Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ શ્રીમદ્રાજચંદ્ર' –એક સમાચના તમે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય, તે પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સને તમારે મારો કેમ જોગ હેય? જેણે આત્મહિત ઈછ્યું, તેણે તો ત્યાં પિતાના દેહને જતો કરે જ જોગ્ય છે. કદાપિ આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું ? તે તેને ઉત્તર એ જ અપાય કે, તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્ય વૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય. તે તે અમને તમને સ્વને પણ ન હોય. એ જ ઈચ્છા થાય છે.” (૪૭) આ ઉત્તર તેમના અહિંસાધર્મના મર્મજ્ઞાનને અને સ્વજીવનમાં ઊતરેલ અહિંસાને જીવંત દાખલે છે. એમણે એટલા ઉત્તરથી એક બાણે અનેક લક્ષ્ય વિધ્યાં છે, અને અધિકારભેદે અહિંસા અને હિંસાની શક્યા શક્યતાનું સ્પષ્ટ કથન કર્યું છે. એમાં “વિજારી રાતે વિચિતે થેવાં ન તરિ ત વ વ:” એ અર્થપૂર્ણ કાલિદાસની ઉક્તિ અહિંસાના સિદ્ધાંત પર ભાષ્યતા પામે છે. અહીં એટલું સમજવું જોઈએ કે શ્રીમદની અહિંસા પરત્વે સમજૂતી મુખ્યપણે વૈયક્તિક દૃષ્ટિએ છે. સમાજ કે રાષ્ટ્રષ્ટિએ એને વિચાર, જે આગળ જતાં ગાંધીજીએ વિકસાવ્યો, તેનું મૂળ શ્રીમદના કથનમાં બીજરૂપે હોવા છતાં, વસ્તુતઃ તેમાં વૈયકિતક દષ્ટિ જ ભાસે છે. કલ્પનાબળ અને આકર્ષક દૃષ્ટાંત કે કથા દ્વારા પિતાના વક્તવ્યને સ્થાપવા તેમ જ સ્પષ્ટ કરવાનું સામર્થ્ય શ્રીમદમાં નાની ઉંમરથી જ હતું. સ્કૂલયોગ્ય ઉમરની જ કૃતિ “પુષ્પમાળામાં જૂનું કરજ પતાવવા અને નવું કરજ ન કરવાની શિક્ષા આપતાં તેઓ કરજ શબ્દનો ભંગ શ્લેષ કરી ગુજરાતી અને સંસ્કૃત વ્યુત્પત્તિ કપી, તેમાંથી જે ત્રણ અર્થ ઉપજાવે છે, તે તેમના કોઈ તત્કાલીન વાચનનું ફળ હોય તેય તેમાં કલ્પનાબળનાં બીજો સ્પષ્ટ દેખાય છે. ૧. ક = નીચ + રજ = ધૂળ, જેમ કપૂત; ૨. કર = હાથ, જમને હાથ + જ = નીપજેલી ચીજ; ૩. કર = વેરે; રાક્ષસી વેરો + જ = ઉત્પન્ન કરનાર-ઉધરાવનાર (“પુષ્પમાળા 'હ૫). ૧મે વર્ષે મોક્ષમાળામાં તેઓ ભક્તિતત્વ વિશે લખતાં તલવાર, ભાંગ અને દર્પણ એ ત્રણ દષ્ટાંતથી એનું સ્થાપન કરે છે. તલવારથી શૌર્ય અને ભાંગથી જેમ કફ વધે છે, તેમ સદ્ભક્તિથી ગુણશ્રેણી ખીલે છે. જેમ દર્પણ દ્વારા સ્વમુખનું ભાન થાય છે, તેમ શુદ્ધ પરમાત્માના ગુણચિંતન વખતે આત્મસ્વરૂપનું ભાન પ્રગટે છે. કેટલું દૃષ્ટાંત સૌષ્ઠવ ! (“મોક્ષમાળા'-૧૩). એ જ પ્રસંગે વળી તેઓ કહે છે કે જેમ મેરલીના નાદથી સૂતે સાપ જાગે છે, તેમ સદ્ગુણસમૃદ્ધિના શ્રવણથી આત્મા મોહનિદ્રામાંથી જાગે છે (મેક્ષમાળા'-૧૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28