Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 506
________________ ફોટાઓને સંક્ષિપ્ત પરિચય કેટે. નં. ૧૧૨ –-ઉત્તર તરફથી જેતા ગિરિરાજ ઉપરના મંદિરો કેવાં દેખાય છે તેની આછી રૂપરેખા આમાં છે. ઘણે દૂરથી લીધેલ આ ફેટે છે. કેટે. નં. ૧૧૩ :–શત્રુંજય ગિરિરાજ ઉપર જે જે મંદિરે છે, તે બધાને બતાવતે આ ગ્રાઉન્ડ પ્લાન છે. આ પ્લાન તા. ૧૮-૧૨-૧૯૪૪માં થયો છે. એટલે તેમાં નવી ટૂંક આવેલી નથી. વર્તમાનમાં આ બધાય મંદિરને ફરતે આખોય કોટ છે. ફેટે. નં. ૧૧૪ --ઋષભદેવ ભગવાનના પુત્ર દ્રવિડના પુત્ર દ્રાવિડ અને વારીખિલ્લ હતા. તેને ઉપદેશ આપીને તાપસ બનાવ્યા. અને તે પછી ગિરિરાજની જાત્રાએ જતા મુનિરાજે મળ્યા અને સાધુ થયા. પછી ગિરિરાજ ઉપર આવ્યા. અણસણું કર્યું, અને કાર્તિક સુદી પુનમના દિવસે મેક્ષે ગયા. તે બતાવનારી દ્રાવિડ વારીખીલની આ દેરી છે. આની સાથે સાથે ગિરિરાજ પણ દેખાય છે. વળી ચૌમુખજીનું દેરાસર પણ દેખાય છે. એક ખૂણા પર અંગારશા પીરની દરગાહને પણ દેખાવ દેખાય છે. ટે. નં. ૧૧૫ --ગિરિરાજ ઉપર દેરાઓના ઉપરનો ભાગ કે મનહર દેખાય છે. તે દેવ મંદિરની નગરી જેવું દેખાય છે. તેમાં મળે ટોચે દાદાનું શિખર દેખાય છે. મોતીશાની ટુંકથી માંડીને દાદાના શિખર સુધીને બધો ભાગ દેખાય છે. ફેટે. નં. ૧૧૬ :-- યુગાધિદેવ આદીશ્વર ભગવંત જે ગિરિરાજ પર પધાર્યા હતા. તે ગિરિરાજને અંગારશા પીરની દરગાહથી સવા મજીની-ચૌમુખજીની ટુંક સુધીને ભાગ દેખાય છે. કેટે. નં. ૧૧૬ --B હનુમાન ધારાની નીચે થોડે દૂરથી ગિરિરાજ કે દેખાય છે, તથા નવટૂંક તરફનો દેખાવ કે દેખાય છે તે આમાં બતાવે છે. ફેટો. નં. ૧૧૭ --વાઘણ પિળમાં પિસતાં ડાબી બાજુ શાંતિનાથનું દેરાસર આવે છે. ત્યાં બીજુ ચિત્યવંદન થાય છે. અત્રે મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાન પરિકર સાથે દેખાય છે. એમની પ્રતિષ્ઠા ૧૮૬૦માં થઈ છે. ફેટે. નં. ૧૧૮ :--ગિરિરાજ ઉપર રતન પિળમાંથી જે બધા પ૦૦ પ્રતિમા ઉત્થાપન કર્યો, તેને સ્થાપન કરવાને માટે જે નવી ટ્રક બાંધી કે જેની પ્રતિષ્ઠા ૨૦૩૨માં થઈ છે. તેના મૂળ નાયક જે શ્રીઅદિનાથ ભગવંત છે તે આ છે. ફેટે. નં. ૧૧૯ :--રતનપોળની અંદર સહસ્ત્રકૂટનું વર્ણન આપી ગયા છે. તે સહસ્ત્રકૂટ પાંચ પાંડેની પાછળ જે આવ્યો છે, તેના આ એક ભાગનો દેખાવ છે. (125)

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526