SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ] દર્શન અને ચિંતન તર્કશાસ્ત્રની શુદ્ધ અને ક્રમિક દલીલો મુદ્ધિોધન સિવાય ન સમજાય. એક માજી, દુરાગ્રહથી ધણા આને સ્પર્શતા કે જાણતા પણ નથી; ખીજી બાજુ, આને સસ્વ માનનાર, સદા પાઠ કરનાર એને સમજવાની વાસ્તવિક રીતે તૈયારી કરતા નથી. અને એકાંતા છે. આ શાસ્ત્રનાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતરા થયાં છે, પણ્ એની ખરી ખૂબી મૂળ ગુજરાતીમાં જ છે. જૈન પરંપરાના સમાન્ય ગુજરાતી પ્રામાણિક ધર્મગ્રંથ તરીકે આ શાસ્ત્ર સરકારી, રાષ્ટ્રીય કે અન્ય કોઈ પણ સંસ્થાના પાઠ્યક્રમમાં સ્થાન લેવાની ચેાગ્યતા ધરાવે છે. વિશિષ્ટ ભાષાંતરકૃતિમાં દિગબરાચાય કુંદકુંદકૃત પ્રાકૃત ‘ પંચાસ્તિકાય’તું તેમણે ગુજરાતીમાં કરેલું અવિકલ ભાષાંતર (૭૦૦) આવે છે. વિવેચનકૃતિઓમાં આધ્યાત્મિક શ્વેતામ્બર મુનિ આનંદધનજી (૬૯૨), ચિદાનંદજી (૯)નાં કતિય પદ્મો ઉપર તેમણે કરેલાં વિવેચને મળે છે. પ્રસિદ્ધ દિગમ્બર્ તાર્કિક સમતભદ્રના માત્ર એક જ પ્રસિદ્ધ સંસ્કૃત શ્લાકનું વિવેચન (૮૬૮) તેમણે કર્યું છે. આ વિવેચના પ્રમાણની દૃષ્ટિએ નહિ, પણ ગુણની દૃષ્ટિએ એવાં મહત્ત્વનાં છે કે કાઈ પણ વિવેચકને તે માદક થવાની યોગ્યતા ધરાવે છે. એ વિવેચના પાંડિત્યમાંથી નહિ પણ સહજભાવે ઊગેલી આધ્યાત્મિકતામાંથી જન્મ્યાં હોય એવા ભાસ થાય છે. < અપૂર્વ અવસર એવા કયારે આવશે' એ ધ્રુવપદવાળું શ્રીમદ્ગુ કાવ્ય (૪૫૬) આશ્રમભજનાવલીમાં સ્થાન પામેલું હેાવાથી, માત્ર જૈન કે ગુજરાતી જનતામાં જ નહિ, પણુ ગુજરાતી ભાષા થોડેઘણે અંશે સમજનાર વર્ગમાં પણ જાણીતું થયું છે અને થતું જાય છે. આ પદ્યના વિષય જૈન પ્રક્રિયા પ્રમાણે ગુણશ્રેણી છે. એમાં પ્રક્રિયાનું જ્ઞાન અને ભાવતાદાત્મ્ય સ્પષ્ટ છે, તે એવા આત્મિક ઉલ્લાસમાંથી લખાયેલ છે કે વાંચનારને પણ તે શાંતિ આપે છે. જૈન પ્રક્રિયા હાવાથી ભાવની સર્વગમ્યતા આવવી શકય જ નથી. નરસિંહ મહેતા આદિનાં ભજનો લેાકપ્રિય છે, કારણ તેની વેદાંતપરિભાષા પણ એટલી અગમ્ય નથી હોતી, જેલી આ પદ્યમાં છે. આનું વિવેચન સાધારણ અને સદનરિભાષામાં તુલનાદષ્ટિથી થાય, તો તે વધારે ફેલાવો પામે. નરસિંહ મહેતાના વૈષ્ણવજન તો તેને કહીએ ’ એ ભજનમાંના વૈષ્ણવજન (ૌદ્ધ પરિભાષામાં માધિસત્ત્વ) સાધનાના ક્રમમાં લેક * આ પુસ્તકમાં નુ પાન ૮૭. Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249240
Book TitleShrimad Rajchandra Ek Samalochna
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size527 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy