________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
સૂરિમંત્ર વડે મંત્રીત એવા જળવડે ઋષભદેવ ભગવાનનુ, પુંડરીક ગણધરનું, રાયણ પગલાનું, અને શાંતિનાથ ભગવાનને જે ૧૦૮ ઘડા જળવડે પ્રક્ષાલ કરે છે તે, આ લોકમાં ધન વગેરેને પ્રાપ્ત કરનાર થાય છે. (શ. મા. પૃ. ૪૭)
દોષ રહિત એવું આ સિદ્ધક્ષેત્ર મોક્ષ રૂપ સ્ત્રીના સંગ કરાવવા માટે વેદિકા રૂપ છે. અનંત કેવલ જ્ઞાનવાળાની જેમ, આ તીર્થ ઉપકાર કરનાર છે. આ તી હમેશાં મેક્ષપદની જેમ, સ્થિર પવિત્ર અને બધા દોષ રહિત છે. રાયણની ઉગમણી દિશામાં સૂર્યાંદ્યાન છે. અત્રેના જિનમંદિરોના સંગથી પક્ષીએ પણ આનંદ અનુભવે છે. અહિંના વૃક્ષાના જથ્થા હુંસાવતાર છે. અત્રેના ઉત્તમ સરેાવરના પાણી, પ્રાણીઓના અઢાર પ્રકારના કોઢને નાશ કરે છે. તેવું સરેાવર પૂર્વ દિશામાં અત્રે આવેલ છે. તીના આ મહિમા છે. (શ. મા. પૃ. ૪૯)
100
શ્રી ગિરિરાજના મહિમા ઉપર શુકરાજાની કથા
‘શુકરાજા નિજ રાજ વિલાસી, ધ્યાન ધરે ષટ્ માસી રે”
(નવાણું પ્રકારી પૂજા, ૧૦મી પૂજા)
ક્ષીતિ પ્રતિષ્ઠીત નગરમાં ઋષભધ્વજ રાજાનો પુત્ર મૃગધ્વજ રાજ્ય કરતા હતા. તેને ત્રણ પત્નીએ હતી. એક વખત તે ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયા. રાજ પિરવાર સાથે આમ્રવૃક્ષ નીચે બેઠો હતા. પોતાની પત્નીઓના અહંકારમાં હતા, ત્યાં શુક (પોપટ) આલ્યા—તેણે રાજાને કુવાના દેડકા જેવી ઊપમા આપી. રાજા પુછે છે કે શુ' મારી સ્ત્રીઓ કરતાં અધિક રુપવાલી કન્યા છે ? શુકે કહ્યુ કે—
ગાંગલી ઋષિની પુત્રી કમલમાલા આગળ આ બધી નકામી છે. રાજા કહે કયાં છે ? શુકે કહ્યું કે ચાલ મારી સાથે. રાજા જલ્દી પવનવેગી ઘેાડો મંગાવીને, શુકની પાછળ પાછળ ચાલ્યેા. જંગલમાં પહોંચ્યા, શ્રીઆદિનાથ ભગવાનના પ્રાસાદ જોયા. રાજાએ બહારથી વંદન કર્યુ. શુક મદિરમાં ગયા ને ભગવાનને નમસ્કાર કર્યાં, એટલે રાજા મૃગધ્વજે પણ મંદિરમાં જઈને પ્રભુને નમસ્કાર કરી સ્તુતિ કરી.
તે વખતે મંદિરમાં આવેલા ગાંગલી ઋષિએ આનંદથી તે સ્તુતિ સાંભળી. ઋષિએ કહ્યુ હે મૃગધ્વજ રાજા મારા આશ્રમે ચાલેા. હું અતિથિ સત્કાર કરું, રાજા આશ્રમમાં ગયો.
ગિરિરાજના મહિમાને જણાવનારી ઘણીજ કથાઓ છે, પણ અમે તો કોક કોકજ આપીશું.
(૨૦)