________________
શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાલોચના
[ ૮૭ એ વિચાર જૈન સમાજમાં ખાસ કરી જિનકલ્પ ભાવનાને લીધે આવ્યો છે. એ બાબત શ્રીમદે આ નંધમાં ખૂબ પ્રકાશ પાડ્યો છે, અને પૂર્ણ અનેકાંતદષ્ટિ ગૃહસ્થ–સાધુ બને માટે ઘટાવી છે, જે વાસ્તવિક છે. ઔષધ બનાવવામાં કે લેવામાં પાપદષ્ટિ હોય છે તેનું ફળ પણ ઔષધની અસરની પેઠે અનિવાર્ય છે, એ વસ્તુ માર્મિક રીતે ચર્ચા છે. ઔષધ દ્વારા રેગનું શમન કેમ થાય? કારણ કે રોગનું કારણ તે કર્મ છે, અને તે હોય ત્યાં સુધી બાહ્ય ઔષધ, શું કરે ? એ કર્મદષ્ટિના વિચારને સરસ જવાબ આપે છે.
આ લખાણમાં એમણે ત્રણ અંશો સ્પર્યા લાગે છે ? ૧. રેગ કર્યજનિત છે તે તે કર્મ ચાલુ હોય ત્યાં લગી ઔષધોપચાર શા કામનો ? એક એ પ્રશ્ન છે. ૨. રોગજનક કર્મ ઔષધનિત્યં જાતિનું છે કે અન્ય પ્રકારનું એ માલૂમ ન હોવા છતાં ઔષધની કડાકૂટમાં શા માટે તરવું ?—ખાસ કરીને ધાર્મિક ગૃહસ્થ અને ત્યાગીઓએ—એ બીજો પ્રશ્ન. ૩. ઔષધ કરીએ તેય પુનઃ કર્મબંધ થવાને જ, કારણ, ઔષધ બનાવવામાં અને લેવામાં સેવાયેલ પાપત્તિ નિષ્ફળ નથી જ. તે પછી રોગ નિવારીને પણ નવા રોગનું બીજ નાખવા જેવું થયું. એને શો ખુલાસે ? એ ત્રીજો પ્રશ્ન. - આ ત્રણે પ્રશ્નો એમણે કર્મશાસ્ત્રની દૃષ્ટિથી ચર્ચા છે. ઔષધ અને વેદનીયકર્મનિવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતા તથા કર્મબંધ અને વિપાકની વિચારણું કરતાં એમણે જૈન કર્મશાસ્ત્રનું મૌલિક ચિંતા વ્યક્ત કર્યું છે.
વ્યાખ્યાન સાર' (૭૫૩) આખે જન તત્ત્વજ્ઞાનની રુચિવાળ બધાએ વાંચવા જે છે. એ વાંચતાં એમ લાગે છે કે એમણે સમ્યક્ત્વ પાકું અનુભવ્યું ન હોય તે એ વિશે આટલી સ્પષ્ટતાથી અને વારંવાર કહી ન શકે. તેઓ જ્યારે એ વિશે કહે છે, ત્યારે માત્ર સ્થૂલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં ઘણું પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. કેવીજ્ઞાનની ક્યારેક પ્રથમ નવી રીતે કરવા ધારેલ યાખ્યા એમણે આમાં સૂચવી હોય એમ લાગે છે, જે જૈન પરંપરામાં એક નવું પ્રસ્થાન અને નવીન વિચારણું ઉપસ્થિત કરે છે. એમાં વિરતિ–અવિરતિ અને પાપક્રિયાની નિવૃત્તિ-અનિવૃત્તિના સંબંધમાં માર્મિક વિચાર છે.*
એમના ઉપર જે ક્રિયાપને આક્ષેપ છે, તેને ખુલાસો એમણે પતિ જ આમાં સ્પષ્ટ કર્યો છે, જે તેમની સત્યપ્રિયતા અને નિખાલસતા સૂચવે છે.
* આ પુસ્તકમાં જુઓ પાન ૧૨૯. * જુઓ આ ગ્રંથ પાન ૧૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org