Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 504
________________ ફટાઓને સંક્ષિપ્ત પરિચય મસ રહેલા, તેની યાદમાં આ દેરીઓ બાંધેલી છે. છ ગાઉની પ્રદક્ષિણામાં ચાલતાં ચાલતાં આગળ જઈએ ત્યારે આ આવે. તેની બાજુમાં ચિલ્લણ તળાવડી આવેલી છે. અહીંયાં આવતા જતા યાત્રાળુઓ દેખાય છે. યાત્રાળુઓ ત્યાં ભાવપૂર્વક ચિત્યવંદન કરે છે. વળી ગિરિરાજના એક ભાગનો દેખાવ પણ છે. ફોટો. નં. ૯૮ –ચિલ્લણ તળાવડી-ભરત મહારાજા સંઘ લઈને આવ્યા અને અહીં આવતાં પાણી ન મળતાં સંઘ આકુળ વ્યાકુળ થઈ ગયે. આથી ચિલણ મુનિએ પોતાના પ્રતાપે ત્યાં પાણી કાઢયું. પછી સંઘ સ્વસ્થ થયે. આથી આ સ્થાનને તેની આદગિરિમાં ચિલ્લણ તલાવડી કહે છે. અહીંયાં યાત્રાળુઓ ગિરિરાજની આરાધના માટે નવ લેગસ્સ વગેરેનો કાઉસ્સગ્ન કરે છે. તે કાઉસ્સગ્ગ કેઈ બેઠા, કેઈ ઊભા અને કેઈ સૂતા કરે છે. અને તે પાણીને સ્પર્શ કરે છે. તે દેખાવ અહીંયાં છે. તેમ જ જતા આવતા યાત્રાળુઓ તથા યાત્રાળુઓની પ્રતિબિંબ પાણીમાં પડેલાં દેખાય છે. ફેટો. નં. ૯ :--શાંબ અને પ્રધગ્નની દેરી-તે બને કૃષ્ણ વાસુદેવના પુત્રો હતા. નેમનાથ ભગવાનને ઉપદેશ સાંભળી સંયમ અંગીકાર કર્યું. કમે સાડાઆઠ ક્રેડ મુનિરાજ સાથે ગિરિરાજ ઉપર આવી આરાધના કરી ફાગણ સુદ ૧૩ના દિવસે મોક્ષે ગયા. તે જણાવનાર આ સ્થાન છે. આને ભાડવા ડુંગર કહે છે. યાગાળુઓ અહીં ચૈિત્યવંદન કરે છે. દેરી અને યાત્રાળુઓ દેખાય છે. (અહીં સુધી ચઢાણ હોય છે પછી ઉતરવાનું શરૂ થાય છે.) ફેટે. નં. ૧૦૦ --ભાડવાના ડુંગર ઉપર કેવી રીતે ચઢાય ને ઉતરાય તે અહીં દેખાય છે. અહીંથી દાદાના શિખરની ઊંચી ટચ દેખાય છે. ફેટે. નં. ૧૦૧ --ભાડવાના ડુંગરને દેખાવ અને યાત્રાળુઓ સાચવીને કેવી રીતે ઉતરે છે તે દેખાય છે. ફેટે. નં. ૧૦૨ --સિદ્ધવડની દેરી-ભાડવા ડુંગર ઉતર્યા પછી ડુંગરની નજીક દેરી આવે છે. તે ગિરિરાજ પર સિદ્ધ થયાની યાદગીરીમાં છે. આ ચિત્રમાં દેરી અને યાત્રાળુઓ ચિત્યવંદન કરતાં દેખાય છે. ફેટે. નં. ૧૦૩ --છ ગાઉની યાત્રા કરીને નાંખેલા પડાવમાં યાત્રાળુઓ આવેલા દેખાય છે. તેમજ પડાવને છેડે સીન છે. ફેટે. નં. ૧૦૪ –પડાવમાં તબુ, રાવડી, પાલ ઠેકેલા દેખાય છે. પડાવમાં (123)

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526