Book Title: Shrimad Rajchandra Ek Samalochna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ શ્રીમદ્રાજચંદ્ર-એક સમાલોચના [ ક૬૭ મુસલમાન, ક્રિશ્ચિયન કે હિન્દુ જે સાચે જ આધ્યાત્મિક હોય, તે તેની ભાષા અને શૈલી ભિન્ન ભિન્ન હોવા છતાં તેમાં આધ્યાત્મિકતા ભિન્ન હેતી નથી. શ્રીમદની આધ્યાત્મિકતાને મુખ્ય પિષણ જૈન પરંપરામાંથી મળ્યું છે અને એ અનેક રીતે જૈન પરિભાષા દ્વારા જ તેમના પત્રમાં વ્યક્ત થઈ છે. એટલી વસ્તુ તેમને વ્યાવહારિક ધર્મ સમજવા ખાતર ધ્યાનમાં રાખવી ઘટે છે. અહીં એક પ્રશ્ન થાય છે અને તે એ કે અમદાવાદ, મુંબઈ જેવાં જાહેર હિલચાલનાં સ્થળમાં રહ્યા પછી તેમ જ તે વખતે ચોમેર ચાલતી સુધારાની પ્રવૃત્તિથી પરિચિત થયા પછી અને એક અથવા બીજી રીતે કાંઈક દેશચર્ચાની નજીક હોવા છતાં તેમના જેવા ચકોરને સામાજિક કાઈ પણ સુધારા વિશે કે દેશપ્રવૃત્તિ વિશે વિચાર આવ્યો હશે કે નહિ ? અને આવ્યું હોય તે એમણે એ વિશે જે નિર્ણય બાંધે હશે ? જે કાંઈ પણ વિચાર્યું હોય કે નિર્ણય બાંધ્યું હોય તે તેમનાં લખાણોમાં એ વિશે ક્યાંય સ્પષ્ટ નિર્દેશ કેમ નથી જણાતે ટંકારામાં જન્મેલ બ્રાહ્મણ મૂળશંકરને ધર્મભાવના સાથે જ સમાજસુધારા અને રાષ્ટ્રકલ્યાણની ભાવના હુરે, જ્યારે એ જ ટંકારાની પાસેના વાણિયામાં જન્મેલ તીણપ્રજ્ઞ વૈશ્ય રાજચંદ્રને જાણે એ ભાવના સ્પર્શ જ નથી કરતી અને માત્ર અંતર્મુખી આધ્યાત્મિકતા જ એમને વ્યાપે છે, એનું શું કારણ? સામાજિક કે રાષ્ટ્રીય કે બીજી કોઈ બાહ્ય પ્રવૃત્તિ સાથે સાચી આધ્યાત્મિકતાને લેશ પણ વિરોધ હેત જ નથી એ વસ્તુ જે ગાંધીજીએ જીવનથી બતાવી, તે તેમના જ શ્રદ્ધેય અને ધર્મનેહી પ્રતિભાશાળી રાજચંદ્રને એ વસ્તુ કાં ન સૂઝી. એ એક ગંભીર પ્રશ્ન છે. એનો ઉત્તર કાંઈક તે એમના જ મારું હાડ ગરીબ હતું” એ શબ્દોમાં તરવરતી પ્રકૃતિમાંથી મળી જાય છે અને કાંઈક એમના વાંચન-ચિંતનના સાહિત્યની યાદી ઉપરથી અને કાંઈક એમના અતિમર્યાદિત પરિચય અને ભ્રમણક્ષેત્રમાંથી મળી જાય છે. એમના સ્વભાવમાં આત્મલક્ષી નિવૃત્તિનું તત્ત્વ મુખ્ય જણાય છે. તેથી એમણે બીજા પ્રસેને કદાચ જાણીને જ સ્પસ્યું નથી. એમણે જે સાહિત્ય, જે શાસ્ત્રો વાંચ્યાં છે, અને જે દષ્ટિએ વિચાર્યા છે, તે જોતાં પણ એમનામાં પ્રવૃત્તિના સંસ્કારે પિષવાનો સંભવ જ નથી. શરૂઆતથી ઠેઠ સુધી તેમનું ભ્રમણ અને પરિચયક્ષેત્ર માત્ર વ્યાપારી પૂરતું રહ્યું છે. વ્યાપારીઓમાં પણ મુખ્યપણે જન. જેને જૈન સમાજના સાધુ કે ગૃહસ્થ વ્યાપારી વર્ગને પરિચય હશે તેને એ કહેવાની તે ભાગ્યે જ જરૂર રહે છે કે મૂળગામી જૈન પર પરામાંથી પ્રવૃત્તિનું–કર્મવેગનું—બળ મેળવવું કે સવિશેષ કેળવવું ભાગ્યે જ શક્ય છે. તેથી શ્રીમદના નિવૃત્તિગામી સ્વભાવને વ્યાપક પ્રવૃત્તિમાં વાળે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28