Book Title: Sharda Shikhar Author(s): Shardabai Mahasati Publisher: Maniben Chhaganlal Desai Parivar View full book textPage 6
________________ સાક્ષાત્ સરસ્વતિના અવતાર સમા વિદુષી શારદાબાઈ મહાસતીજી જ્યાં બિરાજમાન હોય ત્યાં સદૈવ પર્યુષણ જે ઉત્સાહ હોય છે. ને વાતાવરણ તપ ત્યાગ વૈરાગ્યથી મઘમઘતું હોય છે. આ અનુપમ લાભ ઘાટકોપર સંઘને મળેલ છે. તે જ લાભ દરેકને મળે તે શુભભાવનાથી શ્રી સંઘે સંવત ૨૦૩રના ઘાટકોપર ચાતુર્માસના વ્યાખ્યાને “શારદા શિખર” નામથી દશહજાર પુસ્તક છપાવેલ છે જેની કિંમત રૂ. ૭-૫૦ ફક્ત રાખેલ છે. આ પુસ્તકના પ્રકાશન માટે રૂા. ૨૧૦૦૦-૦૦ (અંકે એકવીશ હજાર) જેવી માતબર રકમ દાનવીર શેઠશ્રી મનસુખલલ છગનલાલ દેસાઈએ આપતા પ્રકાશક તરીકેનું તેમનું નામ આપેલ છે. ધર્મપ્રેમી શેઠશ્રી મણિલાલ શામજી વીરાણુને પણ સારે સહકાર મળેલ છે. રૂ. ૨૫૧–૦૦ તથા તેથી વિશેષ રકમ આપનાર દાતાઓનું સહાયક તરીકે નામ આપવાનું તેમજ અગાઉથી એકી સાથે પાંચ કે વધારે પુસ્તકોના ગ્રાહક થનારનું નામ પણ પુસ્તકમાં લખવા સંઘે નકકી કરેલ છે. તત્વ પ્રેમી જિજ્ઞાસુ ભાઈ બેને આ સુંદર પ્રેરક ભવદુઃખભંજક, આત્મધારક વ્યાખ્યાને વાંચી પિતાનું જીવન ધન્ય બનાવી સંઘના પ્રયનને સફળ કરે એજ વિનંતી આ પુસ્તક પ્રકાશનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સર્વને આભાર માનીએ છીએ, આ પુસ્તકના પ્રકાશન કામમાં અમારે શ્રી નીતિનભાઈ બદાણીને અંતઃકરણપૂર્વક આભાર માનવે જોઈએ કારણ કે આટલું મોટું પુસ્તક અને દશહજાર (૧૦૦૦૦) નકલના પ્રફ વાંચન માટે તથા મુફ સમયસર પૂ. મહાસતીજીને મળી જાય તથા વાંચેલા પ્રફ પાછા મળી જાય તે માટે પોતે ખંતથી કામયને જે ભેગ આપે છે તે માટે અમે તેમના આભારી છીએ, આ પ્રસંગે હૃદયના ઉમળકા સહિત વ્યાખ્યાન સંગ્રહ કરવા બદલ તત્વચિંતક ૫. કમળાબાઈ મહાસતીજીને તથા બા.બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજીને જેટલો આભાર માનીએ તેટલે ઓછે છે કારણ કે તેઓશ્રીએ ખૂબ શ્રમ લઈને આ કાર્ય પૂર્ણ કર્યું છે. તા.ક. ૫. મહાસતીજીએ વ્યાખ્યાન દરરોજ વિસ્તારપૂર્વક ફરમાવ્યા છે પણ પુસ્તક ઘણું મોટું થઈ જવાથી કાંઈક બખે વ્યાખ્યાન સાર ભેગો કરી એકેક વ્યાખ્યાનમાં લખે છે, વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કોઈ ભૂલ દેખાય તે શુધિપત્રકમાં જેશે છતાં કઈ ભૂલ દેખાય તે વાંચકોને સુધારીને વાંચવા નમ્ર વિનંતી છે. ૐ શાંતિ. " લી. માનદ્મંત્રીએ શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સંઘ ઘાટકોપરPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1002