Book Title: Sharda Shikhar Author(s): Shardabai Mahasati Publisher: Maniben Chhaganlal Desai Parivar View full book textPage 5
________________ પ્રાફ કથન ચરમ તીર્થંકર શાસનપતિ ભગવાન મહાવીરે જે અમૃતવાણું પ્રરૂપેલ તેમની ગુંથણી ગણુધરેએ કરેલ, ગણુધરેએ તેમના શિષ્યોને, એમ શિષ્ય પ્રશિલ્યોને પિતે જે સાંભળેલ તેજ કહેતા. આ પ્રમાણે આગમજ્ઞાન જળવાઈ રહેલ પરંતુ કાળે કરીને કેની યાદશક્તિ ઓછી થવા લાગી ત્યારે મહાવીર પ્રભુની ર૭મી પાટે બિરાજમાન આચાર્યશ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે શ્રુત સ્થવિર સાધુઓની એક પરિષદ વીર સંવત ૯૮૦માં વલ્લભિપુર (સૌરાષ્ટ્રમાં) બેલાવી અને વીતરાગવાણીને લિપિબદ્ધ કરવા નિર્ણય લીધો. સૌ પ્રથમ તાડપત્ર ઉપર શાસ્ત્ર લેખન કાર્ય શરૂ થયું જે અત્યારે તાડપત્ર પર લખેલા સૂત્રો જોવા મળે છે. ત્યારબાદ કાગળ પર લખવાનું ચલણ થતા સારા અક્ષરથી કાગળ પર હાથે લખાતુ જે હસ્ત લેખિત પ્રત તથા રબા જોવા મળે છે છેલ્લે પ્રેસમાં પુસ્તક છપાવા શરૂ થયા. આવી રીતે અંશતઃ વીરવાણ જળવાઈ રહેલ છે. સૂત્રજ્ઞાન સાધુ-સાધ્વી તથા શ્રાવક શ્રાવિકા દરેકે પ્રાપ્ત કરવું જોઈએ. પણ શ્રાવકે એમના ધમાલિયા જીવનમાં આગમ વાંચતા નથી. આવા સંજોગોમાં છેલ્લા ચાલીસેક વરસથી વિદ્વાન સંત સતિજીઓના વ્યાખ્યાને પુસ્તકરૂપે પ્રગટ થાય છે. તેમાં તેઓ સૂત્રજ્ઞાનનું દહન કરી સમાજને પીરસે છે. જેનાથી જૈનત્વના સંસ્કારની કંઈક જાણકારી લોકોને રહે છે. જ્યાં સંતસતીજી પહોંચી શકતા નથી તેવા ક્ષેત્રમાં કે ઈતરધર્મના લોકોના હાથમાં આવા વ્યાખ્યાનના પુસ્તકે જતા વાંચકે જૈનધર્મના રંગે રંગાયાના ઘણા દષ્ટાંતે છે. આવા શુભાશયથી પ્રેરાઈ શ્રી ઘાટકોપર સંઘ સંવત ૨૦૨૨માં “શારદા માધુરી સંવત ૨૦૨૩માં “જીવન વૈભવ” સંવત ૨૦૨૫માં “જીવનવિચાર” તથા સન્મતિ સાહિત્યના પુસ્તક સેટ તેમજ સં. ર૦ર૭માં “નિષધ ચરિત્ર'' છપાવેલ છે. છેલ્લા ચાર વરસથી ખંભાત સંપ્રદાયના બા.બ. વિદુષી શારદાબાઈ મહાસતીજી ઠા. ૧૩ને સતત વિનંતિ કરતા, સંઘના પ્રબળ પુણોદયે ખંભાત સંઘના સહકારથી જય મહાસતીજીએ સંવત ૨૦૩રનું ઘાટકેપરનું ચાતુર્માસ માન્ય કરેલ. શાસન રતન વિદુષી મહાસતીજીની હદયસ્પર્શી, વૈરાગ્ય ઝરતી જોશીલી વાણીથી ઘાટકોપર સંઘમાં અનેરો ઉત્સાહ આવેલ જેના ફળસ્વરૂપે નાની કુમળી વયની સ્કૂલ કેલેજમાં ભણતી કુમારિકા બેનેએ, તથા બા. મહાસતીજીએાએ ૩૧થી૩૩ ઉપવાસની મહાન તપશ્ચર્યા કરતા, બીજાએ પણ તેમાં જોડાતા કુલે ૧૪ મા ખમણ તથા ૬, ૭, ૮, ૯, ૧૧, ૧૩, ૧૫ ૧૬, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૬ ઉપવાસ જેવી મહાન તપશ્ચર્યા પણ સંખ્યાબંધ લિ. ઘણુ હ ની આશાઓ, નાયિક, પ્રતિક્રમણ,ઉવીહાર, બ્રહ્યચર્ય આ કઠોર શો અંગીકાર કરી આત્મકલ્યાણ કર્યું. પાંખ્યાબંધ જીજ્ઞાસુઓએ સામાયિક, પ્રતિક્રમણ, સજઝાય, સ્તવન, કડા આદિ શીખી જીવન કૃતાર્થ કરવાઉદ્યમવંત બન્યા,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1002