________________
પ્રકરણ-૧૫ મું
ચાતુર્માસ
શિયાળાના તથા ઉનાળાના આઠ મહિના ગિરિરાજ ઉપર યાત્રા કરવા જવાય છે. અને ચેામાસાના ચાર મહિના એટલે અસાડ સુદ પુનમથી કારતક સુદ ૧૪ સુધી ગિરિરાજ ઉપર ચઢાતું નથી. પૂર્વાચાર્યાએ ઊંડા અભ્યાસ દ્વારા ચાતુર્માસમાં ગિરિરાજ ઉપર ન જવું તેવે નિર્ણય કરેલા છે. અને વમાન કાળમાં પણ તે રીતે થાય છે. શત્રુજય માહાત્મ્યમાં પણ ચામાસામાં ગિરિરાજ ઉપર ન ચઢવુ તેવા નિષેધ કરેલા છે. ( ચાતુર્માસમાં ઉપર ન ચડવા અંગે મુનિ શ્રીસુમિત્રવિજયજીએ બે પુસ્તિકાઓ બહાર પાડી છે) એટલે ચામાસામાં ઉપર ન જવુ તે જ શ્રેષ્ઠ છે. જેએ ચામાસામાં ઉપર જાય છે તે તીર્થંકરની આજ્ઞા વિરુદ્ધ કરે છે.
ચામાસામાં યાત્રાળુએ પાલીતાણા ધર્મશાળામાં ચાતુર્માસ કરવા આવે છે. અને ચાર માસ સ્થિરતા કરે છે. અને રાજગિરિરાજની સ્પર્શ્વના—ચૈત્યવંદના—કાઉસ્સગ્ગ–ખમાસમણાં વગેરે કરે છે. યથાશક્તિ તપ પણ કરે છે.
શેષ કાળમાં નવ્વાણું કરવા આવે કે ચામાસામાં ચાતુર્માસ કરવા આવે. પુણ્યવાના નવ્વાણું કે ચાતુર્માસ કરનારની ભક્તિ કરવાના લાભ લે છે. (ટોળી કરે છે). ચાતુર્માસ રહેલા ા યત્રા કરવા જતા નથી. એટલે જ્યાંથી ગિરિરાજની શરૂઆત થાય છે ત્યાં જ જયતલાટીએ ગિરિરાજની સ્પના કરે છે.
(૧૯૯)