Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૮ શ્રીમદ્રાજચંદ્ર’—એક માતાના [993 વિચારમાં આવે છે, અને તે એ કે શ્વેતાંબર પરપરામાં બાકીની બન્ને પર પરાએ પૂર્ણપણે સમાઈ જાય છે; જ્યારે સ્થાનકવાસી કે દિગબર અન્તમાંથી એક પરંપરામાં શ્વેતાંબર પરંપરા પૂર્ણપણે સમાતી નથીં. આ ભાવના શ્રીમદને અધી પર પરાઓના નિષ્પક્ષ શાસ્ત્રજ્ઞાનને પરિણામે સ્પષ્ટ થયેલી તેમનાં લખાણા ઉપરથી જોઈ શકાય છે, કારણ તેઓ પોતાના સ્નેહીઓને દિગબરીય શાસ્ત્રો વાંચવાની સાદર ભલામણ કરતાં કહે છે કે તેમાં જે નગ્નત્વના એકાંત છે તે ઉપર ધ્યાન ન આપવું. એ જ રીતે સ્થાનકવાસી પર'પરાની આગમાના ચિત્ મનમાન્યા અર્થ કાઢવાની પ્રણાલી સામે પણ તે વિરાધ દર્શાવે છે; જ્યારે શ્વેતાંબર શાસ્ત્રીય પરપરાના આચાર કે વિચાર સામે તેમણે એક પણ સ્થાને વિરોધ દર્શાવ્યે હોય કે તેમાં જૈન દૃષ્ટિએ કાંઈ ઊણપ બતાવી હાય, તેવું એમનાં લખાણો વાંચતાં અત્યાર લગી મારા ધ્યાનમાં આવ્યું નથી. મારે પોતાના અંગત અભ્યાસ પણ એ જ મત ઉપર સ્થિર થયા છે કે શ્વેતાંબરીય શાસ્ત્રોની આચારવિચારપર પરા એટલી બધી વ્યાપક અને અધિકારભેદે અનેકાંગી છે કે તેમાં ખાકીની બન્ને પર પર પૂર્ણ પણે એમના સ્થાને ગેાઠવાઈ જાય છે. કવિત્વ શ્રીમદ માત્ર ગદ્યના જ લેખક નથી; તેઓએ કવિતાઓ પણ રચી છે. તેમને તે વખતે ધૃણા જૈને કવિ' નામથી જ ઓળખાતા, અને કેટલાક તો તેમના અનુગામી ગણતે કવિસ ંપ્રદાય તરીકે જ ઓળખાવતા. જોકે તેઓ કાઈ મહાન કવિ ન હતા કે તેમણે કાઈ મહાન ફાળ નથી લખ્યું, છતાં તેમની કવિતાએ જોતાં એમ લાગે છે કે કવિતનું ખીજવસ્તુપ અને પ્રતિભા તથા અભિવ્યક્તિસામર્થ્ય —તેમનામાં હતું. તેમની કવિતા અન્ય ગદ્ય લખાણાની પેઠે આધ્યાત્મિક વિષયરપી જ છે. તેમના પ્રિય છંદો દલપત, શામળભટ્ટ આદિના અભ્યસ્ત છંદ્યમાંના જ છે. તેમની કવિતાભાષા પ્રવાહ છે. સહજભાવે સરલતાથી પ્રતિપાદ્ય વિષયને ખેળામાં લઈ એ પ્રવાહ કાંક જોસભેર તેા કાંક ચિંતનસુલભ ગંભીર વહ્યું જાય છે. સોળ વર્ષ પહેલાંની ઉંમરમાં રચાયેલ કવિતાએ સ્વાભાવિક રીતે જ શબ્દપ્રધાન અને શાબ્દિક અલંકારથી આકર્ષે એવી છે. તે પછીની કવિતા વસ્તુ અને ભાવમાં ઉત્તરાત્તર ગભીર બનતાં, તેમાં શાબ્દિક અનુપ્રાસ આપે આપ ગૌણુ સ્થાન લે છે. એમના પ્રાથમિક જીવનની કવિતાઓના વિષ્ય ભારતપ્રકૃતિસુલભ વૈરાગ્ય, શ્યા, બ્રહ્મચર્ય' ઇત્યાદિ વસ્તુ છે. પછીની લગભગ અધી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28