઉંમર સુધીના અને પ્રાથમિક અભ્યાસીથી માંડી ઊંડા ચિંતક સુધીના જિજ્ઞાસુ માટેની સામગ્રી મામ્બૂદ છે. અલબત્ત, એ સામગ્રીના સદુપયોગ કરવા વાસ્તે અસંકુચિત અને ગુણગ્રાહક માનસ ચક્ષુ જોઈ એ. શ્રીમદની સમગ્ર ઉમર કરતાં વધારે વખત અભ્યાસમાં ગાળનાર, શ્રીમદનાં ભ્રમણ અને પરિચયક્ષેત્ર કરતાં વધારે વિસ્તૃત ક્ષેત્રમાં રખડનાર, તે વિવિધ વિષયના અનેક વિદ્યાગુરુઓને ચરણે સાદર બેસનાર મારા જેવા અલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28