Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ શ્રીમદ્રાજચંદ્ર-એક સમાલોચના [ ૭૫ આ પ્રત્યેક શક્તિને વિસ્તૃત અને અતિસ્યુટ પરિચય કરાવવા વાસ્તે તે અત્રે તેમનાં તે તે લખાણનાં અક્ષરશઃ અવતરણે ખુલાસા સાથે ભારે છૂટથી ટાંકવાં જોઈએ. તેમ કરવા જતાં તો એક પુસ્તક જ થાય. તેથી ઊલટું, જે તેમનાં લખાણના અંશો દર્શાવ્યા સિવાય આ કે તે શક્તિ શ્રીમદમાં હતી એમ કહું તે શ્રેતાઓને માત્ર શ્રદ્ધાથી મારું કથન મનાવવા જેવું થાય. તેથી મધ્યમ માર્ગ સ્વીકારી આ વિષય ચર્ચ યોગ્ય ધારું છું.' .. શ્રીમદની અસાધારણ સ્મૃતિને પુરાવા તે તેમની અજબ અવધાનશક્તિ જ છે. તેમાંય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તે એ કે બીજી કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્ત્વની વિશેષતા તો એ હતી કે તેમની અવધાનશક્તિ બુદ્ધિ-વ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી; ઊલટું એમાંથી વિશિષ્ટ સનબળ પ્રગટયું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તે એ છે કે એટલી અદ્દભુત અવધાનશક્તિ કે જેના દ્વારા હજારે અને લાખો લેકેને ક્ષણમાત્રમાં આંજી અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હેવા છતાં તેમણે તેને પ્રયોગ યુગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી તેને ઉપગ અંતર્મુખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા કેઈ સાધારણ માણસથી થવું શક્ય નથી. કઈ પણ વસ્તુના ખરા હાર્દને સમજી લેવું-તરત સમજી લેવું, એ મર્મજ્ઞતા કહેવાય છે. સેળ વર્ષની ઉંમર પહેલાં ક્યારેક રચાયેલી “પુખમાળામાં તેઓ પ્રસંગે પાત્ત રાજાનો અર્થ સૂચવતાં કહે છે કે, રાજાઓ પણ પ્રજાના માનીતા નેકર છે. (“પુષ્પમાળા—૭૦). અહીં પ્રજા” અને “નોકર” એ બન્ને શબ્દો મર્મ સૂચક છે. આજે એ જ ભાવ શિક્ષિત ક્ષેત્રમાં વ્યાપતિ જાય છે. સત્તરમે વર્ષે રચાયેલ “મોક્ષમાળામાં તેઓ માનવની વ્યાખ્યા કેવી મર્મગ્રાહી સૂચવે છે ! માનવપણું સમજે તે જ માનવ કહેવાય” (મેક્ષમાળા'-૪). અહીં “સમજે અને તે જ” એ બે શબ્દો મર્મગ્રાહી છે; અર્થાત્ આકૃતિ ધારણ કરનાર માત્ર મનુષ્ય નહિ. તેઓ એ જ “મેક્ષમાળામાં મને જ્યને માર્ગ દાખવતાં કહે છે કે મન જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી (મેક્ષમાળા'-૬૮), અર્થાત તેને વિષયખેરાથી વિવું નહિ. અહીં દુરિચ્છા” * રાણા પ્રકૃતિના – કાલિદાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28