SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ • શ્રીમદ્રાજચંદ્ર ’– એક સમાલોચના [ ૭૮૩ .4 લાગે છે. એમાંથી એમણે આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને પાષવા ખાતર એક બીજી કૃતિ રચી. એનું નામ એમણે ઉદ્દેશ અને વિષયને અનુરૂપ એવુ મેક્ષમાળા ' (૪) રાખ્યુ. માળા એટલે ૧૦૮ મણકા પેઠે ૧૦૮ પાઠ સમજી જ લેવાના. એના બીજો ભાગ ‘પ્રજ્ઞાવમાધ મેાક્ષમાળા’ એમણે લખવા ધારેલ જે લખાતાં રહી ગયેા. છતાં સદ્ભાગ્યે એમાં એમણે લખવા ધારેલ વિષયોની યાદી કરેલી તે લભ્ય છે (૮૬૫). એ વિષયેા ઉપર કાર્ટે વિશિષ્ટ પ્રજ્ઞાશાલીએ લખવા જેવુ છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. મેાક્ષમાળા ’ માં ચગેલા ધર્માંના મુદ્દા ખાસ કરી જૈન ધર્મને જ લક્ષી લીધેલા છે. તે વખતે તેમનાં પ્રથમ પરિચિત સ્થાનકવાસી પર પરા અને શાસ્રોતી તેમાં સ્પષ્ટ છાપ છે; છતાં એક ંદર રીતે એ સર્વસાધારણ જૈન સંપ્રદાય વાસ્તુ અનુકૂળ થઈ પડે એ રીતે જ મધ્યસ્થપણે લખાયેલ છે. · મેાક્ષમાળા' ની અનેક વિશેષતાઓ એના વાચનથી જ જાણવી યોગ્ય છે, છતાં અહીં તેની એક વિશેષતા નોંધવી યાગ્ય છે. સેાળ વરસ અને ત્રણ મહિના જેટલી નાની ઉંમરે, કાઈ સ્કૂલ કે કૉલેજમાં અગર તો સંસ્કૃત યા ધાર્મિક પાઠશાળામાં નહિ ભણેલ છેાકરા રાયચંદની એ ત્રણ દિવસની રમત છે, અને છતાંય આજે પ્રૌઢ અભ્યાસીને એમાં સુધારવા જેવું ભાગ્યે જ દેખાશે, < C ' હવે પાછળથી ૨૯ મે વર્ષે રચાયેલ · આત્મસિદ્ધિશાસ્ત્ર તે (૬૬૦) સગવડ ખાતર પ્રથમ લઈએ. એમાં ૧૪ર ધ્રુહા છે. એનું શાસ્ત્ર નામ સાથ છે. એમાં જૈન આચારવિચારપ્રક્રિયા મૂળ રૂપમાં પૂર્ણ આવી જાય છે. વિચાર પવ છે. અવલોકન અને ચિ'તન વિશાળ તેમ જ ગંભીર છે. જેતે વસ્તુ જાણવી હોય અને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથૈાના જંગલમાં પડ્યા સિવાય સ્પર્શ કરવા હાય, તેને વાસ્તે આ શાસ્ત્ર નિત્ય પાથ છે. સન્મતિ, ષદ્દનસમુચ્ચય, યાબિન્દુ, યોગદૃષ્ટિસમુચ્ચય, સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથનું તે તારણ છે; અને છતાંય તેમાં તાત્કાલિક ગચ્છ, પંથ અને એકાંત પ્રવૃત્તિનુ સ્વાનુભવસિદ્ધ વન અને સમાલોચન પણ છે. સંસાધારણ માટે તે નહિ, પણ જૈવ મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. જો આમાં જૈન પરિભાષા ગૌણ કરી પાછળથી વ્યાપક ધર્મસિદ્ઘાંતા ચર્ચા હાત તો એ ભાગ ગીતાના ખીજા અધ્યાયનું સ્થાન લેત. આજે ગીતા જેવા સ*માન્ય થઈ શકે એવા પદ્ય પુસ્તકની માગણી જૈન લેાકેા તરફથી થાય છે. શ્રીમદ સામે એ વાત પ્રગટ રૂપમાં આવી હોત તે તે એ ખેાટ ગુજરાતી ભાષા દ્વારા યોગ્ય રીતે દૂર કરત. અલબત્ત, આને સમજવામાં અધિકાર આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249240
Book TitleShrimad Rajchandra Ek Samalochna
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size527 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy