Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 27
________________ શ્રીમદ્રાજચંદ્ર –એક સમાલોચના [૭૮૯ પણ ધારે તે એમનાં લખાણમાં ખામીઓ બતાવી શકે; પરંતુ જ્યારે એમની માત્ર આપબળે વિદ્યા મેળવવાની, શાસ્ત્રો વાંચવાની, તત્વચિંતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમ જ પ્રવાહબદ્ધ લખવાની અને તે પણ ઘરઆંગણે રમતા કુમારની ઉંમરથી તેમજ વ્યાપારધંધા આદિની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે–ત્યારે શ્રીમદ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહિ પણ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. જૈન સમાજ માટે તો એ વ્યક્તિ ચિરકાલ લગી આદરણીય સ્થાન સાચવી રાખશે એમાં શંકા જ નથી. તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમદનાં લખાણ વાંચ્યા સિવાય એમને વિશે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવા એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પિતાનું સ્થાન ગુમાવવા જેવું છે. શ્રીમદ્રાજચંદ્રનું અંતિમ સંસ્કરણ જોઈ ગયા પછી તે સંસ્કરણની કેટલીક ખટકે એવી ખામીઓ તરફ તેમના અનુગામીઓનું લક્ષ ખેંચવું ધારું છું. એ ખામીઓ હશે ત્યાં સુધી “શ્રીમદ્રાજશ્ચંદ્રનું મહત્ત્વ વિઠાને યોગ્ય રૂપમાં આંકી નહિ શકે. ખામીઓ પરિશિષ્ટ અને શુદ્ધિ વિષયક છે. પ્રથમ તે વિષયાનુક્રમ હોવો જોઈએ. કેટલાંક પરિશિષ્ટોમાં પહેલું તેમાં આવેલા ગ્રંથ અને ગ્રંથકારે વિશેનું બીજું, તેમાં આવેલાં અવતરણ વિશેનું, તેનાં મૂળ ‘સ્થળો સાથે; ત્રીજું, તેમાં આવેલા બધાય વ્યાખ્યા કરેલ કે વ્યાખ્યા કર્યા વિનાના પારિભાષિક શબ્દોનું ચોથું, એમાં ચર્ચેલા વિષયે મૂળમાં જે જે ગ્રંથમાંથી લેવામાં આવ્યા હોય, તે અંગેનાં સ્થળો અને જરૂર હોય ત્યાં પાઠે દર્શાવનારું –એમ અનેક દષ્ટિથી મહત્વનાં બીજાં પણ પરિશિષ્ટ આપવાં જરૂરી છે. એમણે પિતાનાં લખાણમાં વાપરેલ સંસ્કૃત કે પ્રાકૃત શબ્દ કાયમ રાખીને પણ જ્યાં તેમાં વિકૃતિ હોય ત્યાં સાથે કાષ્ટકમાં તે દરેક શબ્દનું શુદ્ધ રૂપ આપવાથી કાંઈ પુસ્તકનું મહત્વ ઘટતું નથી. આ પ્રસંગે શ્રીમદના સમારકરૂપે ચાલતી સંસ્થાઓ વિશે સૂચન કરવું પ્રાસંગિક છે. હું જાણું છું ત્યાં સુધી એમના સ્મરણરૂપે બે પ્રકારની સંસ્થાઓ છે. કેટલાક આશ્રમો અને પરમતપ્રભાવક મંડળ. આશ્રમની બાબતમાં તે એટલું જ સૂચવવું બસ થશે કે તે તે આશ્રમના સંચાલકેએ અને ત્યાં રહેનારાઓએ, શ્રીમદે સૂચિત શાસ્ત્રાભ્યાસ, મનન અને આપમેળે નિર્ણય બાંધવાની વૃત્તિને જ વિકાસ થાય એ રીતે વ્યવસ્થિત અભ્યાસ અને ચિંતનક્રમ ગેવ જોઈએ. તેમની ચરણપાદુકા કે છબી આદિની સુવર્ણપૂજા કરતાં તેમની સાદગી અને વીતરાગભાવનાને બંધબેસે તેમ જ વિચારકની દષ્ટિમાં પરિહાસ ન પામે એવી જ યોગ્ય ભક્તિ પિષવી ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28