________________
શ્રીશત્રુંજય મહાતીર્થાંના ઉદ્ધારા
ઉદ્ધાર ચાથા-માહેન્દ્ર ઇન્દ્રના
શ્રીશાનેન્દ્રના ઉદ્ધાર કર્યાં બાદ એક ક્રોડ સાગરાપમ જેટલા કાળ ગયા પછી એક વાર ઘણા દેવતાએ શ્રીસિધ્ધગિરિની ચૈત્રી પુનમની યાત્રા કરવા આવ્યા. તે વખતે હસ્તિસેન નગરમાં ક્રોડ દેવીઓના પિરવારવાળી, મહાબળવાળી મિથ્યાદષ્ટિ સુહસ્તિની નામની દેવી ઉભી હતી, તે દેવીએ તાલધ્વજ (તળાજા) વગેરે પરના ક્ષેત્રપાલાને પેાતાને વશ કરી બધું તી અવ્યવસ્થિત કરી નાંખ્યુ હતું.
જ્યારે આ દેવા શ્રીશત્રુંજય તીની નજીક આવ્યા ત્યારે આ દેવીએ માયાથી ઘણા શત્રુંજયા બનાવ્યા. આ જોઇ દેવા વિચારમાં પડી ગયા અને આશ્ચય પામ્યા. બધા શત્રુ જયા ઉપર યાત્રા ભક્તિ અઠાઇ મહેાત્સવ કરીને જવાની જ્યાં ઈચ્છા કરે છે, ત્યાં બધા શત્રુજયા અદૃશ્ય થઈ ગયા. આથી દેવાને લાગ્યું કે નક્કી આપણાથી કઈ આશાતના થઈ હશે એટલે આ તીર્થાં અદૃશ્ય થઈ ગયાં. અથવા તે શું આપણે ગિરિરાજથી દૂર આવી ગયા કે તી સ્વયં સ્વર્ગ માં ચાલી ગયું.
અવિધજ્ઞાનના ઉપયેગ મૂકતાં ખબર પડી. અહેા? આ દુષ્ટ દેવીએ આપણને ઠગ્યા છે, માટે તેને શિક્ષા કરવી જોઇએ. તુરતજ દેવાએ મહાધાર કોપ જ્વાળા તે દેવી ઉપર મૂકી. એટલે તેજોગ્નિથી અત્યંત ખળી, ખળતી તે દેવીએ દેવતાએની માફી માંગી અને પ્રભુના ચરણનું શરણુ સ્વીકાર્યું. આથી તેને છેડી અને કહ્યુ જો ફરી આવુ દુષ્ટ કાર્ય કરીશ તે તારૂ સ્થાન રહેશે નહિ. તેથી તે હસ્તિની દેવી ફરીથી તીની આશાતના નહિ કરવાના સોગંદ ખાઈ હસ્તિસેન પુરમાં ચાલી ગઇ.
તે વખતે ચેાથા દેવલાકના માલિક માહેન્દ્ર નામના ઇંદ્રે શ્રીશત્રુંજયગિરિ ઉપરના પ્રસાદ જીણુ થયેલા જોયા. અહા ? આવા જગત હિતકારી તી ઉપર આવી જીણુતા કેમ થઇ હશે ? જરૂર તે દુષ્ટ દેવીનું જ કા લાગે છે આમ મનમાં ચિંતવન કરતાં માહેન્દ્રે વાકી દેવની પાસે નવીન પ્રાસાદો કરાવ્યા અને બીજા શિખરાના પણ ઉદ્ધાર કરી નવાં કરાવ્યાં.
ઉદ્ધાર પાંચમા-બ્રહ્મેન્દ્રને
માહેન્દ્ર ઇન્દ્રે ઉદ્ધાર કરાવ્યાને દશકોટી સાગરોપમ જેટલેા કાલ ગયા પછી, એક વખતે એરવત ક્ષેત્રમાં દેવે જિન જન્મેાત્સવ કરી શ્રીનીશ્વરદ્વીપની યાત્રાએ ગયા. આઠ દિવસસેાને મહાત્સવ કરી, આ ભરતક્ષેત્રમાં વિમલાચલગિરિ ઉપર શ્રીઆદિનાથ ભગવંતના દર્શને આવ્યા, આઠ દિવસ સુધી ઉત્તમ પ્રકારે ભક્તિ કરી.
(૬૩)