________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
અને કહ્યું કે “પાંચમા આરામાં જાવડશા શ્રીસિદ્ધાચલજીને ઉધાર કરાવશે.”
પિતાનું નામ સાંભળી જાવડશાએ બે હાથ જોડીને મુનિવરને પુછ્યું કે “હે ભગવન ! આપે જે કહ્યું કે શ્રી સિદ્ધાચલજીને ઉદ્ધાર જાવડશા કરાવશે તે તે હું કે બીજે કઈ જાવડશા?
મુનિવરે પિતાના જ્ઞાનબળથી જાણીને કહ્યું કે જ્યારે સિદ્ધિગિરિજીના અધિષ્ઠાયકે હિંસા કરનારા થશે. પચાસ જન સુધીમાં બધું ઉજજડ કરી નાંખશે. પચાસ જનની અંદર જે કઈ જશે તેને મિથ્યાષ્ટિ થયેલ પદિયક્ષ મારી નાંખશે. ભગવાનની મૂર્તિ અપૂજ રહેવા લાગશે. તેવા કટોકટીના સમયે તે પોતે જ અવસાણી કાલમાં શ્રીસિદ્ધાચલજીને તેરમે અને પાંચમા આરામાં પહેલો ઉદ્ધાર કરાવીશ. હાલમાં એ કટોકટીને સમય આવી લાગે છે, માટે ઉદ્ધાર કરાવવા માટે ઉદ્યમ કર.”
જાવડશાએ કહ્યું કે ભગવદ્ ! આ કપરું કાર્ય મારાથી શી રીતે થઈ શકે ?
મુનિવરે કહ્યું કે, “જાવડ! તું પુણ્યશાળી છે, તું શ્રીચકેશ્વરી દેવીની આરાધના કર, તે બધે માર્ગ બતાવશે, જેથી તારું કાર્ય સિદ્ધ થશે.”
જાવડશા ઘરે જઈ ઉપવાસ કરવાપૂર્વક શ્રીચક્રેશ્વરીદેવીના ધ્યાનમાં સ્થિર બની ગયા. એક મહિનાના ઉપવાસ થયા, ત્યારે દેવી પ્રત્યક્ષ થયા અને કહ્યું કે, “તારા મનોરથ શ્રીસિદ્ધાચલજી તીર્થને ઉદ્ધાર કરવાનું છે તે હું જાણું છું. તક્ષશિલા નગરીમાં જગન્સલ્લા રાજાની ધર્મચકની સભાના આગલા ભાગના ભેંયરામાં શ્રી આદિનાથ ભગવંતનું મનેહર બિંબ છે, તે લાવીને અજયને ઉદ્ધાર કરાવી તે મૂતિને સ્થાપન કરજે. જગન્મલ્લ તને પ્રતિમાજી લેવાની રજા આપશે”
આ સાંભળી જાવડશા ખુશી થયા. દેવીને પ્રણામ કર્યા. એકત્રીસમે દિવસે જાવડશાએ પારણું કર્યું. શુભ દિવસે જાવડશા તક્ષશિલા નગરીમાં ગયા અને જગન્મલ્લ રાજાની સભામાં જઈ તેમની આગળ મહાકિંમતી સુંદર ભેટણાં મૂક્યાં. વિવિધ પ્રકારનાં કિંમતી અને નયન, મને હર ભટણ જોઈ રાજા ખુશી થઈ ગયા અને જાવડશાને કહ્યું કે, “તારે જે કોઈ પ્રયોજન હોય તે કહે, બીજા કોઈથી ન સાધી શકાય તેવું હશે, તે હું જાતે તે કામ કરવા તૈયાર છું.”
જાવડશાએ કહ્યું, “રાજન ! મારે બીજું કંઈ કામ નથી, આપના ભેંયરામાં અમારા ભગવાનની મૂર્તિ છે, તેની માટે જરૂર છે તે તે આપ.” રાજાએ કહ્યું કે, “અમારા કઈ ભેંયરામાં અમે તે કઈ મૂર્તિ જોઈ નથી, છતાં તું કહે,
(૭૦)