________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
શ્રીધર્મરત્નસૂરિજી મહારાજને તિષ સંબંધી વિશેષ જ્ઞાન હતું. તેથી પિતાના જ્ઞાનનો ઉપયોગ કરી, પ્રશ્નકુંડલી માંડી અને બધી ગણતરી વગેરે કરીને તેલાશાને કહ્યું કે,
હે સજ્જન શિરોમણી ! તમારા ચિત્તમાં શ્રી શત્રુંજ્યતીર્થને ઉદ્ધાર કરવાનો મને રથ છે, પરંતુ તમેએ જે મને રથ કર્યો છે તે તમારા સૌથી નાના પુત્ર કરમાશાથી પૂર્ણ થશે. અર્થાત્ શ્રી શત્રુંજય મહાતીર્થને સેળમો ઉદ્ધાર તમારે તેને પુત્ર કરમાશા કરાવશે. સમરાશાએ ઉદ્ધાર કરાવ્યું, તેની પ્રતિષ્ઠા મારા પૂર્વજ આચાર્ય ભગવંતે કરાવી હતી. તેમ હવેના સોળમાં ઉદ્ધારની પ્રતિષ્ઠા મારા શિષ્યના હાથે થશે.”
અભિષેકમાં પણ ઘણા માણસોની ઠઠ જામી પડી. બધા અભિષેક કરવા પડાપડી કરવા લાગ્યા. માણસોની પડાપડી જોઇને પૂજારીને તે વખતે વિચાર આવ્યો કે, ધમાધમમાં કળશ આદિની ભગવંતના અંગને જો ઠોકર લાગશે તે ભગવંતની પ્રતિમા ખંડિત થઇ જશે.’ આમ વિચાર કરી ભગવંતની મૂર્તિને કંઇ નુકશાન ન થાય તે માટે પૂજારીએ મૂર્તિ ઉપર ફુલનો ઢગલો કર્યો.
વસ્તુપાલ મંત્રી રંગમંડપમાં બેઠા હતા. તેમણે આ દ્રશ્ય જોયું અને પૂજારીને ભાવ સમજી ગયા.
દીર્ઘ દશી વસ્તુપાલ તે પછી મોજુદીન બાદશાહની આજ્ઞા મેળવી તેમના તાબાની ખાણમાંથી સુંદર આરસની પાંચ શિલાઓ મંગાવી (એક મૂળનાયક ભગવંતની મૂર્તિ માટે, બીજી પુંડરીક સ્વામીની મૂર્તિ માટે, ત્રીજી કપર્દિયક્ષની મૂર્તિ માટે, ચોથી ચક્રેશ્વરીદેવીની મૂર્તિ માટે અને પાંચમી તેજલપુર પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ માટે ) પાંચે શિલાઓ ઘણી મુશ્કેલીઓથી સિદ્ધાચળજી ઉપર ચઢાવવામાં આવી, તેમાંથી મોટી બે શિલાઓ ભેાંયરામાં મુકાવી કેમકે કોઇ કારણસર મૂળનાયક ભગવંતની મૂર્તિ ખંડિત થઇ જાય કે પ્લેચ્છ આદિ કોઇ નુકશાન પહોંચાડે તે તુરત આ શિલામાંથી નવી પ્રતિમા બનાવીને તુરત પ્રતિષ્ઠા કરાવાય.”
સંવત ૧૨૯૮માં વસ્તુપાલને સ્વર્ગવાસ થશે. તે પછી થેડા વર્ષો બાદ સં. ૧૩૬૯માં પ્લેચ્છ લોકોએ શ્રીજાવડશાએ પધરાવેલી શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ તથા બીજી ઘણી મૂર્તિ છે અને મંદિર ખંડિત કરી નાખ્યા હતા, તેને ઉદ્ધાર સમરાશાએ સં. ૧૩૭૧ માં કરાવ્યો હતો. ત્યારે સંઘની આજ્ઞાથી આરસની ખાણમાંથી નવી શિલા લાવીને પ્રતિમાજી ભરાવવામાં આવ્યા હતા. અને પ્રતિષ્ઠા કરાવી હતી. વસ્તુપાલે લાવેલી શિલા એમને એમ ભંયરામાં પડી રહી હતી, સમરાશાહે પધરાવેલી મૂર્તિ પણ કેટલાક વર્ષ બાદ સ્વેચ્છાએ હુમલો કરીને ખંડિત કરી નાખી, છતાં ત્યારબાદ તે ખંડિત થયેલી ભગવાનની પ્રતિમાજી પૂજાતા હતા. તોલાશા વખતે પણ તે ખંડિત પ્રતિમાજીનું જ પૂજન થતું હતું
વસ્તુપાલની લાવેલી બે શિલાઓ ભયરામાં પડેલી છે.” આ વાત પણ પ્રચલીત હતી, આથી તોલાશાને મનમાં વિચાર આવે કે ભોંયરામાં રહેલી શિલામાંથી ભગવંતની પ્રતિમાજી ભરાવી તીર્થનો જીર્ણોદ્ધાર કરાવાય તો સારું.' તેમના મનનો ધારેલે આ પ્રશ્ન હતો.
(૮૮)