Book Title: Shrimad Rajchandra Ek Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ •૭૬૪ ] દર્શન અને પંચતન કુતૂહલષ્ટિથી એક વાર શ્રીમદ પાસે જવા મને પ્રેરત. અસ્તુ, ગમે તેમ હા, પણ અહીં મુખ્ય વક્તવ્ય એ છે કે લગભગ બધી સગવડ છતાં હું શ્રીમદને પ્રત્યક્ષ મળી ન શક્યો, એટલે તેમના પ્રત્યક્ષ પરિચયથી તેમને વિશે કાંઈ પણ કહેવાના મારા અધિકાર નથી. તે વખતે પ્રત્યક્ષ પરિચય સિવાય પણ શ્રીમને વિશે કાંઈક યા જાણકારી મેળવવી એ ભારે અઘરું હતુ, અને કદાચ ધણા વાસ્તે હજી પણ એ અધરુ જ છે. એ તદ્દન સામસામેના છેડાઓ ત્યારે વર્તતા અને હજી પણ વર્તે છે. જે તેમના વિરાધી છે તેમને, વાંચ્યા, વિચાર્યો અને પરીક્ષણ કર્યો' સિવાય, સાંપ્રદાયિક એવા એકાંત વિચાર અધાયેલા છે કે શ્રીમદ પોતે જ ધર્મગુરુ અની ધર્મોંમત પ્રવર્તાવવા ચાહતા, સાધુ કે મુનિએને ન માનતા, ક્રિયાના ઉચ્છેદ કરતા અને ત્રણે જૈન ફિરકાને અંત આણવા ઈચ્છતા, ઈત્યાદિ. જેઓ તેમના અકાન્તિક ઉપાસક છે, તેમાંના મેટાભાગને શ્રીમદનાં લખાણોને વિશેષ પરિચય હાવા છતાં અને કેટલાકને શ્રીમદના સાક્ષાત્ પરિચયને લાભ મળેલા હોવા છતાં, તેમને પણ શ્રીમદ વિશે અધભક્તિજનિત અકાન્તિક અભિપ્રાય એવા રૂઢ થયેલા મે જોયા છે કે શ્રીમદ એટલે સર્વસ્વ અને શ્રીમદ્રાજચંદ્ર' વાંચ્યું. એટલે સધળું આવી ગયું. આ આ બન્ને છેડાના નામપૂર્વક દાખલા હું જાણીને જ નથી ટાંકતે આ અેક જ સંકુચિત પરિસ્થિતિ ઓછાવત્તા પ્રમાણમાં હજી સુધી ચાલી આવે છે. છતાં, છેલ્લાં લગભગ વીસ વર્ષમાં આ વિશે પણ એક નવા યુગ પ્રવર્તો છે. * જ્યારથી પૂ. ગાંધીજીએ હિન્દુસ્તાનમાં વસવાટ વાસ્તે પગ મૂક્યો, ત્યારથી એક યા બીજે પ્રસંગે તેમને માઢેથી શ્રીમદ વિશે કાંઈ ને કાંઈ ઉદ્ગારા નીકળવા જ લાગ્યા અને જડ જેવા જિજ્ઞાસુને પણ એમ સવાલ થવા લાગ્યા કે જેને વિશે સત્યપ્રિય ગાંધીજી કાંઈક કહે છે તે વ્યક્તિ સાધારણ તો નહિ જ હોય. આ રીતે ગાંધીજીના કથનનિત આંધ્રલનથી ઘણાએતે વિશે એક જિજ્ઞાસાની લહેર જન્મી. બીજી બાજુ શ્રીમદ્રાજચંદ્ર' છપાયેલું હતું જ. તેની ખીજી આવૃત્તિ પણ ગાંધીજીની ટૂંક પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થઈ, અને એના વાચનપ્રસાર વધવા લાગ્યા. શ્રીમદના એકાન્તિક ભક્ત નહિ એવા જૈન જૈનેતર તટસ્થ અભ્યાસી અને વિદ્વાન દ્વારા પણ શ્રીમદ્દ વિશે યથાર્થતાની દિશામાં પ્રકાશ નાખે એવાં ભાષણા થયાં. પરિણામે એક નાનકડા તટસ્થ વર્ગમાં શ્રીમદ વિશે યથા Jain Education International For Private & Personal Use Only < www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28