Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 513
________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન 21. અમુક વર્ષો પૂર્વે સોરઠ આય કે અનાર્યની ચરચા ચાલી હતી, પણ તેમાં પાયે જ ખોટ હતો. ર૩ તીર્થકરેના સમવસરણ ગિરિરાજ પર થયેલાં છે અને તેમનાથ ભગવાન ગૃહસ્થપણુમાં ગિરિરાજ પર ઈન્દ્રનિ સાથે આવેલા છે. વળી એ આર્ય અનાર્ય દેશની શિમાં વર્ણવી છે તે શિમાના સાચા અર્થે સોરઠને અનાર્ય કહે તે વ્યાજબી નથી. 22. ગિરિરાજના પગથીયાને માટે ખર્ચ કયાંથી કાઢવો એ એક વિચારનીય પ્રશ્ન હતું, પણ રાજ્યનું વિલયીકરણ થયું ન હતું ત્યાં સુધિ પાલીતાણા દરબારને સાઠ હજાર રોપાના ભરવાના વાઈસરોય હસ્ત નકિક થયા હતા. આથી આ સાધારણના ખર્ચને પહોંચી વળવા આગામે દ્વારકશ્રીએ વ્યાજમાંથી આ રકમ ભરાય તેટલા માટે અગીયાર લાખની રકમ ઉપદેશ દ્વારા શે. આ. ક.ને ભેગી કરી આપી હતી. પણ રાજ્યનું વિલયીકરણ થતાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈની બુદ્ધિએ એમાં ઘણે ઉંડો અભ્યાસ કરીને શ્રીમાન મેરારજી દેસાઈની તે વખતની હકુમતમાં તે કર માફ કરાયે. આથી જે રકમ સાધારણની રહિ તેને બુદ્ધિથી ગિરિરાજના પગથીયાં કરવામાં ઉપયોગ થયો. 23. પૂર્વાચાર્યોએ તેમની બુદ્ધિબળે વિરાધના ન થાય ને આરાધના થાય તે માટે ચાતુર્માસમાં ગિરિરાજ પર ન ચઢાય એ ચક્કસ નિર્ણય કર્યો, તેને યાત્રુઓ પાળતા હતા ને પાળે છે. આ અંગે શ્રીમાન સુમતિવિજયજીએ બે પુસ્તિકા બહાર પાડીને તેનું સમર્થન કર્યું છે. આગમ દ્વારકશ્રીએ સિદ્ધચક પાક્ષીકમાં એક જગે પર તે વાતને સ્પષ્ટ કરતા હેતુઓ પૂર્વકને એક લેખ છાપ્યો છે. ચોમાસામાં જાત્રાએ જનાર ગમે તે પક્ષનો હોય પણ જાત્રાએ જાય છે તેને હું ભુલ માનું છું. શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અનન્યભાગ સંપૂર્ણ. (132)

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526