________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
વિદ્યાધર જક્ષ મિલે બહ, વિચરે ગિરિવર શૃંગ !
તે તીર્થેશ્વર પ્રણમીયે, ચઢતે નવરસ રંગ આ૭૬ખમા વિદ્યાધર જ ટોળે મળીને વધતા નવરસ રંગ સાથે, આ ગિરિવરના શૃંગ પર લાભ જાણીને ફરે છે, તેથી આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ. ૭૬
માલતી મેગર કેતકી, પરિમલ મેહે બંગ | તે તીર્થેશ્વર પ્રણમીયે, પૂજે ભવિ જિન અંગ ૭૭ખમા
હે ભવ્ય પ્રાણિઓ આ તીર્થ પર શ્રીષભદેવ પ્રભુને જેની વાસથી ભ્રમરે તેમાં મોહે છે તેવા માલતી, મગરે, અને કેતકીના ફૂલે વડે પૂજા કરે છે, આવા તીર્થેશ્વરને નમન કરીએ ૭૭
અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચમાસુ ગુણ ગેહ
તે તીર્થેશ્વર પ્રણમીયે, આણું અવિહડ નેહ ૭૮ખમા આ અવસાપણી કાળના બીજા શ્રી અજિતનાથ ભગવાને અતિમનહર એવા આ ગિરિ પર ચાર્તુમસિક નિવાસ કર્યો, તેથી અંતરમાં અવિહડ સ્નેહ લાવીને આ ગિરિરાજને નમસ્કાર કરીએ ૭૮
શાંતિ જિનેશ્વર સેલમા, સેળ કષાય કરી અંત |
તે તીર્થેશ્વર પ્રણમીયે, ચાતુર્માસ રહંત પ૭૯ખમા આ અવસર્પિણી કાળના સેળમાં શ્રી શાંતિનાથ ભગવાન અનંતાનુબંધી આદિ ચારના, ક્રોધાદિ ચાર, ચાર એમ સેળ કષાયને અંત કરીને કેવળજ્ઞાન પામીને આ ગિરિપર ચાતુર્માસ રહ્યા હતા, આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ ૭
નેમિ વિના જિનવર સવે, આવ્યા છે જિણ ઠામ |
તે તીર્થેશ્વર પ્રણમીયે, શુદ્ધ કરે પરિણામ ૮૦ખમાળા આ અવસર્પિણી કાળના વીસે તીર્થકરોમાં બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન સિવાય બધાએ આ તીર્થે લાભ જાણીને આવ્યા છે, તેથી પણ આ તીર્થ આત્મ પરિણામની શુદ્ધિને કરે છે. તેવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૮૦