Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 510
________________ કાંઈક કહેવું છે 9. સ. ૧૩૯૪માં આ૦ કકકસૂરિ વિરચિત શ્રીનાભિનંદનજિર્ણોદ્ધારપ્રબંધમાં તે ક્રમ બદલીને પહેલો ઉદ્ધાર ભરત ચક્રવતી, બીજે સગરચકીને, ત્રીજે પાંડનો, ચોથે જાવડશાનો, પાંચમે વાગભટ્ટ મંત્રીનો, છઠ્ઠો સમરાશાનો ઉદ્ધાર લીધે છે, અને શ્રીક્કકસૂરિની પરંપરાવાળા હસ્તક કરમશાનો ઉદ્ધાર થયું છે એટલે તેમની પરંપરાવાળાએ કરમશાના ઉદ્ધારને સાતમો ઉદ્ધાર ગણાવ્યા છે. મને મળેલાં પ્રમાણ પ્રમાણે તે કરમશાના ઉદ્ધારને ૧૬મો જ ગણો તે જ વ્યાજબી છે. ખરતરગચ્છના શ્રીજિનપ્રભસૂરિ રચિત સંસ્કૃત શ્રી શત્રુંજય ક૫ મારા જેવામાં આવ્યું પણ તેમાં કેટલામો તે વાતની ચર્ચા નથી. 10. શાસનસમ્રાટ આચાર્યશ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ. તથા ધ્યાનસ્થસ્વર્ગત આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ધનવસહીમાં જતા ન હતા. તેનાં કારણે હતાં. તેમાંનાં કેટલાંક અત્રે દેખાડું છું. બ્રીટીશ ગવર્નમેન્ટ હસ્તક પાલીતાણું દરબાર સાથે નક્કી થયું હતું કે, “ગઢની બહાર જે શ્રાવકને મંદિર બંધાવવું હોય તો જમીન એક વારે રૂા. ૧] મુજબ લઈને ઠાકરે આપવી.A” આ ઠરાવને આધારે જગ્યા ન લેતાં વધારે પૈસા આપીને જગ્યા લીધી ૧, વળી તેમને ગિરિરાજ ચઢતાં જ ધનવસહી બાંધી એટલે તેમાં રહેનારાને ઝાડો, પેસાબ ગિરિરાજ પર જ કરવાનો આવે આ પણ એક કારણ, કારણ કે ગિરિરાજની અશાતના થાય ૨, ધનવસહીના રંગમંડપમાં લોખંડના ઘડરેનો જ ઉપયોગ કર્યો છે. લખંડના આ રીતે ઘડરો વાપરવા તે શાસ્ત્ર અને શિલ્પ સંમત્ત નથી ૩. આ વાતનો વિરોધ કરવા તેઓ તે મંદિરમાં જતા ન હતા. બીજું પણ એક મહત્ત્વનું કારણ છે તે તો રૂબરૂ સમજવા માગતા હોય તેને સમજાવાય. 11. મંદિરે પત્થર વિગેરેનાં બંધાય છે. તેને ગિરિરાજ પર પવન, પાણી વગેરેની વધારે અસર થાય. વળી એક પત્થરને બીજા પત્થરના જોડાણમાં સાંધ દેખાય, આથી શિલ્પીએ તેની ઉપર જાડો પાતળે ડુંગ કરતા ને વર્તમાનમાં પણ કરે જ છે. (એકલા આરસનું હોય તો તે કરતા નથી.) તેવા તેવા સંજોગને આધીન નવા કે જુના પર વધારે પણ ચુનો વગેરે ચઢાવીને તેનું રક્ષણ કરતા. જ્યાં જ્યાં મંદિરો જેશે ત્યાં ત્યાં તે વાત જોવા મળશે. વળી બાહડ મંત્રીના ઉદ્ધારમાં કહે છે કે મંદિર બંધાઈ ગયું એમ કહેનારને ૩ર સેનાની જીભ આપી, જ્યારે તેમાં ફાટ પડી છે એવા સમાચાર લાવનારને ૬૪ સેનાની જીભ આપી. લોકોને આ રીતથી આશ્ચર્ય થયું. ત્યારે મંત્રીએ સમજાવ્યું કે મારા જીવતા ફાટ પડ્યાના સમાચાર લાવ્યા, તે હું અત્યારે તેને સુધારે કરી શકીશ, પણ મારા ગયા પછી આ સમાચાર આવ્યા હોત તે સુધારે કણ કરાવતે. આથી A જુઓ શત્રુંજય પ્રકાશ અને જૈન વિરુદ્ધ પાલીતાણા પુસ્તક પૃષ્ઠ ૪૫. શ. ૧૭ (129)

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526