________________
સત્ત્વહીનતાનો નવો ધર્મ ફેલાવી રાખ્યો છે. એમનો એ ધર્મગુરુ બની ગયો છે. મનુષ્યનો એક સાધન તરીકે ઉપભોગ કરવામાં તેઓ નિષ્ણાત બની બેઠા છે. પશ્ચિમનું આધુનિક માનસશાસ્ત્ર, ભૌતિકવાદનું ઢોલ પીટનાર બની ગયું છે. મનુષ્યના જીવનમાં આત્મા, ધર્મ, નૈતિકતા વગેરેનું કોઈ સ્થાન જ ન રહેવું જોઈએ - આવી ભૌતિકવાદી માન્યતા ઉપર એવા ઉન્માર્ગગામી માનસશાસ્ત્ર શાસ્ત્રીય મહોર લગાડી દીધી છે. ભૌતિકવાદી સંસ્કૃતિનાં નુકસાન ઃ
પશ્ચિમની ભૌતિકવાદી સભ્યતાએ વિજ્ઞાનને નામે આત્મા, ધર્મ, નૈતિકતા વગેરે પવિત્ર તત્ત્વોને મૂલતઃ ઉખાડીને ફેંકી દીધાં. માનવજાત પાસેથી અનેક પ્રકાશદીપકો છીનવી લીધા. મનુષ્ય પારલૌકિક સત્તા અને દિવ્યતાની સંભાવનાઓનો ખ્યાલ ખોઈ નાખ્યો. પહેલાં તો જીવને ઈશ્વરનો – પરમાત્માનો અંશ માનવામાં આવતો હતો અને જીવનમાં ઉચ્ચ સાધના કરીને પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હતું, પરંતુ હવે મનુષ્ય સંપૂર્ણતયા પાર્થિવ અસ્તિત્વ સાથે જોડાઈ ગયો છે. પૃથ્વી ઉપર તમામ સુખસુવિધાઓ અને આનંદ-પ્રમોદ પ્રાપ્ત કરવાનું મુખ્ય ધ્યેય બની ગયું છે.
બન્ડ રસેલે કહ્યું છે : “આ ભૌતિકવાદ વિશ્વમાંથી ઈશ્વરને એક વ્યક્તિના રૂપમાં ઢાળી દીધો છે, એટલું જ નહીં, એક આદર્શના રૂપમાં પરમાત્મતત્ત્વને પણ ભુલાવી દીધું છે. આ પરમાત્મતત્ત્વ પ્રત્યે મનુષ્યની મૂળભૂત નિષ્ઠા ટકેલી હતી. હવે મનુષ્યની પાસે કોઈ પણ આંતરિક રક્ષાકવચ રહ્યું નથી.' કામવૃત્તિનો અભિગમ બદલવો પડશે?
ભારતીય સમાજની ઉપર પશ્ચિમના સેક્સવિસ્ફોટે પ્રબળ આક્રમણ કર્યું છે. એનો પ્રતિરોધ કરવો અતિ આવશ્યક છે. સેક્સના ક્ષેત્રમાં રૂઢ બની ગયેલી ઘણીખરી માન્યતાઓને મૂળથી બદલવી પડશે, પરિવર્તન કરવું અનિવાર્ય છે.
જ્યાં શોષણ દ્વારા, પ્રલોભન દ્વારા, દબાવ દ્વારા, બળાત્કાર અને ધન દ્વારા જાતીય સુખો ભોગવવામાં આવે છે; એમને તો જાતીય સુખ પણ માની ન શકાય. એ બધું તો અહંતૃપ્તિનું પાશવી બલપ્રદર્શનનું અને વિકૃત માનસિક તૃપ્તિનું સુખ છે. હવે તો “ભદ્રસમાજના નામે જાતજાતનાં વલ્ગર-અભદ્ર સ્વરૂપો સામે આવ્યાં છે ! જેવાં કે સેક્સ ટુરિઝમ, સેક્સ સર્વિસ, સેક્સવર્કર, કોલગર્લ, કમ્ફ ગર્લ્સ, કી-ક્લબ વગેરે કામાનન્દના પ્રકારો નથી?
આજે વિશેષ રૂપે યુવાવર્ગને ભિન્ન ભિન્ન પ્રકારની કરામતોથી, મુક્ત જાતીય
૧૦૮
શાન્ત સુધારસ : ભાગ ૧