Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 262
________________ દ્રવ્યને વાસ્તવિક કહે છે. જેનો કદીય નાશ થતો નથી. બીજું રૂપ હોય છે અવાસ્તવિક - જેને કહે છે પયય ! દરેક દ્રવ્યના અનંત પર્યાય હોય છે. પર્યાય વિનાશી હોય છે, પર્યાય પરિવર્તનશીલ હોય છે. આ ગંભીર તત્ત્વજ્ઞાન છે - દ્રવ્ય અને પર્યાયનું. આ તત્ત્વજ્ઞાન તરફ નિર્દેશ કરતાં ગ્રંથકાર કહે છે: “વિચારો, આ સંસારમાં આપણું શું છે?” આ વિચાર જેના ચિત્તમાં જાગૃત થઈ જાય છે, એને દુઃખ-દુરિતોનો સ્પર્શ નથી. થતો - થઈ શકતો નથી ! કારણ કે એણે સમજી લીધું છે કે હું વિશુદ્ધ અને અવિનાશી આત્મા છું. જ્ઞાનાદિ ગુણ જ મારા છે. એ સિવાયનું કશું મારું નથી. ચર્મદ્રષ્ટિથી દેખાતો એક પણ પથયિ મારો નથી. પાંચ ઈન્દ્રિયો અને એના વિષયો મારા નથી. જે મારું નથી તે બને કે બગડે, એમાં મને કશી જ લેવાદેવા નથી.' એકલો આવ્યો છું એકલો જઈશ: આ અનાદિ સંસારમાં કર્મવશ જીવને “એકત્વ’ કેવું છે, એનું ખૂબ જ હૃદયસ્પર્શી વર્ણન કાર્તિકેયાનુપ્રેક્ષામાં કર્યું છે. એકત્વની અનુપ્રેક્ષા કરતાં ત્રણ શ્લોકોમાં તેમણે કહ્યું છેઃ જીવ એકલો જ ગર્ભમાં ઉત્પન્ન થાય છે, ગર્ભમાં શરીર બને છે. તે એકલો જ જન્મ છે. બાળક થાય છે, યુવાન બને છે અને વૃદ્ધ પણ થાય છે. એકલો જ રોગ-શોક ભોગવે છે. એકલો જ સંતાપ-વેદના ભોગવે છે અને એકલો જ મરે છે. એકલો જ નરકનાં દુઃખ સહે છે. નરકમાં પરવશતાથી દુઃખ સહન કરવાં જ પડે છે. કોઈ જ બચાવી શકતું નથી.' શ્રીકૃષ્ણ અને બલરામ : જૈન મહાભારત'માં બતાવવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણના મૃત્યુ પછી બલરામ વિરક્ત થઈ જાય છે. તેઓ શ્રમણ બની જાય છે. સો વર્ષ સુધી તેઓ સંયમધર્મનું પાલન કરે છે અને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર રાગ હોવાને કારણે દેવલોકમાં ઉત્પન્ન થતાં જ તેમણે પોતાના અવધિજ્ઞાનના પ્રકાશમાં જોયું કે શ્રીકૃષ્ણનો જન્મ ક્યાં થયો છે? શ્રીકૃષ્ણને તેમણે ત્રીજી નરકમાં જોયા. વાસુદેવ મરીને નરકમાં જ જાય છે.' એવો સિદ્ધાંત છે. શ્રીકૃષ્ણ વાસુદેવ હતા. બલરામ દવે પોતાની દૈવી શક્તિથી બીજું શરીર બનાવ્યું અને તે કૃષ્ણને મળવા માટે ત્રીજી નરકમાં ગયા. શ્રીકૃષ્ણને આલિંગન આપીને બોલ્યાઃ મારા ભાઈ, હું તારો ભાઈ બલરામ છું, તારી રક્ષા કરવા માટે પાંચમાં બ્રહ્મ-દેવલોકમાંથી આવ્યો છું. બોલ, તારે માટે હું શું કરું ?” ૨૫૦ શાન્તસુધારસ ઃ ભાગ ૧|

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286