Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 12
________________ G] દર્શન અને ચિંતન * કવિતા જૈન સંપ્રદાયની ભાવનાએ અને તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શી રચાયેલી છે. જેમ આનધન, દેવચંદ્ર અને યશોવિજયજીનાં કેટલાંક પઘો ભાવની સૂક્ષ્મતા અને કલ્પનાની ઉચ્ચગામિતાને લીધે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં ભાત પાડે એવાં છે, અને છતાંયે તે અવાં પદ્યો જૈન સંપ્રદાયની જ વસ્તુને સ્પર્શી સાધારણ જૈનેતરને દુર્ગામ એવી જૈન પરિભાષા અને જૈન શૈલીમાં જ રચાયેલાં હેઈ સાધારણ ગુજરાતી સાક્ષરાથી છેક જ અપરિચિત જેવાં રહ્યાં છે, તેમ શ્રીમદનાં કેટલાંક પો વિશે પણ છે. પૂજ્ય ગાંધીજી દ્વારા આશ્રમભજનાવલીમાં અપૂર્વ અવસર ' વાળું ભજન દાખલ ન થયું હાત તે એ સાધારણ જનતાને કાને કયારેય પાડ્યુ. હાત એ વિશે શકા છે. શ્રીમદનું આત્મસિદ્ધિશાસ્ત્ર' પણ દેહરામાં છે. એને વિષય તદ્દન દાનિક, તર્ક પ્રધાન અને જૈન સંપ્રદાયસિદ્ધ હાવાથી, એનું મૂલ્યાંકન લોકપ્રિયતાની કસોટીથી શકય જ નથી. વિશિષ્ટ ગુજરાતી સાક્ષરાને પણ એમનાં પદ્યોના આસ્વાદ લેવા હાય, તો જેમ સાધારણ કાવ્યના રસાસ્વાદ માટે અમુક સરકારની તૈયારી આવશ્યક છે, તેમ જૈન પરિભાષા અને જૈન તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ સરકારો મેળવવા આવશ્યક છે. વેદાંતનું મસ્થાન સ્પર્ધા સિવાય સંસ્કૃત ભાષાના વિશિષ્ટ વિદ્વાનો પણ શ્રીહર્ષનાં પદ્યોના ચમકારા આસ્વાદી ન શકે. સાંખ્યપ્રક્રિયાના પરિચય સિવાય કાલિદાસનાં કેટલાંક પદ્યોની રચનાની અપૂર્વાંતા અનુભવી ન શકાય, તે જ ન્યાય શ્રીમદનાં પદ્યો વિશે છે. જેમ જેન જનતામાંથી પ્રમાણમાં મોટે ભાગ આન’ધનજી આદિનાં પદ્યોની વસ્તુને સાંપ્રદાયિક જ્ઞાન અને પરંપરાગત સંસ્કારને લીધે જલદી સ્પર્ધા લે છે, તેમ શ્રીમદનાં પદ્યોમાંની વસ્તુગ્માને પણ જલદી સ્પર્શી લે છે. કાવ્યના રસાસ્વાદ વાસ્તે જોઈતા ખા સસ્કારની ઊણપ પ્રમાણમાં જૈન જનતામાં વધારે હાઈ, તે કાવ્યના બાહ્ય શરીરનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા અસમર્થ જોવામાં આવી છે. તેથી કાં ા ભક્તિવય, ન હોય તેવા ગુણા પણ ઈષ્ટ કવિતામાં આરોપી દે છે અને કાં તે! હાય તે ગુણો પણ તે પારખી શકતી નથી. શ્રીમદનાં પદ્મો વિશે પણ જૈન જનતામાં કાંઈક આવું જ વ્હેવામાં આવ્યું છે. જ્ઞા < શ્રીમદમાં પ્રજ્ઞાગુણુ ખાસ હતા એ દર્શાવું તે પહેલાં મારે અહીં સ્પષ્ટ કરવું જોઈ એ કે હું પ્રજ્ઞાગુણુથી કઈ શક્તિએ વિશે કહેવા ૠચ્છું છું. સ્મૃતિ, બુદ્ધિ, ભજ્ઞતા, કલ્પનાસામર્થ્ય, તર્ક પટુતા, સત્ત્ક્ષસવિવેક-વિચારણા અને તુલનાસામર્થ્ય —આટલી શક્તિ મુખ્યપણે અત્રે પ્રજ્ઞા શબ્દથી વિક્ષિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28