Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 511
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન મંદિરના રક્ષણ માટે શીલ્પીઓને પુછતાં તેમને જણાવ્યું કે આવા મોટા પ્રાસાદને ભ્રમભમતી નાખવી જોઈએ. જે આમાં ભ્રમ નાખવામાં ન આવે તે મંદિરકારક સંતાન વગર રહે, પરંપરા વગરનો રહે. ત્યારે મંત્રી પરંપરાની વાત પડતી મુકીને ભ્રમ પુરા. આથી એ કહેવાનું કે આવી રીતે રક્ષણના માટે ઉપાય કરવા જ પડે. વળી મુસલીમ યુગમાં મંદિરને થયેલા નુકશાને સુધારીને મંદિરની શોભા રાખવી જ પડે. માટે તે રીતને ડુગો વગેરે કરવા પડે તે શીલ્પને ઢાંકવા માટે નહિ. 12. વળી સંવત ૧૫૮૭ના કરમાશાના ૧૬મા ઉદ્ધાર પછી એ કેવો પ્રસંગ આવ્યું હશે કે સં. ૧૬૨૦માં દાદાના દેરાસર ફરતી દેરીઓ કરવી પડી. આ ઈતિહાસને વિચારવા બેસીએ તો માનવું જ પડે છે તેવું કર્યા સિવાય તેમને છુટકે જ ન હતે. અત્યારે જ્યારે આચાર્યોના અભિપ્રાય લઈને તે કામને ખવ્યું ત્યારે નજરે શું દેખાયું છે, તે તે નજરે જોનાર જોઈ શકે તેવું છે. આથી આવા બેડોળપણને કોઈ પણ રીતે શણગાર્યા સિવાય છુટકે હતે જ નહિ. 13. જે જે રથાનમાંથી પ્રતિમાજી મહારાજ ઉથાપન કરીને તે તે સ્થાનને સાફ કર્યા છે. તે તેની ખુબ સુરતતા લાવવા માટે કર્યા છે, તેમાં કોઈ બેમત નથી જ. પણ ડુંગે ચુન વગેરેના જે થરે ચઢાવેલા છે તે તે રક્ષણ માટે જ ચઢાવેલા છે. નકે તે કલાને ડાબવા માટે. તે કાલે તેમને મળેલા શીલ્પીઓની તે તે બુદ્ધિ અનુસાર તે કર્યું છે, એમાં તેઓની કળા ટાળવાની કે કામને ખરાબ કરવાની બુદ્ધિ હતી જ નહિ, એમ ચોકકસ માનવું જ પડે. | 14. વળી એક વાત કરમશાના ઉદ્ધાર પછી પણ મંદિરને શણગારવાની જરૂર પડી જ, જેથી ખંભાતના તેજપાલ સોનીએ સારામાં સારું દ્રવ્ય વાપરીને દાદાના દેરાસરને શણગાર કર્યો. 15. કરમાશાને ૧, તેજ:પાલ સેનીનો ૨ અને શત્રુંજયનો મેટકા વેરે કઢાવીને જાત્રા કર્યાના ૩ શિલાલેખ, એમ ત્રણ શિલાલેખ હતા તે સુધારો કરતાં કાઢીને રતનપોળના દરવાજાની દિવાલે વર્તમાનમાં ચોઢેલા છે. 16. એક અતિ વિચારણીય છે કે આજથી ૭૦ વર્ષ પૂર્વે દાદાના દેરાસરને બહારનો આખો ચોક તેને આરસ ચઢવવા માટે ભીખ માગી માગીને પૈસા ભેગા કર્યા છે. વળી ભમતીની દેરીઓની દિવાલે અને થાંભલા પર આરસ લગાવવા માટે પૈસા કઈ રીતે ભેગા કર્યા, તે તે, વખતના ઈતિહાસકારે જાણે છે. (130)

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526