SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન આગળ ચાલતાં જગકર્તાની ચર્ચા વખતે તેઓએ જે વિદક છટાથી તે ઉંમરે જગતકર્તાપણાનું ખંડન કરી તર્કબળે સ્વપક્ષ મૂક્યો છે (મોક્ષ માળા'-૯૭), તે ભલે કઈ તે વિષયના ગ્રંથના વાચનનું પરિણામ છે, છતાં એ-ખંડનમંડનમાં એમની સીધી તર્કપટુતા તરવરે છે. કોઈને પત્ર લખતાં તેમણે જૈન પરંપરાના કેવળજ્ઞાન શબ્દ સંબંધી રૂઢ અર્થ વિશે જે વિરોધ દર્શક શંકાઓ શાસ્ત્રપાઠ સાથે ટાંકી છે (૫૯૮), તે સાચા તપને સ્પર્શે એવી છે. જે વિશેની શંકા માત્રથી જૈન સમાજરૂ૫ ઇન્દ્રનું આસન કંપી, પરિણામે શંકાકાર સામે વજનિધીષના ટંકારા થાય છે, તે વિશે શ્રીમદ જે આગમને અનન્યભક્ત નિર્ભયપણે શંકાઓ જિજ્ઞાસુને લખી મેકલે છે, તે તેમનું ર૯મા વર્ષનું નિર્ભય અને પકવ ' તર્કબળ સૂચવે છે. ભારતવર્ષની અધોગતિ જૈન ધર્મને આભારી છે એમ મહીપતરામ રૂપરામ બેલતા ને લખતા. બાવીસેક વર્ષની ઉંમરે શ્રીમદ તેમની પાસે પહોંચ્યા. તેમણે મહીપતરામને સવાલો પૂછવા માંડ્યા. સરલચિત મહીપતરામે સીધા જ જવાબ આપ્યા. આ જવાબના ક્રમમાં શ્રીમદે તેમને એવા પકડ્યા કે છેવટે સત્યપ્રિય મહીપતરામે શ્રીમદના તર્કબળને નમી સ્પષ્ટપણે સ્વીકારી લીધું કે આ મુદ્દા વિશે મેં કાંઈ વિચાર્યું નથી. એ તે ઈસાઈ સ્કૂલમાં જેમ સાંભળ્યું તેમ કહું છું, પણ તમારી વાત સાચી છે (૮૦૮). શ્રીમદ અને મહીપતરામને આ વાર્તાલાપ મજિઝમનિકાયમાંના બુદ્ધ અને -આશ્વલાયનના સંવાદની ઝાંખી કરાવે છે. સઅસત વિવેક-વિચારણુબળ અને તુલનાસામર્થ શ્રીમદમાં વિશિષ્ટ હતાં. જેમાં પરંપરામાં હંમેશાં નહિ તે છેવટે મહિનાની અમુક તિથિઓએ લીલેરી શાક આદિ ત્યાગવાનું કહ્યું છે. જેને વ્યાપારી પ્રકૃતિના હેઈ, તેમણે ધર્મ સચવાય અને ખાવામાંય અડચણું ન આવે એ માર્ગ શોધી કાઢયો છે. તે પ્રમાણે તેઓ લીલોતરી સૂકવી સૂકવણી ભરી રાખે છે અને પછી નિષિદ્ધ તિથિઓમાં સૂકવણુનાં શકે એટલા જ સ્વાદથી ખાઈ લીલેતરીને ત્યાગ ઊજવે છે. આ બાબત શ્રીમદના લક્ષમાં નાની જ ઉંમરે આવી છે. તેમણે “મેક્ષમાળામાં (૫૩) એ પ્રથાની યથાર્થતા-અયથાર્થતા વિશે જે નિર્ણય આપ્યો છે, તે તેમનામાં ભાવી વિકસનાર વિવેકશક્તિને પરિચાયક છે. આર્કી બેસે ત્યારથી કેરી જૈન પરંપરામાં ખાસ નિષિદ્ધ મનાય છે. ત્યારે સવાલ થાય છે કે શું આ પછી કેરી ને જ ખાવી ? અગર તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249240
Book TitleShrimad Rajchandra Ek Samalochna
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size527 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy